શેર
 
Comments
વિદેશી મહાનુભાવોને આપતા સર્વોઉચ્ચ સન્માન માટે વડા પ્રધાન મોદીએ માલદિવ્સનો આભાર માન્યો, તે દરેક ભારતીય માટે એક સન્માન જણાવ્યું
ભારત દરેક સંભવિત રીતે માલદિવ્સની મદદ કરવા પ્રતિબદ્ધ છે: વડા પ્રધાન મોદી
દરિયાઇ અને સંરક્ષણ સંબંધો ટોચની અગ્રતા છે: વડાપ્રધાન મોદી માલદિવ્સના રાષ્ટ્રપતિ સાથેની સંયુક્ત પ્રેસ મીટિંગમાં

મહામહિમ, મારા મિત્ર રાષ્ટ્રપતિ સોલિહ,

દેવીઓ અને સજ્જનો

મને ખુશી છે કે મારા બીજા કાર્યકાળની પ્રથમ વિદેશ યાત્રા પર તમારા સુંદર દેશ માલદીવમાં આવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

એવધુ ખુશીની વાત છે કે તમારા જેવા નજીકના મિત્રને એક વાર ફરી મળવાનો અવસર પણ મને મળ્યો.

આ અવસર માટે અને તમારા શાનદાર આતિથ્ય સત્કાર માટે, મારી ટીમ અને મારા તરફથી, હું આપને અનેમાલદીવ સરકારને હાર્દિક ધન્યવાદ આપું છું.

આપણા દેશોએ હમણા જ થોડા દિવસો પહેલા ઈદનો તહેવાર હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવ્યો છે.

મારી શુભામનાઓ છે કે આ પર્વનો પ્રકાશ આપણા નાગરિકોના જીવનને હંમેશા ઉજ્જવલ રાખે.

મહાનુભાવ,

આજે મનેમાલદીવના સર્વોચ્ચ સન્માન વડે સન્માનિત કરીને તમે મને જ નહી પરંતુ સંપૂર્ણ ભારત વર્ષને એક નવું ગૌરવ આપ્યું છે.

નિશાન ઈજ્જુદીનનું સન્માન મારા માટે હર્ષ અને ગર્વનીબાબત છે. તે મારૂં જ નહી પરંતુ બંને દેશોની વચ્ચે મિત્રતા અને ઘનિષ્ઠ સંબંધોનું સન્માન છે.

હું તેનો ઘણી જ વિનમ્રતા અને આભારની સાથે, બધા જ ભારતીયો તરફથી સ્વીકાર કરું છું.

આપણા બંને દેશોને હિન્દ મહાસાગરના મોજાઓએ હજારો વર્ષથી ઘનિષ્ઠ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોમાં બાંધ્યા છે.

આ અતુટ મિત્રતા મુશ્કેલ સમયમાં પણ આપણી માર્ગદર્શક બની છે

ઈ.સ. 1988માં બાહ્ય હુમલાઓ અથવા સુનામી જેવી કુદરતી આપત્તિઓ કે પછી હમણાં તાજેતરમાં પીવાના પાણીની અછત. ભારત હંમેશા માલદીવની બાજુમાં ઉભું રહ્યું છે અને મદદ માટે સૌથી પહેલા આગળ આવ્યું છે.

ભારતમાં સંસદીય ચૂંટણી અને માલદીવમાં રાષ્ટ્રપતિ અને મજલિસની ચૂંટણીઓના જનાદેશ મારફતે એ સ્પષ્ટ છે કેઆપણે બંનેદેશોના લોકો સ્થિરતા અને વિકાસ ઈચ્છે છે. એવામાં, વ્યક્તિ કેન્દ્રી અને સમાવેશી વિકાસ તેમજ સુશાસનની આપણી જવાબદારી વધારે મહત્વપૂર્ણ થઇ જાય છે.

મે હમણાં જ રાષ્ટ્રપતિ સોલિહની સાથે ખુબ જ વિસ્તૃત અને ઉપયોગી વિચાર વિમર્શ કર્યો. અમે પારસ્પરિક હિતોના ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓની સાથે-સાથે અમારા દ્વિપક્ષીય સહયોગની પણ વિસ્તૃત સમીક્ષા કરી છે. અમારી ભાગીદારીની ભાવિ દિશા અંગે અમારી વચ્ચે સંપૂર્ણસહમતિ છે.

રાષ્ટ્રપતિ સોલિહ, તમારા પદ ગ્રહણ કરતાની સાથે જ દ્વિપક્ષીય સહયોગની ગતિ અને દિશામાં મૌલિક ફેરફાર આવ્યો છે.

રાષ્ટ્રપતિ સોલિહની ભારત યાત્રા દરમિયાન જાહેર કરવામાં આવેલ 1.4 બિલિયન ડોલરના નાણાકીય પેકેજ વડેમાલદીવની તત્કાલીન નાણાકીય જરૂરિયાતોની પૂર્તિ તો થઇ જ છે. સાથે-સાથે સોશિયલ ઈમ્પેક્ટના અનેક નવા પ્રોજેક્ટ્સ શરુ કરવામાં આવ્યા છે. અને 800 મિલિયન ડોલરની લાઈન ઑફ ક્રેડિટ અંતર્ગત વિકાસ કાર્યોના નવા રસ્તાઓ પણ ખુલ્યા છે.

ભારત અને માલદીવની વચ્ચે વિકાસ ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે અમે માલદીવના સામાન્ય નાગરિકોને લાભ પહોંચાડનારી પરિયોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.

આજે અમારો દ્વિપક્ષીય સહયોગ માલદીવમાં સામાન્ય જન-સમુદાયના દરેક પાસાને સ્પર્શી રહ્યો છે.

 • જૂદા-જૂદા દ્વીપ સમુહો પર પાણી અને સફાઈની વ્યવસ્થા;
 • નાના અને લઘુ ઉદ્યોગોની માટે જરૂરી નાણાકીય વ્યવસ્થા;
 • બંદરોનો વિકાસ;
 • કોન્ફરન્સ અને કમ્યુનિટી સેન્ટર્સનું નિર્માણ;
 • ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ
 • આકસ્મિક ચિકિત્સા સેવાઓ;
 • એમ્બ્યુલન્સ સેવા;
 • તટીય સુરક્ષાની ખાતરી કરવી
 • આઉટડોર ફિટનેસ ઉપકરણની વ્યવસ્થા;
 • ડ્રગ્સ ડિટોક્સ કેન્દ્ર;
 • વિદ્યાર્થી ફેરી;
 • કૃષિ અને મત્સ્ય પાલન;
 • નવીનીકરણ ઊર્જા અને પર્યટન;

આવા અનેક ભારતીય સહયોગની યોજનાઓ વડે માલદીવના લોકોને સીધો લાભ મળે છે.

અમે અડ્ડુમાં માળખાગત બાંધકામના વિકાસ અને ઐતિહાસિક શુક્રવારી નમાજના વાર્તાલાપ પર સહયોગ માટે પણ સહમત થયા છીએ.

બંને દેશોના નાગરિકોની વચ્ચે સંપર્ક વધારવા માટે, અમે ભારતમાં કોચ્ચી અને માલદીવમાં કુલધુફૂશી અને માલેની વચ્ચે નૌકા સેવા શરુ કરવાપર પણ સહમત થયા છીએ.

માલદીવમાં રૂપે કાર્ડ શરૂ કરવાથી ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. એબાબતે અમે ટૂંક સમયમાં પ્રગતિ કરીશું.

સંરક્ષણ સહયોગને વધુ મજબૂત કરવા પર પણ ચર્ચા કરવામાં આવી છે.

આજે અમે સંયુક્ત રૂપે માલદીવ સંરક્ષણ દળોના કમ્પોઝિટ ટ્રેનીંગ સેન્ટર અને તટીય દેખરેખની રડાર પ્રણાલીનું ઉદ્ઘાટન કર્યું છે. તે માલદીવની સમુદ્રી સુરક્ષા વધારશે.

 

ભારત માલદીવની સાથે પોતાના સંબંધોને સૌથી વધુ મહત્વ આપે છે. અમે એક બીજાની સાથે એક ઊંડી સહભાગિતા ઈચ્છીએ છીએ. એક સમૃદ્ધ, લોકતાંત્રિક અને શાંતિપૂર્ણ માલદીવ સંપૂર્ણ ક્ષેત્રના હિતમાં છે.

હું એ બાબતનો પુનરોચ્ચાર કરવા માંગું છું કે ભારત માલદીવની પ્રત્યેક શક્ય સહાયતા કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે.

હું એક વાર ફરી મહામહિમ રાષ્ટ્રપતિ અને માલદીવના લોકોનો ઉષ્માપૂર્ણ આતિથ્ય માટે આભાર પ્રગટ કરું છું.

ભારત માલદીવ દોસ્તી અમર રહે.

દિવેહી રાજ્જે આ ઇન્ડિયાગે રાહમેથેરીખન અબદહ

આભાર! 

 

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Saudi daily lauds India's industrial sector, 'Make in India' initiative

Media Coverage

Saudi daily lauds India's industrial sector, 'Make in India' initiative
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 સપ્ટેમ્બર 2021
September 21, 2021
શેર
 
Comments

Strengthening the bilateral relations between the two countries, PM Narendra Modi reviewed the progress with Foreign Minister of Saudi Arabia for enhancing economic cooperation and regional perspectives

India is making strides in every sector under PM Modi's leadership