Jayant Sinha Govt. & PSU

સારી કનેક્ટિવિટી એ પ્રાદેશિક આર્થિક વિકાસ કરે છે તે ઉપરાંત રોજગાર પણ વધારે છે. આ ઉપરાંત સ્તર – 2 અને સ્તર – 3 શહેરો વચ્ચેના જોડાણો વધારવાથી એક એવું નેટવર્ક બને છે જે વધુને વધુ લોકોને ઉડ્ડયન નેટવર્ક સાથે જોડી શકે તેવી અસર ઉભી કરે છે. આ સમગ્ર સાંકળમાં નવા મુસાફરો એક આર્થિક મુલ્ય ઉભું કરે છે: નવા જોડાયેલા શહેરો, પહેલેથી જ સેવારત એરપોર્ટસ અને એરલાઈન્સ માટે પણ. આમ થવું વ્યાપારને વધુ કાર્યક્ષમ બનાવે છે , ભારતના વિશાળ પ્રવાસન ક્ષેત્રમાં વધારે પહોંચ બનાવીને તેમાં તકો ઉભી કરે છે, ચિકિત્સક કટોકટી દરમિયાન જવાબદારી શક્ય બને છે અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન પૂરું પાડે છે.

UDAN (ઉડે દેશ કા આમ નાગરીક) કાર્યક્રમ એ અપૂર્ણરીતે વિકસિત એવા પ્રાદેશિક માર્ગોમાં નફાકારકતા વધારીને પ્રાદેશિક વિમાનન બજારને ત્વરિત શરૂઆત આપે છે. UDAN એ અમેરિકા, કેનેડા તેમજ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી એ પ્રકારની નીતિગત મધ્યસ્થતા છે જે વિશ્વમાં અગ્રણી સ્થાને પ્રવૃત્ત છે. ઓછામાં ઓછો સરકારી હસ્તક્ષેપ અને વધુમાં વધુ શાસનના અભિગમનો પાયો ભારતના વિમાનન બજારના પ્રાદેશિક વિભાગમાં નંખાઈ ગયો છે.

ઓછામાં ઓછો સરકારી હસ્તક્ષેપ અને વધુમાં વધુ શાસનના અભિગમનો પાયો ભારતના વિમાનન બજારના પ્રાદેશિક વિભાગમાં નંખાઈ ગયો છે.

માર્ગની નફાકારકતા નક્કી કરીને ઉડાને નવા સંપર્કો ઉભા કર્યા

સ્તર-2 તેમજ સ્તર-3 શહેરોના નાગરિકો માટે વિમાન સુવિધાઓનો અભાવ એ રાજ્યની રાજધાનીઓ, પ્રાદેશિક અને નેશનલ મેટ્રો શહેરો તેમજ વૈશ્વિક ગંતવ્યો સાથે કાર્યક્ષમ અને ઝડપી પરિવહનની ગર્ભિત માંગ છે. જો કે વિમાનન વ્યાપારે ઉંચો સંચાલન ખર્ચ સહન કરવો પડે છે જેમાં વિમાન ખરીદનો ખર્ચ, એરપોર્ટનો લાગો, કેબીન ક્રૂ, બળતણ અને વ્યવસ્થાપન સામેલ છે. જ્યાંસુધી પુરતો એર ટ્રાફિક ન મળી રહે ત્યાંસુધી એરલાઈન્સ તેના સંચાલન ખર્ચ તેમજ મૂડીરોકાણ પરનો ખર્ચ જેટલી જરૂરી આવક ઉભી નથી કરી શકતી. આથી સ્વાભાવિક છે કે એરલાઈન્સ બિનનફાકારક માર્ગો પર ઉડવાનું પસંદ નથી કરતી.

તમામ ભાગીદારો સાથે લાંબા સમય સુધી અસંખ્ય સલાહ સૂચનો કર્યા બાદ UDANને એ રીતે વિકસાવવામાં આવ્યું છે જેથી કરીને મુસાફરો અને એરલાઈન્સ બંને માટે સદાકાળ વિજયી પરિસ્થિતિ ઉભી થાય. મુસાફરોને તેમના શહેરો માટે કનેક્ટિવિટી ઉપલબ્ધ થાય છે અને તેઓ એક કલાકના રૂ. 2,500 ચૂકવીને ઉડાણ ભરી શકે છે. અલગ અલગ ક્ષેત્રોની બજાર ક્ષમતા પર સ્વમૂલ્યાંકન કર્યા બાદ એરલાઈન્સ જાતે જોડાઈ શકનારા માર્ગો પસંદ કરે છે. વિશ્વસ્તરે આ પોતાની રીતની એવી પ્રથમ યોજના છે જે પ્રાદેશિક કનેક્ટિવિટીને (અ) માર્ગ નફાકારકતાને સુનિશ્ચિત બનાવીને અને (બ) બજાર અનુસારની પધ્ધતિની ઓળખ આપીને સબસીડી ફાળવીને ઉત્તેજન આપે છે.

માર્ગ નફાકારકતાને નક્કી કરવા માટે UDAN ત્રણ સ્તરે કાર્ય કરે છે: (1) સંચાલન ખર્ચને નોંધપાત્ર રીતે ઘટાડીને (2) અડધા ભાગની બેઠકોને બજાર સંશોધિત સબસીડી પૂરી પાડવી અને (3) માર્ગ પર ત્રણ વર્ષની વિશિષ્ટતા આપવાની ખાતરી આપવી. UDAN માર્ગો પર એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF) કર ઘટાડીને અને એરપોર્ટનો લાગો દૂર કરીને સંચાલન ખર્ચ ઘટાડી દેવામાં આવ્યો છે અને પ્રાદેશિક એરક્રાફ્ટ (સામાન્યરીતે ટર્બો-પ્રોપ્સ જે 40 ટન કરતાં નાના અને 80 કરતા ઓછી બેઠકો ધરાવતા હોય) બજારમાં માં તરલતા લાવી , અને DGCAના પ્રાદેશિક એરક્રાફ્ટના નિયમોને સુવ્યવસ્થિત બનાવવા જેથી નવી એરલાઈન્સ ઓછા શરૂઆતી ખર્ચા સાથે શરૂઆત કરી શકે.

UDAN અગાઉ ભારત પાસે [75] કાર્યરત એરપોર્ટસ હતા. એક જ ઝાટકે 27 હાલમાં કાર્યરત એરપોર્ટસ, 12 હાલમાં ઓછાં કાર્યરત એરપોર્ટસ અને 31 હાલમાં ઓછી સેવાઓ મેળવતા એરપોર્ટસ (કુલ 70 એરપોર્ટસ) 27 UDAN દરખાસ્તો સાથે જોડાઈ જશે.

સબસીડી સ્તરો નક્કી કરવા માટે UDAN બજાર આધારિત અભિગમ ઉપયોગમાં લે છે. અલગ પ્રકારના એરક્રાફ્ટ માટે વાસ્તવિક ઔદ્યોગિક ડેટાનો આધાર લઈને સબસીડી સ્તરોની મર્યાદા નક્કી કરવામાં આવે છે. ફ્લાઈટની અડધી બેઠકો પર સૌથી ઓછા સબસીડી સ્તર પર બોલી બોલનારને માર્ગ એનાયત કરવામાં આવે છે. આ સબસીડી મેળવેલી સીટોની કિંમત 30 મિનીટની ફ્લાઈટના રૂ 1,500 અને 60 મિનીટની ફ્લાઈટના રૂ. 2,500 એ પ્રમાણે જુદીજુદી રીતે નક્કી કરવામાં આવે છે. બાકીની અડધી બેઠકો બજારભાવ પ્રમાણે વેંચવામાં આવે છે. છેવટે વિજેતા બોલી લગાવનારને ત્રણ વર્ષની માર્ગ વિશિષ્ટતા મળે છે જે એ માર્ગને પ્રોત્સાહન આપીને તેને મજબૂત બનાવવામાં ફાળો આપે છે. એ જોઇને અત્યંત આનંદ થાય છે કે ઘણી બોલીઓએ કોઇપણ સબસીડી લેવાનો ઇનકાર કર્યો છે – તેમના માટે સંચાલન ખર્ચમાં કરવામાં આવેલો ઘટાડો તેમજ માર્ગ વિશિષ્ટતાની ઉપલબ્ધી જ બજારમાં ત્વરિત શરુઆત કરવા માટે પૂરતાં કારણો છે.

UDAN અગાઉ ભારત પાસે [75] કાર્યરત એરપોર્ટસ હતા. એક જ ઝાટકે 27 હાલમાં કાર્યરત એરપોર્ટસ, 12 હાલમાં ઓછાં કાર્યરત એરપોર્ટસ અને 31 હાલમાં ઓછી સેવાઓ મેળવતા એરપોર્ટસ (કુલ 70 એરપોર્ટસ) 27 UDAN દરખાસ્તો સાથે જોડાઈ જશે.

6X: સારી નીતિના ફાયદા

ભૌગોલિક રીતે વિશાળકાય દેશો જેવા કે અમેરિકા, કેનેડા, બ્રાઝીલ અને ઓસ્ટ્રેલિયા જાહેર ભંડોળ દ્વારા પ્રાદેશિક કનેક્ટિવિટીને ટેકો આપે છે. UDAN એ પ્રકારની એવી પહેલી યોજના છે જે મેટ્રો માર્ગ પરની ફ્લાઈટ પાસેથી નજીવો લાગો લઈને પ્રાદેશિક કનેક્ટિવિટીને ભંડોળ પૂરું પાડે છે. આપણી મોટા માર્ગો પરની ફ્લાઈટ્સ પરનો લાગો એકંદરે દર વર્ષે રૂ. 500 કરોડ (અથવાતો 75 મીલીયન અમેરિકન ડોલર્સ) એકઠા કરે છે તેવો અંદાજ છે, જે 2016માં અમેરિકન સરકારે મહત્ત્વની વાયુ સુવિધાઓ પર ખર્ચ કરેલા 290 મીલીયન ડોલર્સના એક ચતુર્થાંશ જેટલા છે.

મુસાફરોને વધેલી વાયુ સેવાઓથી લાભ મળશે , એરલાઈન્સને મેટ્રો માર્ગોમાં વધારે મુસાફરો મળશે, અને ભારતને તેજગતીએ મળનારા આર્થિક વિકાસને લીધે ફાયદો મળશે અને રાષ્ટ્રીય એકતામાં વધારો થશે.

UDANની બોલીના પ્રથમ ચરણમાં 27 દરખાસ્તો આવી હતી જેમણે એન્યુઅલ વેલીડીટી ગેપ ફન્ડિંગ (VGF) રૂ. 205 કરોડની દરખાસ્ત મૂકી હતી જે UDAN ફ્લાઈટ્સમાં 13 લાખ બેઠકો પૂરી પાડવા માટેની હતી. 2016માં વેંચવામાં આવેલી કુલ 15 કરોડ ટીકીટો (10 કરોડ પ્રાદેશિક અને 5 કરોડ આંતરરાષ્ટ્રીય) ના આધારે, આ યોજના 0.87% જેટલી ક્ષમતા વધારશે. આ વર્ષે ભારતની હવાઈ યાત્રાનું બજાર રૂ. 150,000 કરોડનો ઉદ્યોગ બનવાની સંભાવનાઓ છે (રૂ. 50,000 કરોડ પ્રાદેશિક અને રૂ. 1 લાખ કરોડ આંતરરાષ્ટ્રીય), જેના પર UDAN કર વસુલાત (આ વખતની બોલીના ચરણ  માટે) જે સમગ્ર વિમાનન ક્ષેત્રની કુલ આવકના લગભગ 0.13% થશે.

બજારને અનુરૂપ નીતિ એ કોઇપણ ક્ષેત્રના વિકાસ માટે નોંધપાત્ર પ્રોત્સાહન પૂરું પાડે છે. બીજી શ્રેણીમાં પ્રવેશ્યા વગર અને વિમાનન વિસ્તારમાં થનારા વધારાની માળખાગત અસરોને ધ્યાનમાં લીધા વગર પણ, વિમાનન ઇકો સિસ્ટમમાં 0.13% ના દરે સ્ત્રોતોની પુન:ફાળવણી દ્વારા 0.87% વધેલી ક્ષમતા એ સારી નીતિને 6 ગણી તાકાત આપશે.

ઓછામાં ઓછી સરકારી દખલ, બજારલક્ષી પુનરાવર્તિત અભિગમ

UDAN માર્ગો માટેની બોલી વર્ષમાં બે વખત બોલાવવામાં આવશે. આ હરાજી એટલા માટે અનોખી છે કારણકે સરકાર એ નક્કી નથી કરતી કે ક્યા માર્ગો બોલી માટે ખુલ્લા મુકવામાં આવશે; આ નિર્ણય પોતાના માંગણી આધારિત મૂલ્યાંકનને ધ્યાનમાં લઈને એરલાઈન્સ ખુદ લેતી હોય છે. એક ખાસ સેક્ટર માટે જ્યારે કોઈ એરલાઈન્સ VGF બોલી લગાવે છે, ત્યારે એ માર્ગ પ્રતિબોલી માટે ખુલ્લો મુકવામાં આવે છે, એ જોવા માટે કે બજાર સબસીડીની જરૂરિયાત મુજબ સુધરી શકે છે કે નહીં જેથી બાદમાં એ પ્રમાણે તેનું કદ ઘટાડી શકાય.

ઓછામાં ઓછી સરકારી દખલ અને વધુમાં વધુ અસર દ્વારા UDAN એ PMના ‘હવાઈ ચપ્પલ નાગરિક માટે હવાઈ યાત્રા’ નું સ્વપ્ન જરૂરથી સાકાર કરશે.

UDANની બોલીના અનેકવિધ પુનરાવર્તન બાદ વિમાનન ઇકોસીસ્ટમક્યા કયો માર્ગ કાર્યરત થઇ શકે છે અને કયો નહીં તેના પર ડેટા ઉત્પાદન કરવાનું શરુ કરે છે. ઓપરેટર તેમજ માર્ગોનો પ્રવેશ તેમજ બહાર નીકળવાની પ્રકિયા પ્રાદેશિક વિમાનન બજાર જે પડકારો અને તકો ઉભા કરે છે તે સમજવાનું અને એક ધબકતી બજાર ઉભી કરવાનું વાતાવરણ બનાવશે. કેટલાક માર્ગો કોઈ એક પ્રકારના એરક્રાફ્ટ સાથે સંભવ નહીં હોય તો અલગ પ્રકારના સંજોગો અને સમય અનુસાર તેને નાના કે મોટા એરક્રાફ્ટ સાથે સંભવ બનાવી શકાશે. નિયમનકારી દ્રશ્યને ધ્યાનમાં લઈને ઘણું શીખવા અને બદલાવની જરૂરિયાત રહેશે. વધારે જવાબદાર પ્રાદેશિક વિમાનન બજાર માટે પુનરાવર્તિત અભિગમ પ્રયોગો તેમજ મજબુત પાયો નાખવાનું સંભવ કરશે.

લોકોની અપેક્ષા સાથે ઉદ્યોગને સાંકળવાની મદદગારની ભૂમિકા સરકાર ભજવશે. UDAN એ પ્રાદેશિક વિમાન કનેક્ટિવિટીને ત્વરિત શરૂઆત આપશે અને સમજદાર ભાવ દ્વારા સમગ્ર વિમાનન નેટવર્કને મજબુત બનાવશે. મુસાફરોને વધેલી વાયુ સેવાઓથી લાભ મળશે , એરલાઈન્સને મેટ્રો માર્ગોમાં વધારે મુસાફરો મળશે, અને ભારતને તેજગતીએ મળનારા આર્થિક વિકાસને લીધે ફાયદો મળશે અને રાષ્ટ્રીય એકતામાં વધારો થશે. ઓછામાં ઓછી સરકારી દખલ અને વધુમાં વધુ અસર દ્વારા UDAN એ PMના ‘હવાઈ ચપ્પલ નાગરિક માટે હવાઈ યાત્રા’ નું સ્વપ્ન જરૂરથી સાકાર કરશે.

(જયંત સિન્હા એ ભારતના રાજ્યકક્ષાના નગર વિમાનન મંત્રી છે અને હઝારીબાગ, ઝારખંડથી સંસદસભ્ય છે. આ તેમના અંગત મત છે.)

ઉપરોક્ત વિચારો લેખકના પોતાના છે અને નરેન્દ્ર મોદી વેબસાઈટ અને નરેન્દ્ર મોદી એપ આ વિચારોને આવશ્યકપણે  સમર્થન આપતી નથી.