પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ દિલ્હી એનસીઆર પ્રદેશમાં બે નવનિર્મિત એક્સપ્રેસવે દેશને સમર્પિત કર્યા. તેમાંના પ્રથમમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેના 14 લેન, એક્સેસ કંટ્રોલનાં પ્રથમ તબક્કાનો સમાવેશ થાય છે, કે જે નિજ઼ામુદ્દીન સેતુથી દિલ્હી – ઉત્તરપ્રદેશ સરહદને જોડે છે. દેશને સમર્પિત કરવામાં આવેલી બીજી પરિયોજના 135 કિલોમીટર લાંબી ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે (ઈપીઈ) છે કે જે કુંડલીથી લઇને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર પલવલને જોડે છે.

દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે એકવાર પૂર્ણ થઇ ગયા બાદ તે રાષ્ટ્રીય રાજધાનીથી દિલ્હી વચ્ચેના તેમજ પશ્ચિમ ઉત્તરપ્રદેશના અન્ય અનેક ભાગો તથા ઉત્તરાખંડ વચ્ચે મુસાફરીમાં લગતા સમયમાં નોંધપાત્ર રીતે ઘટાડો કરશે.

દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેનું ઉદઘાટન કર્યા બાદ પ્રધાનમંત્રીએ ધોરીમાર્ગનું નિરીક્ષણ કરતા કેટલાક કિલોમીટર સુધી ખુલ્લી જીપમાં તેના પર મુસાફરી કરી હતી જ્યાં નવનિર્મિત માર્ગ પર ઉભેલા લોકો દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

ઇસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસવે (ઈપીઈ) બે ઉદ્દેશ્યોને પુરા કરશે જેમાં દિલ્હી તરફ ન જઈ રહેલા ટ્રાફિકને અન્ય રસ્તે ફંટાવીને રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદુષણમાં ઘટાડો અને ભીડ ઓછી કરવાનો હેતુ છે.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેનું સંપૂર્ણ કાર્ય ખૂબ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઇસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ વે દિલ્હીના ટ્રાફિકને હળવો કરવામાં સહાયરૂપ બનશે. તેમણે કહ્યું કે લોકોના જીવન સ્તરને ઉપર ઉઠાવવા માટે આધુનિક માળખાગત સુવિધાઓની ઘણી અગત્યની ભૂમિકા છે. તેમણે માળખાગત બાંધકામમાં લેવામાં આવતા પગલાઓની રૂપરેખા આપી જેમાં રસ્તાઓ, રેલવે, જળમાર્ગો વગેરેનો સમાવેશ થાય છે. તેમણે માળખાગત બાંધકામના વિકાસની પ્રગતિમાં થયેલ વૃદ્ધિનું ઉદાહરણ આપ્યું.

મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં, પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કર્યું કે કઈ રીતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બાંધવામાં આવેલા શૌચાલયો અને ઉજ્જવલા યોજના હેઠળ એલપીજીના જોડાણો મહિલાઓના જીવનને સરળ બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે મુદ્રા યોજના હેઠળ આપવામાં આવેલ કુલ 13 કરોડ રૂપિયાના ધિરાણમાં 75 ટકાથી વધુ મહિલા ઉદ્યોગકારોને આપવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ અનુસુચિત જાતિ અને અન્ય પછાત વર્ગો માટે લેવામાં આવેલ પગલાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ વર્ષના કેન્દ્રીય બજેટમાં ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રની અર્થવ્યવસ્થાને મજબુત બનાવવા માટે 14 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
First multilingual Indian speech recognition model trained on 65 languages and dialects released

Media Coverage

First multilingual Indian speech recognition model trained on 65 languages and dialects released
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' પર વિભાજનથી પ્રભાવિત થયેલા લોકોના સાહસને યાદ કર્યું
August 14, 2026
પ્રધાનમંત્રીએ પરિશ્રમ અને માનવ પ્રયાસોના સામર્થ્ય પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું

પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે આ પરિસ્થિતિઓમાંથી બહાર આવીને, લોકોએ શૂન્યમાંથી પોતાના જીવનનું પુનઃનિર્માણ કર્યું, વિપરીત પરિસ્થિતિઓને સિદ્ધિઓમાં પરિવર્તિત કરી અને આપણા રાષ્ટ્રની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું. તેમણે અવલોકન કર્યું કે તેમની જીવનયાત્રા આપણને માનવીય જુસ્સાના સામર્થ્યની યાદ અપાવે છે. શ્રી મોદીએ આશા વ્યક્ત કરી હતી કે આ દિવસ આપણા રાષ્ટ્રમાં સદ્ભાવના અને ભાઈચારાને જાળવી રાખવાના આપણા સંકલ્પને વધુ દ્રઢ બનાવશે અને સામૂહિક રીતે 'વિકસિત ભારત'ના નિર્માણ તરફ કામ કરવા પ્રેરિત કરશે.

પ્રધાનમંત્રીએ તે તમામ દેશવાસીઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમણે તે ભયાનક સમયગાળામાંથી બહાર આવીને દેશની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પોતાના સાહસ અને સામર્થ્ય દ્વારા તેમણે દર્શાવ્યું કે પ્રતિકૂળ સંજોગોમાં પણ સંકલ્પો કેવી રીતે સિદ્ધ થાય છે. શ્રી મોદીએ દરેકને રાષ્ટ્રીય સદ્ભાવના અને એકતાની ભાવનાને વધુ મજબૂત કરવા આહ્વાન કર્યું હતું.

એક સુભાષિત શેર કરતાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કઠોર પરિશ્રમ, પુરુષાર્થ અને સમર્પિત પ્રયાસો દ્વારા જ વિવિધ કળાઓ, વિજ્ઞાન, તકનીકી કૌશલ્યો, હસ્તકલા અને નવીનતાઓનો વિકાસ થાય છે, જે સફળતાનો માર્ગ પ્રશસ્ત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે તેથી, વ્યક્તિએ ભાગ્ય પર નિર્ભર ન રહેવું જોઈએ; તેના બદલે સાહસ, પરિશ્રમ અને સતત પ્રયત્નો સાથે પોતાના લક્ષ્યો તરફ સતત આગળ વધવું જોઈએ, કારણ કે માનવ પ્રયાસો જ ભાગ્યનું નિર્માણ કરે છે.

X પરની શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં પ્રધાનમંત્રીએ લખ્યું:

"આજે આપણે #PartitionHorrorsRemembranceDay મનાવી રહ્યા છીએ. આપણે વિભાજનથી પ્રભાવિત થયેલા તમામ લોકોના સાહસને યાદ કરીએ છીએ. ઈતિહાસની આ એક એવી ક્ષણ હતી જેણે અનેકના જીવન છીનવી લીધા... પરિવારો વિખેરાઈ ગયા, સ્વજનો ગુમાવ્યા હતા અને અપાર દુઃખ સહન કરવું પડ્યું.

સાથે જ, આમાંથી બહાર આવીને, લોકોએ શૂન્યમાંથી પોતાના જીવનનું પુનઃનિર્માણ કર્યું, વિપરીત પરિસ્થિતિને સિદ્ધિઓમાં પરિવર્તિત કરી અને આપણા રાષ્ટ્રની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું. તેમની જીવનયાત્રા આપણને માનવીય જુસ્સાના સામર્થ્યની યાદ અપાવે છે.

આ દિવસ આપણા રાષ્ટ્રમાં સદ્ભાવના અને ભાઈચારાને જાળવી રાખવાના આપણા સંકલ્પને વધુ દ્રઢ બનાવે અને સામૂહિક રીતે વિકસિત ભારતના નિર્માણ તરફ કામ કરવા પ્રેરિત કરે."

“વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ પર તે તમામ દેશવાસીઓને હૃદયપૂર્વક શ્રદ્ધાજંલિ, જેમણે તે ભયાનક સમયમાંથી બહાર આવીને દેશની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું. તેમણે પોતાની હિંમત અને શક્તિથી બતાવ્યું કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ સંકલ્પો કેવી રીતે પૂર્ણ થાય છે.

उद्यमस्य प्रसादेन दृश्यन्ते विविधाः कलाः।

कातरा एव जल्पन्ति यद् भाव्यं तद् भविष्यति॥”

કઠોર પરિશ્રમ, પુરુષાર્થ અને સમર્પિત પ્રયાસો દ્વારા જ વિવિધ કળાઓ, વિજ્ઞાન, તકનીકી કૌશલ્યો, હસ્તકલા અને નવીનતાઓનો વિકાસ થાય છ, જે સફળતાનો માર્ગ પ્રશસ્ત કરે છે. તેથી, વ્યક્તિએ ભાગ્ય પર નિર્ભર ન રહેવું જોઈએ; તેના બદલે સાહસ, પરિશ્રમ અને સતત પ્રયત્નો સાથે પોતાના લક્ષ્યો તરફ સતત આગળ વધવું જોઈએ, કારણ કે માનવ પ્રયાસો જ ભાગ્યનું ઘડતર કરે છે.