પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સુશ્રી પેટોંગટાર્ન શિનાવાત્રાને થાઈલેન્ડના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા. શ્રી મોદીએ ભારત અને થાઈલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની આશા વ્યક્ત કરી હતી, જે સભ્યતાગત, સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના જોડાણના મજબૂત પાયા પર આધારિત છે.

શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:

“થાઇલેન્ડના પ્રધાનમંત્રી તરીકેની તમારી પસંદગી પર @ingshiનને અભિનંદન. ખૂબ જ સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ. ભારત અને થાઈલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે તમારી સાથે કામ કરવા માટે આતુર છું, જે સભ્યતાગત, સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના જોડાણના મજબૂત પાયા પર આધારિત છે.”