પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગીતા પ્રેસના પ્રમુખ રાધેશ્યામ ખેમકાજીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “ગીતા પ્રેસના પ્રમુખ અને સનાતન સાહિત્યને જન-જન સુધી પહોંચાડનારા રાધેશ્યામ ખેમકાજીના નિધનથી અત્યંત દુઃખ થયું છે. ખેમકાજી આજીવન વિવિધ સામાજિક કાર્યોમાં સક્રિય રહ્યા. શોકની આ પળે મારી સંવેદનાઓ તેમના પરિવારજનો અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ!”
गीता प्रेस के अध्यक्ष और सनातन साहित्य को जन-जन तक पहुंचाने वाले राधेश्याम खेमका जी के निधन से अत्यंत दुख हुआ है। खेमका जी जीवनपर्यंत विभिन्न सामाजिक कार्यों में सक्रिय रहे। शोक की इस घड़ी में मेरी संवेदनाएं उनके परिजनों और प्रशंसकों के साथ हैं। ओम शांति!
— Narendra Modi (@narendramodi) April 4, 2021