તબીબી માળખાકીય સુવિધાઓમાં ખાનગી રોકાણને વેગ આપવામાં આવશે
બાળકો માટે આરોગ્ય સંભાળ સુવિધાઓ મજબૂત કરવા પર વિશેષ ધ્યાન
ખેડૂતો, નાના ઉદ્યોગ-સાહસિકો અને સ્વરોજગાર લોકો માટે બહુવિધ પહેલ
આ પગલાંઓથી આર્થિક પ્રવૃત્તિઓ વેગવાન થશે, ઉત્પાદન અને નિકાસને બળ મળશે અને રોજગારીનું સર્જન થશે: પ્રધાનમંત્રી
આ પગલાંઓ અમારી સરકારની સતત સુધારાઓની પ્રતિબદ્ધતા દર્શાવે છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજે નાણાં મંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલા વિવિધ પગલાંઓથી દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ વેગવાન થશે, ઉત્પાદન અને નિકાસને બળ મળશે અને રોજગારીનું સર્જન થશે. આરોગ્ય સંભાળ, બાળકો માટે આરોગ્ય સંભાળ સુવિધાઓ, ખેડૂતો, નાના ઉદ્યોગ-સાહસિકો અને સ્વરોજગાર લોકો માટે લેવાયેલા પગલાં પણ તેમણે રેખાંકિત કર્યાં હતાં

શ્રેણીબદ્ધ ટવીટ્સમાં પ્રધાનમંત્રીએ આમ જણાવ્યું હતું.

 “FM @nsitharamantoday દ્વારા જાહેર કરવામાં આવેલા પગલાંઓથી ખાસ કરીને વંચિત વિસ્તારોમાં જાહેર આરોગ્ય સુવિધાઓ વધશે, તબીબી માળખાકીય સુવિધાઓમાં ખાનગી રોકાણને વેગ મળશે અને મહત્વપૂર્ણ માનવ સંસાધનમાં વૃદ્ધિ થશે. આપણા બાળકો માટે આરોગ્ય સંભાળ સુવિધાઓ મજબૂત કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

આપણા ખેડૂતોને મદદરૂપ થવા માટે મહત્વ આપવામાં આવ્યું છે. તેમના માટે બહુવિધ પહેલોની જાહેરાત કરવામાં આવી છે જેનાથી તેમના ખર્ચમાં ઘટાડો થશે અને તેમની આવકમાં વધારો થશે તેમજ કૃષિ પ્રવૃત્તિઓને ખૂબ સારી પ્રતિરોધકતા અને ટકાઉક્ષમતાનો આધાર મળશે.

નાના ઉદ્યોગ-સાહસિકો અને સ્વરોજગાર લોકો માટે વધુ સહકારની જાહેરાત કરવામાં આવી છે જેથી તેઓ પોતાની વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં ટકી શકે અને ભવિષ્યમાં વિસ્તરણ પણ કરી શકે. પર્યટન સાથે સંકળાયેલા હોય તેમના માટે નાણાકીય સહાય સહિતની કેટલીક પહેલો હાથ ધરવામાં આવી રહી છે.

આ પગલાંઓથી આર્થિક પ્રવૃત્તિને ઉત્તેજન મળશે, ઉત્પાદન અને નિકાસને બળ પ્રાપ્ત થશે અને રોજગારીનું સર્જન થશે. પરિણામ સાથે સંકળાયેલ પાવર વિતરણ યોજના અને PPP પરિયોજનાઓ માટે સુવ્યવસ્થિત પ્રક્રિયાઓ તેમજ અસ્કયામતોનું મુદ્રીકરણ સતત સુધારાઓ પ્રત્યે અમારી સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.”

 

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi becomes first world leader to cross 100 million Instagram followers

Media Coverage

PM Modi becomes first world leader to cross 100 million Instagram followers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Condoles the Passing of Shri Maroof Raza Ji
February 26, 2026

Prime Minister Narendra Modi has expressed grief over the passing of Shri Maroof Raza Ji, honoring his legacy in the fields of journalism.

The Prime Minister stated that Shri Maroof Raza Ji made a rich contribution to the world of journalism. He noted that Shri Raza enriched public discourse through his nuanced understanding of defence, national security, and strategic affairs.

Expressing his sorrow, the Prime Minister said he is pained by his passing and extended his condolences to his family and friends.
The Prime Minister shared on X:

“Shri Maroof Raza Ji made a rich contribution to the world of journalism. He enriched public discourse with his nuanced understanding of defence, national security as well as strategic affairs. Pained by his passing. Condolences to his family and friends”