"પગલાં ભરવાનો સમય અહીં અને અત્યારે જ છે"
"ભારત ગ્રીન એનર્જી પર પેરિસની પ્રતિબદ્ધતાઓને પરિપૂર્ણ કરનાર પ્રથમ જી20 દેશોમાંથી એક હતું"
"ગ્રીન હાઇડ્રોજન વિશ્વના ઊર્જા લેન્ડસ્કેપમાં એક આશાસ્પદ યોગદાન તરીકે ઉભરી રહ્યું છે"
"નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન નવીનતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ અને રોકાણને વેગ આપી રહ્યું છે"
"નવી દિલ્હી જી-20 લીડર્સ ડેક્લેરેશનમાં હાઇડ્રોજન પર પાંચ ઉચ્ચ-સ્તરીય સ્વૈચ્છિક સિદ્ધાંતો અપનાવવામાં આવ્યા છે જે એકીકૃત રોડમેપના નિર્માણમાં મદદ કરે છે"
"આ પ્રકારના મહત્વપૂર્ણ ક્ષેત્રમાં નેતૃત્વ કરવા અને સાથે મળીને કામ કરવા ડોમેન નિષ્ણાતો માટે મહત્વપૂર્ણ છે"
"ચાલો આપણે ગ્રીન હાઇડ્રોજનના વિકાસ અને અમલીકરણને વેગ આપવા માટે સાથે મળીને કામ કરીએ"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશના માધ્યમથી ગ્રીન હાઇડ્રોજન પર આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ગ્રીન હાઇડ્રોજન પરની બીજી આંતરરાષ્ટ્રીય પરિષદમાં તમામ મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરીને તેમના સંબોધનની શરૂઆત કરી હતી અને કહ્યું કે, વિશ્વ એક મહત્ત્વપૂર્ણ પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે વધતી જતી અનુભૂતિ પર ભાર મૂક્યો હતો કે, જળવાયુ પરિવર્તન એ માત્ર ભવિષ્યની બાબત નથી, પણ અત્યારે તેની અસર અનુભવી શકાય છે. શ્રી મોદીએ કહ્યું કે, "કાર્યવાહી કરવાનો સમય અહીં અને અત્યારે જ છે." તેમણે કહ્યું કે, ઊર્જાનું પરિવર્તન અને સ્થિરતા વૈશ્વિક નીતિગત ચર્ચા-વિચારણામાં કેન્દ્ર સ્થાને છે.

સ્વચ્છ અને હરિયાળા પૃથ્વીનું નિર્માણ કરવા માટે રાષ્ટ્રની પ્રતિબદ્ધતા પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, ભારત ગ્રીન એનર્જી પર પેરિસની કટિબદ્ધતાઓ પૂર્ણ કરનાર પ્રથમ જી-20 દેશોમાંનો એક છે. તેમણે કહ્યું કે, આ કટિબદ્ધતાઓ વર્ષ 2030નાં લક્ષ્યાંકથી 9 વર્ષ અગાઉ પૂર્ણ થઈ હતી. છેલ્લાં 10 વર્ષમાં થયેલી પ્રગતિ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતની સ્થાપિત બિન-અશ્મિભૂત ઇંધણની ક્ષમતામાં આશરે 300 ટકાનો વધારો થયો છે અને સૌર ઊર્જાની ક્ષમતાને 3,000 ટકાથી વધારે પ્રોત્સાહન મળ્યું છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, આપણે આ સિદ્ધિઓ પર નિર્ભર નથી અને દેશ વર્તમાન સમાધાનોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે નવા અને નવીન ક્ષેત્રો તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે કહ્યું હતું કે, અહીંથી જ ગ્રીન હાઇડ્રોજનનું ચિત્ર ઉપસી આવે છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું કે, "ગ્રીન હાઇડ્રોજન એ વિશ્વની ઊર્જા પરિદ્રશ્યમાં આશાસ્પદ વૃદ્ધિ તરીકે ઉભરી રહ્યો છે." તેમણે વધુમાં કહ્યું કે, તે એવા ઉદ્યોગોને ડિકાર્બોનાઇઝ કરવામાં મદદ કરી શકે છે, જેમનું વીજળીકરણ કરવું મુશ્કેલ છે. તેમણે રિફાઇનરીઓ, ખાતરો, સ્ટીલ, હેવી-ડ્યુટી ટ્રાન્સપોર્ટેશન અને અન્ય કેટલાંક ક્ષેત્રોનાં ઉદાહરણો આપ્યાં હતાં, જેમને તેનો લાભ મળશે. પીએમ મોદીએ એમ પણ સૂચવ્યું કે, ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ વધારાની નવીનીકરણીય ઉર્જા માટે સ્ટોરેજ સોલ્યુશન તરીકે થઈ શકે છે. વર્ષ 2023માં શરૂ થયેલા રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશનનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ તેને ગ્રીન હાઇડ્રોજનનાં ઉત્પાદન, ઉપયોગ અને નિકાસ માટે આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનાવવાનાં ભારતનાં લક્ષ્યાંકોની રૂપરેખા આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે, "નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન નવીનતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ અને રોકાણને વેગ આપી રહ્યું છે." તેમણે અત્યાધુનિક સંશોધન અને વિકાસમાં રોકાણ, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે ભાગીદારી તથા આ ક્ષેત્રના સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગસાહસિકો માટે પ્રોત્સાહન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ગ્રીન જોબ ઇકો-સિસ્ટમના વિકાસની મહાન સંભવિતતા પર પણ ભાર મૂક્યો હતો અને આ ક્ષેત્રમાં દેશના યુવાનો માટે કૌશલ્ય વિકાસ તરફ સરકારના પ્રયત્નો પર પ્રકાશ પાડ્યો હતો.

જળવાયુ પરિવર્તન અને ઊર્જા પરિવર્તનની વૈશ્વિક ચિંતાઓની નોંધ લઈને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પ્રકારની ચિંતાઓનો જવાબ વૈશ્વિક સ્તરે પણ હોવો જોઈએ. તેમણે ડીકાર્બોનાઇઝેશન પર ગ્રીન હાઇડ્રોજનની અસરને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારીની મહત્વપૂર્ણ જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું કે, ઉત્પાદનમાં વધારો કરવો, ખર્ચમાં ઘટાડો કરવો અને માળખાગત સુવિધાઓનું નિર્માણ સહકાર મારફતે ઝડપથી થઈ શકે છે. તેમણે ટેકનોલોજીને આગળ વધારવા માટે સંશોધન અને નવીનતામાં સંયુક્તપણે રોકાણ કરવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી. સપ્ટેમ્બર, 2023માં ભારતમાં આયોજિત જી-20 સમિટને યાદ કરીને પ્રધાનમંત્રીએ ગ્રીન હાઇડ્રોજન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની બાબત પર પ્રકાશ પાડ્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવી દિલ્હી જી-20 લીડર્સનાં જાહેરનામામાં હાઇડ્રોજન પર પાંચ ઉચ્ચ-સ્તરીય સ્વૈચ્છિક સિદ્ધાંતો અપનાવવામાં આવ્યાં છે, જે એકીકૃત રોડમેપ તૈયાર કરવામાં મદદ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, "આપણે બધાએ યાદ રાખવું જોઈએ – અત્યારે આપણે જે નિર્ણયો લઈએ છીએ, તે આપણી આવનારી પેઢીઓનું જીવન નક્કી કરશે."

 

પ્રધાનમંત્રી મોદીએ આજે ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રને આગળ વધારવામાં વધારે વૈશ્વિક સહકાર માટે અપીલ કરી હતી તથા આ ક્ષેત્રના નિષ્ણાતો અને વૈજ્ઞાનિક સમુદાયને આ માર્ગનું નેતૃત્વ કરવા અપીલ કરી હતી. ગ્રીન હાઇડ્રોજન ઉદ્યોગ સામેના પડકારોને પહોંચી વળવા માટે સામૂહિક કુશળતાની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે, "આવા નિર્ણાયક ક્ષેત્રમાં, ડોમેન નિષ્ણાતો માટે માર્ગનું નેતૃત્વ કરવું અને સાથે મળીને કામ કરવું મહત્વપૂર્ણ છે." પ્રધાનમંત્રીએ વૈજ્ઞાનિકો અને નવપ્રવર્તકોને જાહેર નીતિમાં ફેરફારો સૂચવવા પણ પ્રોત્સાહિત કર્યા હતા, જે આ ક્ષેત્રને વધુ ટેકો આપશે. શ્રી મોદીએ વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાયને પ્રશ્રો પૂછ્યું હતું કે, "શું આપણે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનમાં ઇલેક્ટ્રોલાઇઝર અને અન્ય ઘટકોની કાર્યદક્ષતા વધારી શકીએ? શું આપણે ઉત્પાદન માટે દરિયાના પાણી અને મ્યુનિસિપલના ગંદા પાણીના ઉપયોગની શોધ કરી શકીએ?" તેમણે આ પડકારોનું સમાધાન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, ખાસ કરીને જાહેર પરિવહન, શિપિંગ અને આંતરિક જળમાર્ગો માટે ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, "સંયુક્તપણે આ પ્રકારનાં વિષયોની ચર્ચા કરવાથી સમગ્ર દુનિયામાં હરિત ઊર્જાનાં પરિવર્તનમાં ઘણી મદદ મળશે." પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગ્રીન હાઇડ્રોજન પર બીજી આંતરરાષ્ટ્રીય પરિષદ જેવા મંચો આ મુદ્દાઓ પર અર્થપૂર્ણ આદાનપ્રદાનને વેગ આપશે.

 

પડકારોનો સામનો કરવા માટે માનવતાના ઇતિહાસનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું કે, "દરેક વખતે આપણે સામૂહિક અને નવીનતાપૂર્ણ સમાધાનો મારફતે પ્રતિકૂળતાઓમાંથી બહાર આવ્યા છીએ." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સામૂહિક કામગીરી અને નવીનતાની સમાન ભાવના વિશ્વને સ્થાયી ભવિષ્ય માટે માર્ગદર્શન આપશે. શ્રી મોદીએ ગ્રીન હાઇડ્રોજનના વિકાસ અને ઉપયોગને વેગ આપવા વૈશ્વિક પ્રયાસોને વેગ આપવા અપીલ કરતાં કહ્યું કે, "જ્યારે આપણે સાથે હોઈએ ત્યારે આપણે કંઈપણ પ્રાપ્ત કરી શકીએ છીએ." સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ ગ્રીન હાઇડ્રોજન પરની બીજી આંતરરાષ્ટ્રીય પરિષદના તમામ સહભાગીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું, "ચાલો આપણે ગ્રીન હાઇડ્રોજનના વિકાસ અને ઉપયોગમાં વેગ આપવા માટે સાથે મળીને કામ કરીએ," તેમણે એક હરિયાળી અને વધુ ટકાઉ વિશ્વના નિર્માણમાં સહયોગની જરૂરિયાત પર ભાર આપ્યો.

 

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM's Vision Turns Into Reality As Unused Urban Space Becomes Sports Hubs In Ahmedabad

Media Coverage

PM's Vision Turns Into Reality As Unused Urban Space Becomes Sports Hubs In Ahmedabad
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi shares Rashtrapati Ji's inspiring address on the eve of 76th Republic Day
January 25, 2025

The Prime Minister Shri Narendra Modi today thanked Rashtrapati ji for an inspiring address to the nation ahead of the Republic Day. He remarked that the President highlighted many subjects and emphasised the greatness of our Constitution and the need to keep working towards national progress.

Responding to a post by President of India handle on X, Shri Modi wrote:

“An inspiring address by Rashtrapati Ji, in which she highlights many subjects and emphasises the greatness of our Constitution and the need to keep working towards national progress.”