પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ન્યુયોર્ક, યુએસએમાં ભારતીય અમેરિકન ગાયિકા, સંગીતકાર અને ગ્રેમી એવોર્ડ વિજેતા સુશ્રી ફાલ્ગુની શાહને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ સુશ્રી શાહની તેમના ગીત ‘અબાઉન્ડન્સ ઇન મિલેટ્સ’ માટે પ્રશંસા કરી હતી જે તંદુરસ્ત અને પર્યાવરણને અનુકૂળ બાજરી વિશે જાગૃતિ ફેલાવે છે. પ્રધાનમંત્રીએ તેમના સંગીત દ્વારા ભારત અને યુએસએના લોકોને એકસાથે લાવવા બદલ તેમની પ્રશંસા પણ કરી હતી.


