પ્રધાનમંત્રીએ યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી મહામહિમ કીર સ્ટારમરનું તેમની ઐતિહાસિક પ્રથમ ભારત મુલાકાત પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમની સાથે યુકેનું અત્યાર સુધીનું સૌથી મોટું વ્યાપારિક પ્રતિનિધિમંડળ પણ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ભારત અને યુકે વચ્ચે મજબૂત અને પરસ્પર સમૃદ્ધ ભવિષ્યના આપણા સહિયારા દ્રષ્ટિકોણને આગળ વધારવા માટે આવતીકાલે તેમની મુલાકાતની રાહ જોઈ રહ્યાં છે. શ્રી મોદીએ X પર લખ્યું;
"યુકેના સૌથી મોટા વ્યાપારી પ્રતિનિધિમંડળ સાથે ભારતની તેમની ઐતિહાસિક પ્રથમ મુલાકાત પર પ્રધાનમંત્રી કીર સ્ટારમરનું સ્વાગત છે. એક મજબૂત અને પરસ્પર સમૃદ્ધ ભવિષ્યના આપણા સહિયારા દ્રષ્ટિકોણને આગળ વધારવા માટે આવતીકાલે મળનારી આપણી બેઠકની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું.
@Keir_Starmer”
Welcome Prime Minister Keir Starmer on your historic first visit to India with the largest ever trade delegation from the UK. Looking forward to our meeting tomorrow for advancing our shared vision of a stronger, mutually prosperous future. @Keir_Starmer pic.twitter.com/Sv29sZ6dzj
— Narendra Modi (@narendramodi) October 8, 2025


