પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, ઇઝરાયેલના પ્રધાનમંત્રી મહામહિમ બેન્જામિન નેતન્યાહુની સાથે, 25 ફેબ્રુઆરી, 2026 ના રોજ અનેક ક્ષેત્રોમાં અગ્રણી ઇઝરાયેલી ઇનોવેશન્સ પ્રદર્શિત કરતા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ પ્રદર્શનમાં એગ્રી-ટેક, વોટર-ટેક, ક્લાઇમેટ-ટેક, હેલ્થ-બાયોટેક, સ્માર્ટ મોબિલિટી, AI, સાયબર સિક્યુરિટી અને ક્વોન્ટમ ટેકનોલોજીમાં વિશેષતા ધરાવતી અગ્રણી કંપનીઓ અને સંશોધન સંસ્થાઓ દર્શાવવામાં આવી હતી.

ઇનોવેશન અને ટેક ભાગીદારી એ ભારત-ઇઝરાયેલ દ્વિપક્ષીય સંબંધોનો મુખ્ય સ્તંભ છે. બંને દેશો "India-Israel Innovation Bridge" પહેલ દ્વારા આધુનિક સમયના પડકારોને પહોંચી વળવા ઉકેલો બનાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. મુલાકાત (walk-through દરમિયાન, પ્રધાનમંત્રીએ નીચેની કંપનીઓ/સંસ્થાઓના વૈજ્ઞાનિકો, ટેક-ઉદ્યોગસાહસિકો અને CEOs સાથે વાતચીત કરી હતી:

- ક્વોન્ટમ અને ડીપ ટેક: પ્રધાનમંત્રીને Quantum Machines દ્વારા ઇઝરાયેલી ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સેન્ટર (IQCC) વિશે અને Classiq દ્વારા બ્રીફિંગ આપવામાં આવ્યું હતું, જે ક્વોન્ટમ સોફ્ટવેર ડેવલપમેન્ટને સરળ બનાવી રહ્યું છે.
- હેલ્થ-ટેક અને AI: AISAP, એક સ્ટાર્ટ-અપ, તેના AI-સંચાલિત પોઈન્ટ-ઓફ-કેર અલ્ટ્રાસાઉન્ડનું નિદર્શન કર્યું હતું, જે રીઅલ-ટાઇમ નિદાન માર્ગદર્શન પૂરું પાડે છે. ઇઝરાયેલના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના હોરાઇઝન સ્કેનિંગ વિભાગે વ્યૂહાત્મક જોખમ શોધવા અને વલણ વિશ્લેષણ માટે AI-આધારિત સાધન "Tech Scout" રજૂ કર્યું હતું.
- સ્માર્ટ મોબિલિટી: Mobileye, એક ટેક-એન્ટરપ્રાઇઝ, માર્ગ અકસ્માતો ઘટાડવા માટેના તેના સેન્સર અને ચિપ ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું હતું.
- સાયબર સિક્યુરિટી: Check Point Software Technologies એ તેના અદ્યતન જોખમ નિવારણ સોલ્યુશન્સ અને ભારતમાં તેના સહયોગ પર પ્રકાશ પાડ્યો હતો.
- પાણી અને કૃષિ: પ્રદર્શિત સોલ્યુશન્સ સ્થિરતા (sustainability) માં ઇનોવેશન્સ પર કેન્દ્રિત હતા. WaterGen એ હવામાંથી પીવાનું પાણી ઉત્પન્ન કરવાની તેની ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું હતું, જ્યારે N-Drip એ ગુરુત્વાકર્ષણ-સંચાલિત માઇક્રો-ઇરિગેશન સિસ્ટમ્સ પ્રદર્શિત કરી હતી. Natural Offset Farming (NOF) એ વીજળી વિના ખોરાકનો બગાડ ઘટાડવા માટે ઇન-ફિલ્ડ પોસ્ટ-હાર્વેસ્ટ સોલ્યુશન્સ રજૂ કર્યા હતા.
- ક્લાઇમેટ અને બાયો-ટેક: Remilk એ લેબમાં ઉત્પાદિત દૂધના પ્રોટીન માટે પ્રિસિઝન ફર્મેન્ટેશનનું પ્રદર્શન કર્યું હતું, અને BarAlgae એ મશીન-લર્નિંગ-ઇન્ટિગ્રેટેડ માઇક્રોએલ્ગી ખેતી રજૂ કરી હતી. Mynora Bio એ વિશિષ્ટ બાયો-કન્વર્ઝન એડિટિવ્સનો ઉપયોગ કરીને પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપનનું પ્રદર્શન કર્યું હતું.
- ઊર્જા અને કુદરતી સંસાધનો: જિયોફિઝિકલ ઇન્સ્ટિટ્યૂટ (GII) એ ખનિજ સંસાધનોની માત્રા નક્કી કરવા માટે હાઇ-રિઝોલ્યુશન મોડેલિંગનું પ્રદર્શન કર્યું હતું.
- અવકાશ: ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝે તેના લઘુચિત્ર સંચાર ઉપગ્રહો અને સંકલિત સિન્થેટિક એપરચર રડાર [SAR] રજૂ કર્યા હતા.

ઇનોવેટર્સ સાથેની તેમની વાતચીત દરમિયાન, પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે પ્રદર્શનમાં રહેલી અત્યાધુનિક ટેકનોલોજી ભારત-ઇઝરાયેલ ઇનોવેશન, સ્ટાર્ટ-અપ્સ અને બિઝનેસ ભાગીદારીને ખાસ કરીને કૃષિ, જળ વ્યવસ્થાપન, આરોગ્ય સંભાળ અને ડિજિટલ સેવાઓ જેવા ક્ષેત્રોમાં વધારવા માટે અપાર સંભાવનાઓ ધરાવે છે. તેમણે કંપનીઓને ભારતમાં રોકાણ કરવા, ઉત્પાદન કરવા અને ટેકનોલોજી ભાગીદારી બનાવવા માટેની તકો શોધવા આમંત્રણ આપ્યું હતું.
Yesterday in Jerusalem, PM Netanyahu and I visited an exhibition which showcased special innovations from the world of technology. Got a glimpse of pioneering work by Israeli youth in areas such as AI, Quantum, healthcare, cyber security, water resources, agriculture and more.… pic.twitter.com/xNdJxcGKS2
— Narendra Modi (@narendramodi) February 26, 2026
אתמול בירושלים , רוה"מ נתניהו ואני ביקרנו בתערוכה שהציגה מוצרי חדשנות מיוחדים מעולם הטכנולוגיה . קיבלתי הצצה לעבודות חלוציות של ישראלים צעירים בתחומי ה AI, קוונטום, בריאות, ביטחון סייבר, מקורות מים, חקלאות ועוד. עודדתי את החברות הישראליות להשקיע בהודו ולעבוד בשיתוף עם הצעירים… pic.twitter.com/qt1I4of4Z7
— Narendra Modi (@narendramodi) February 26, 2026


