પ્રધાનમંત્રી જયપુરમાં ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનું સ્વાગત કરશે
પ્રધાનમંત્રી બુલંદશહરમાં રૂ. 19,100 કરોડથી વધારે મૂલ્યની વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે
રેલવે, રોડ, ઓઇલ અને ગેસ તથા શહેરી વિકાસ અને આવાસ સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને લોકાર્પણ કરવામાં આવશે
પ્રધાનમંત્રી –ગતિશક્તિ અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગ્રેટર નોઇડામાં ઇન્ટિગ્રેટેડ ઔદ્યોગિક ટાઉનશિપ દેશને અર્પણ કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 જાન્યુઆરીનાં રોજ ઉત્તરપ્રદેશમાં બુલંદશહર અને રાજસ્થાનનાં જયપુરની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી બપોરે લગભગ 1:45 વાગ્યે બુલંદશહરમાં રૂ. 19,100 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે અને દેશને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ રેલવે, રોડ, ઓઇલ અને ગેસ તથા શહેરી વિકાસ અને હાઉસિંગ જેવા કેટલાંક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો સાથે સંબંધિત છે.

પ્રધાનમંત્રી સાંજે લગભગ 5:30 વાગે જયપુરમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનું સ્વાગત કરશે. પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે જંતર-મંતર અને હવા મહેલ સહિત શહેરમાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતાં વિવિધ સ્થળોની મુલાકાત લેશે.

ઉત્તરપ્રદેશમાં કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે બંને સ્ટેશનો પરથી માલગાડીઓને લીલી ઝંડી આપીને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ડીએફસી) પર ન્યૂ ખુર્જા-ન્યૂ રેવાડી વચ્ચે 173 કિલોમીટરની લંબાઈ ધરાવતો ડબલ લાઇનનો ઇલેક્ટ્રિફાઇડ સેક્શન દેશને અર્પણ કરશે. આ નવો ડી.એફ.સી. વિભાગ મહત્વપૂર્ણ છે કારણ કે તે પશ્ચિમી અને પૂર્વી ડીએફસી વચ્ચે નિર્ણાયક જોડાણ સ્થાપિત કરે છે. વધુમાં, આ વિભાગ તેના ઇજનેરીના નોંધપાત્ર પરાક્રમ માટે પણ જાણીતો છે. તે 'એક કિલોમીટર લાંબી ડબલ લાઇન રેલ ટનલ ધરાવે છે, જેમાં હાઇ રાઇઝ ઇલેક્ટ્રિફિકેશન છે', જે વિશ્વમાં આ પ્રકારની પ્રથમ છે. આ ટનલને ડબલ-સ્ટેક કન્ટેનર ટ્રેનોનું અવિરત સંચાલન કરવા માટે બનાવવામાં આવી છે. આ નવો ડીએફસી વિભાગ ડીએફસી ટ્રેક પર માલગાડીઓના સ્થળાંતરને કારણે પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં સુધારો કરવામાં મદદ કરશે.

પ્રધાનમંત્રી મથુરા-પલવલ સેક્શન અને ચિપિયાણા બુઝુર્ગ-દાદરી સેક્શનને જોડતી ચોથી લાઇન પણ દેશને અર્પણ કરશે. આ નવી લાઇનો રાષ્ટ્રીય રાજધાનીનાં દક્ષિણ પશ્ચિમ અને પૂર્વ ભારત સાથેનાં રેલવે જોડાણમાં સુધારો કરશે.

પ્રધાનમંત્રી દેશને વિવિધ માર્ગ વિકાસલક્ષી પરિયોજનાઓ સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ્સમાં અલીગઢથી ભાડવાસ ફોર લેનિંગ કામ પેકેજ- 1 (રાષ્ટ્રીય રાજમાર્ગ–34નાં અલીગઢ-કાનપુર સેક્શનનો ભાગ) સામેલ છે. મેરઠથી કરનાલ સરહદને શામલી થઈને પહોળી કરવી (એનએચ-709એ); અને રાષ્ટ્રીય રાજમાર્ગ – 709 એડી પેકેજ – 2નો શામલી-મુઝફ્ફરનગર વિભાગનું ફોર લેનિંગ કરવામાં આવશે. રોડ પ્રોજેક્ટ્સ. રૂ. 5,000 કરોડથી વધારેના ખર્ચે વિકસાવવામાં આવેલા આ રોડ પ્રોજેક્ટ્સ કનેક્ટિવિટીમાં સુધારો કરશે અને આ વિસ્તારમાં આર્થિક વિકાસમાં મદદ કરશે.

કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ઇન્ડિયન ઓઇલની ટુંડલા-ગવારિયા પાઇપલાઇનનું ઉદઘાટન પણ કરશે. લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ 255 કિલોમીટર લાંબો પાઈપલાઈન પ્રોજેક્ટ નિર્ધારિત સમય કરતા ઘણો વહેલો પૂરો થઈ ગયો છે. આ પ્રોજેક્ટથી મથુરા અને ટુંડલામાં પમ્પિંગ સુવિધાઓ સાથે બરૌની-કાનપુર પાઇપલાઇનનાં ટુંડલાથી ગવારિયા ટી-પોઇન્ટ સુધી પેટ્રોલિયમ ઉત્પાદનોનાં પરિવહનમાં મદદ મળશે તથા ટુંડલા, લખનઉ અને કાનપુરમાં ડિલિવરીની સુવિધા ઊભી થશે.

પ્રધાનમંત્રી ગ્રેટર નોઇડામાં ઇન્ટિગ્રેટેડ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશિપ (આઇઆઇટીજીએન) દેશને પણ સમર્પિત કરશે. તેને પ્રધાનમંત્રી-ગતિશક્તિ હેઠળ માળખાગત કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સના સંકલિત આયોજન અને સંકલિત અમલીકરણના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ વિકસાવવામાં આવ્યું છે. રૂ. 1,714 કરોડનાં ખર્ચે નિર્મિત આ પ્રોજેક્ટ 747 એકરમાં ફેલાયેલો છે અને દક્ષિણમાં ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે અને પૂર્વમાં દિલ્હી-હાવડા બ્રોડગેજ રેલવે લાઇન સાથે ઇસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનાં આંતરછેદ નજીક સ્થિત છે. આઇઆઇટીજીએનનું વ્યૂહાત્મક સ્થાન અપ્રતિમ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે, કારણ કે મલ્ટિ મોડલ કનેક્ટિવિટી માટે અન્ય માળખાગત સુવિધાઓ આ પ્રોજેક્ટની આસપાસમાં ઉપલબ્ધ છે, જેમાં નોઇડા-ગ્રેટર નોઇડા એક્સપ્રેસવે (5 કિમી), યમુના એક્સપ્રેસવે (10 કિમી), દિલ્હી એરપોર્ટ (60 કિલોમીટર), જેવર એરપોર્ટ (40 કિમી), અજૈબપુર રેલવે સ્ટેશન (0.5 કિમી) અને ન્યૂ દાદરી ડીએફસીસી સ્ટેશન (10 કિમી)નો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ આ વિસ્તારમાં ઔદ્યોગિક વૃદ્ધિ, આર્થિક સમૃદ્ધિ અને સ્થાયી વિકાસને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે.

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નવીનીકરણ પામેલી મથુરા સુએઝ યોજનાનું ઉદઘાટન પણ કરશે, જેમાં આશરે રૂ. 460 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી)નું નિર્માણ સામેલ છે. આ કામમાં મસાણી ખાતે 30 એમએલડી એસટીપીનું નિર્માણ, ટ્રાન્સ યમુના ખાતે હાલના 30 એમએલડીનું પુનર્વસન અને મસાણી ખાતે 6.8 એમએલડી એસટીપીનું પુનર્વસન અને 20 એમએલડી ટીટીઆરઓ પ્લાન્ટ (તૃતીયક સારવાર અને રિવર્સ ઓસ્મોસિસ પ્લાન્ટ)નું નિર્માણ સામેલ છે. પ્રધાનમંત્રી મુરાદાબાદ (રામગંગા) સુએઝ સિસ્ટમ અને એસટીપીના કામો (ફેઝ 1)નું ઉદઘાટન પણ કરશે. આશરે રૂ. 330 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ પ્રોજેક્ટમાં 58 એમએલડી એસટીપી, આશરે 264 કિલોમીટરનું સુએઝ નેટવર્ક અને મુરાદાબાદમાં રામગંગા નદીના પ્રદૂષણને દૂર કરવા માટે નવ સુએજ પમ્પિંગ સ્ટેશનનો સમાવેશ થાય છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Digital dominance: UPI tops global real-time payments with 49% share; govt tells Lok Sabha

Media Coverage

Digital dominance: UPI tops global real-time payments with 49% share; govt tells Lok Sabha
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Highlights Sanskrit Wisdom in Doordarshan’s Suprabhatam
December 09, 2025

Prime Minister Shri Narendra Modi today underscored the enduring relevance of Sanskrit in India’s cultural and spiritual life, noting its daily presence in Doordarshan’s Suprabhatam program.

The Prime Minister observed that each morning, the program features a Sanskrit subhāṣita (wise saying), seamlessly weaving together values and culture.

In a post on X, Shri Modi said:

“दूरदर्शनस्य सुप्रभातम् कार्यक्रमे प्रतिदिनं संस्कृतस्य एकं सुभाषितम् अपि भवति। एतस्मिन् संस्कारतः संस्कृतिपर्यन्तम् अन्यान्य-विषयाणां समावेशः क्रियते। एतद् अस्ति अद्यतनं सुभाषितम्....”