સાહિબજાદાના અનુકરણીય સાહસ વિશે નાગરિકોને માહિતગાર કરવા અને શિક્ષિત કરવા માટે દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 ડિસેમ્બર, 2023ના રોજ સવારે 10:30 કલાકે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે 'વીર બાલ દિવસ' નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં સહભાગી થશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી દિલ્હીમાં યુવાનો દ્વારા કરવામાં આવનાર માર્ચ-પાસ્ટને પણ લીલી ઝંડી આપશે.

આ દિવસની ઉજવણી કરવા માટે, સરકાર નાગરિકો, ખાસ કરીને નાના બાળકોને, સાહિબજાદાઓના અનુકરણીય સાહસની ગાથા વિશે માહિતગાર કરવા અને શિક્ષિત કરવા માટે દેશભરમાં સહભાગી કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. સાહિબજાદાઓની જીવન કથા અને બલિદાનની વિગતો આપતું ડિજિટલ પ્રદર્શન દેશભરની શાળાઓ અને બાળ સંભાળ સંસ્થાઓમાં પ્રદર્શિત કરવામાં આવશે. 'વીર બાલ દિવસ' પરની એક ફિલ્મ પણ દેશભરમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ ઓનલાઇન સ્પર્ધાઓ જેવી કે ઇન્ટરેક્ટિવ ક્વિઝનું પણ આયોજન થશે, જેનું આયોજન એમવાયભારત અને માયગોવ પોર્ટલ મારફતે કરવામાં આવશે.

9 જાન્યુઆરી, 2022ના રોજ શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પૂરબના દિવસે પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ ગોવિંદસિંહના પુત્રો સાહિબજાદા બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહસિંહજીની શહાદતના પ્રતીક રૂપે 26 ડિસેમ્બરને 'વીર બાલ દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Technical textiles critical to footwear sector

Media Coverage

Technical textiles critical to footwear sector
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 29 એપ્રિલ 2026
April 29, 2026

Leadership That Plays, Builds & Delivers: PM Modi’s Vision Igniting Youth, Women & Northeast India