આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી અરવિંદનાં સન્માનમાં સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બર, 2022ના રોજ સાંજે 5 વાગ્યે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે શ્રી અરવિંદની 150મી જન્મજયંતીની ઉજવણીના કાર્યક્રમમાં સહભાગી થશે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પુડુચેરીના કંબન કલાઈ સંગમમાં આયોજિત આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી અરવિંદનાં માનમાં એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડશે. તેઓ આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધન પણ કરશે, જેમાં દેશભરના શ્રી અરવિંદના અનુયાયીઓ સામેલ થશે.

15 ઑગસ્ટ, 1872ના રોજ જન્મેલા શ્રી અરવિંદ એક સ્વપ્નદ્રષ્ટા હતા, જેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કાયમી યોગદાન આપ્યું હતું. આઝાદીનાં 75 વર્ષ નિમિત્તે ભારતના લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવપૂર્ણ ઇતિહાસની ઉજવણી કરવાનો પ્રયાસ - આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશભરમાં એક વર્ષ લાંબી પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરીને શ્રી અરવિંદની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Vietnam group to invest $8.5 billion in Maharashtra

Media Coverage

Vietnam group to invest $8.5 billion in Maharashtra
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 8 એપ્રિલ 2026
April 08, 2026

Bold Vision, Tangible Wins: PM Modi’s India Leads in AI, EVs, Nuclear & Inclusive Entrepreneurship