પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે 1લી નવેમ્બર, 2023ના રોજ સાંજે લગભગ 4:30 વાગ્યે ભારતની એશિયન પેરા ગેમ્સની ટુકડી સાથે વાર્તાલાપ અને સંબોધન કરશે.

આ કાર્યક્રમ એશિયન પેરા ગેમ્સ 2022માં રમતવીરોને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ અભિનંદન આપવા અને ભવિષ્યની સ્પર્ધાઓ માટે પ્રોત્સાહિત કરવાનો પ્રધાનમંત્રીનો પ્રયાસ છે. ભારતે એશિયન પેરા ગેમ્સ 2022માં 29 ગોલ્ડ મેડલ સહિત કુલ 111 મેડલ જીત્યા હતા. એશિયન પેરા ગેમ્સ 2022માં કુલ મેડલ ટેલીમાં અગાઉના શ્રેષ્ઠ પ્રદર્શન (2018માં) કરતાં 54%નો વધારો જોવા મળ્યો હતો; અને જીતેલા 29 સુવર્ણ ચંદ્રકો 2018માં જીત્યા કરતા લગભગ બમણા છે.

આ કાર્યક્રમમાં ખેલાડીઓ, તેમના કોચ, પેરાલિમ્પિક કમિટી ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના અધિકારીઓ, નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રતિનિધિઓ અને યુવા બાબતો અને રમત મંત્રાલયના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

 

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's exports growth momentum continues, services trade at all-time high in 2023-24

Media Coverage

India's exports growth momentum continues, services trade at all-time high in 2023-24
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 16 એપ્રિલ 2024
April 16, 2024

Viksit Bharat – PM Modi’s vision for Holistic Growth