પ્રધાનમંત્રી વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને CBIના શ્રેષ્ઠ તપાસ અધિકારીઓને સુવર્ણચંદ્રક એનાયત કરશે
પ્રધાનમંત્રી સીબીઆઈના ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશન વર્ષ નિમિત્તે પોસ્ટેજ સ્ટેમ્પ અને સ્મારક સિક્કાનું વિમોચન કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3જી એપ્રિલે વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે બપોરે 12 વાગ્યે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે.

કાર્યક્રમ દરમિયાન, વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને સીબીઆઈના શ્રેષ્ઠ તપાસ અધિકારીઓ, સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરનારાઓ માટે એક ઇન્વેસ્ટિચર સમારોહ યોજવામાં આવશે જેમાં પ્રધાનમંત્રી પુરસ્કામેળવનારાઓને મેડલ એનાયત કરશે. પ્રધાનમંત્રી શિલોંગ, પુણે અને નાગપુર ખાતે સીબીઆઈના નવનિર્મિત કાર્યાલય સંકુલનું પણ ઉદ્ઘાટન કરશે. તેઓ સીબીઆઈના ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશન વર્ષને ચિહ્નિત કરતી પોસ્ટેજ સ્ટેમ્પ અને સ્મારક સિક્કો બહાર પાડશે. તેઓ સીબીઆઈનું ટ્વીટર હેન્ડલ પણ લોન્ચ કરશે.

કેન્દ્રીય તપાસ બ્યુરોની સ્થાપના 1લી એપ્રિલ, 1963ના રોજ ભારત સરકારના ગૃહ મંત્રાલયના ઠરાવ દ્વારા કરવામાં આવી હતી.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
IndiaAI Mission-backed startup Avataar launches indigenous video AI model

Media Coverage

IndiaAI Mission-backed startup Avataar launches indigenous video AI model
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 13 જૂન 2026
June 13, 2026

Viksit Bharat Accelerating: Tech, Defense, Infra & Exports Power India's Global Leap Under the Leadership of PM Modi