15 નવેમ્બર-ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવશે
આદિવાસી સંસ્કૃતિ અને ઇતિહાસને જાળવવા અને ઉત્તેજન આપવામાં આ મ્યુઝિયમ મહત્વની ભૂમિકા અદા કરશે
આ સંગ્રહાલયમાં ભગવાન બિરસા મુંડાની 25 ફિટની પ્રતિમા હશે
અન્ય આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓનાં યોગદાનને પણ ઉજાગર કરાશે

ભારત સરકારે જાહેરાત કરી છે કે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવામં આવશે. આ અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રાંચી ખાતે 15મી નવેમ્બરે સવારે 9:45 કલાકે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ભગવાન બિરસા મુંડા સ્મૃતિ ઉદ્યાન સહ સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયનું ઉદઘાટન કરશે.

પ્રધાનમંત્રીએ હંમેશા આદિવાસી સમુદાયોનાં યોગદાન, ખાસ જરીને ભારતીય સ્વતંત્રતા સંગ્રામ કાજે એમનાં બલિદાન પર ભાર મૂક્યો છે. 2016માં પોતાના સ્વતંત્રતા દિવસના ઉદબોધનમાં તેમણે ભારતની આઝાદીના સંઘર્ષમાં આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓએ ભજવેલી ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને વીર આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓની સ્મૃતિમાં સમર્પિત સંગ્રહાલયોનાં નિર્માણની કલ્પના કરી હતી જેથી આવનારી પેઢીઓ દેશ માટે એમનાં બલિદાન વિશે જાણી શકે. આદિવાસી બાબતોનાં મંત્રાલયે અત્યાર સુધીમાં દસ આદિવાસી સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયોનાં નિર્માણને મંજૂરી આપી છે. આ સંગ્રહાલયો વિવિધ રાજ્યો અને પ્રદેશોથી આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓની સ્મૃતિને હ્રદયમાં સાચવશે.

ભગવાન બિરસા મુંડા સ્મૃતિ ઉદ્યાન સહ સ્વતંત્રતા સેનાની સંગ્રહાલય રાંચીમાં ભગવાન બિરસા મુંડાએ જ્યાં પોતાનાં જીવનનું બલિદાન આપ્યું એ જૂની મધ્યસ્થ જેલ ખાતે ઝારખંડની રાજ્ય સરકાર સાથે સહયોગમાં નિર્માણ પામ્યું છે. તે દેશ માટે અને આદિવાસી સમુદાયો માટે  એમનાં બલિદાનને શ્રદ્ધાંજલિ તરીકે સેવા આપશે. આ સંગ્રહાલય આદિવાસી સંસ્કૃતિ અને ઇતિહાસને સાચવવા અને એને ઉત્તેજન આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આદિવાસીઓએ જે રીતે એમનાં વન, જમીન અધિકારો, એમની સંસ્કૃતિના રક્ષણ માટે સંઘર્ષ કર્યો એ પથનું પણ નિદર્શન કરશે અને દેશ માટે મહત્વના એવાં એમની વીરતા અને બલિદાનોને પ્રદર્શિત કરશે.

ભગવાન બિરસા મુંડાની સાથે આ સંગ્રહાલય શહીદ બુધુ ભગત, સિંધુ-કાંહુ, નિલાંબર-પીતાંબર, દિવા-કિસુન, તેલંગા ખાડિયા, ગયા મુંડા, જાત્રા ભગત, પોટો એચ, ભગીરથ માંઝી, ગંગા નારાયણ સિંહ જેવી અન્ય આદિવાસી ચળવળો સાથે સંકળાયેલા અન્ય આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓને પણ ઉજાગર કરશે. આ સંગ્રહાલયમાં ભગવાન બિરસા મુંડાની 25 ફિટની પ્રતિમા અને પ્રદેશના અન્ય સ્વતંત્રતા સેનાનીઓની 9 ફિટની પ્રતિમા પણ હશે.

સ્મૃતિ ઉદ્યાન નજીકના 25 એકરમાં વિકસાવાયું છે અને એમાં સંગીતમય ફૂવારો, ફૂડ કૉર્ટ, ચિલ્ડ્રન પાર્ક, ઇનફિનિટી પૂલ, ગાર્ડન અને મનોરંજનની અન્ય સુવિધાઓ હશે.

કેન્દ્રીય આદિવાસી બાબતોના મંત્રી પણ આ કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત રહેશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India launches ORV Sagar Manthan, boosting ocean research fleet

Media Coverage

India launches ORV Sagar Manthan, boosting ocean research fleet
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister expresses grief over loss of lives in mishap in Nanded
September 11, 2026
Prime Minister announces ex-gratia from PMNRF

The Prime Minister, Shri Narendra Modi has expressed grief over the loss of lives due to a mishap in Nanded, Maharashtra.

The Prime Minister conveyed his thoughts to the bereaved families in this hour of grief and prayed for the speedy recovery of the injured.

Shri Modi announced that an ex-gratia of Rs. 2 lakh from the Prime Minister’s National Relief Fund (PMNRF) would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000.

In a post on X, the Prime Minister’s Office said;

“Saddened by the loss of lives due to a mishap in Nanded, Maharashtra. My thoughts are with the bereaved families in this hour of grief. Praying for the speedy recovery of the injured.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi”