વંદે ભારત ગુવાહાટીથી ન્યૂ જલપાઈગુડી સુધીની મુસાફરી 5 કલાક 30 મિનિટમાં કવર કરશે, જ્યારે વર્તમાન સૌથી ઝડપી ટ્રેન એ જ મુસાફરીને કવર કરવામાં 6 કલાક 30 મિનિટ લે છે
પ્રધાનમંત્રી શ્રી નવા વિજળીકૃત વિભાગોને સમર્પિત કરશે અને નવા બંધાયેલા DEMU/MEMU શેડનું ઉદ્ઘાટન પણ કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29મી મેના રોજ બપોરે 12 વાગ્યે આસામની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી આપશે.

અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ પ્રદેશના લોકોને ઝડપ અને આરામ સાથે મુસાફરી કરવા માટેનું સાધન પ્રદાન કરશે. તે પ્રદેશમાં પ્રવાસનને પણ વેગ આપશે. ગુવાહાટીને ન્યૂ જલપાઈગુડી સાથે જોડવાથી, આ ટ્રેન બે સ્થળોને જોડતી વર્તમાન સૌથી ઝડપી ટ્રેનની સરખામણીમાં લગભગ એક કલાકનો પ્રવાસ સમય બચાવવામાં મદદ કરશે. વંદે ભારત 5 કલાક 30 મિનિટમાં પ્રવાસ કવર કરશે, જ્યારે વર્તમાન સૌથી ઝડપી ટ્રેન એ જ મુસાફરીને કવર કરવામાં 6 કલાક 30 મિનિટ લે છે.

પ્રધાનમંત્રી શ્રી નવા વિદ્યુતકૃત વિભાગોના 182 કિલોમીટરના રૂટને પણ સમર્પિત કરશે. આનાથી વધુ ઝડપે દોડતી ટ્રેનો સાથે પ્રદૂષણ મુક્ત પરિવહન પ્રદાન કરવામાં મદદ મળશે અને ટ્રેનોના દોડવાનો સમય ઓછો થશે. તે મેઘાલયમાં પ્રવેશવા માટે ઇલેક્ટ્રિક ટ્રેક્શન પર ચાલતી ટ્રેનોના દરવાજા પણ ખોલશે.

પ્રધાનમંત્રી આસામના લુમડિંગ ખાતે નવા બંધાયેલા DEMU/MEMU શેડનું પણ ઉદ્ઘાટન કરશે. આ નવી સુવિધા આ પ્રદેશમાં કાર્યરત DEMU રેકને જાળવવા માટે મદદરૂપ થશે, જે વધુ સારી કામગીરીની શક્યતા તરફ દોરી જશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi pitches India as stable investment destination amid global turbulence

Media Coverage

PM Modi pitches India as stable investment destination amid global turbulence
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 જાન્યુઆરી 2026
January 12, 2026

India's Reforms Express Accelerates: Economy Booms, Diplomacy Soars, Heritage Shines Under PM Modi