શેર
 
Comments
પ્રધાનમંત્રીએ બ્રહ્મા કુમારીની સાત પહેલને લીલી ઝંડી બતાવી
"અમે એવા ભારતના ઉદભવના સાક્ષી છીએ જેની વિચારસરણી અને અભિગમ નવીન છે અને જેના નિર્ણયો પ્રગતિશીલ છે"
"આજે આપણે એક એવી વ્યવસ્થા બનાવી રહ્યા છીએ જેમાં ભેદભાવ માટે કોઈ સ્થાન નથી, અમે એક એવા સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ જે સમાનતા અને સામાજિક ન્યાયના પાયા પર મજબૂત રીતે ઊભું હોય"
“જ્યારે વિશ્વ ઊંડા અંધકારમાં હતું અને સ્ત્રીઓ વિશેની જૂની વિચારસરણીમાં ફસાઈ ગયું હતું, ત્યારે ભારત સ્ત્રીઓને માતૃ શક્તિ અને દેવી તરીકે પૂજતું હતું.
“અમૃત કાલ એ સૂતી વખતે સપના જોવા માટે નથી, પરંતુ આપણા સંકલ્પોને જાણી જોઈને પૂરા કરવા માટે છે. આવનારા 25 વર્ષ અત્યંત પરિશ્રમ, ત્યાગ અને ‘તપસ્યા’નો સમયગાળો છે. 25 વર્ષનો આ સમયગાળો આપણા સમાજે સેંકડો વર્ષની ગુલામીમાં જે ગુમાવ્યું છે તે પાછું મેળવવાનો છે.
“આપણે સૌએ દેશના દરેક નાગરિકના હૃદયમાં એક દીવો પ્રગટાવવો છે - કર્તવ્યનો દીવો. આપણે સૌ સાથે મળીને દેશને કર્તવ્યના માર્ગે આગળ લઈ જઈશું, તો સમાજમાં પ્રવર્તતી બુરાઈઓ દૂર થશે અને દેશ નવી ઉંચાઈએ પહોંચશે.
"આજે જ્યારે આપણે આઝાદી કા અમૃ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કે ઓર'ના રાષ્ટ્રીય લોકાર્પણ સમારોહમાં મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. તેમણે બ્રહ્મા કુમારીની સાત પહેલને પણ લીલી ઝંડી આપી હતી. લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા, રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રા, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી જી. કિશન રેડ્ડી, ભૂપેન્દ્ર યાદવ, શ્રી અર્જુન રામ મેઘવાલ, શ્રી પરશોત્તમ રૂપાલા અને શ્રી કૈલાશ ચૌધરી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

સભાને સંબોધતા પ્રધાનમંત્રી કહ્યું કે, બ્રહ્મા કુમારી સંસ્થા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ, સુવર્ણ ભારત માટેની લાગણી, ભાવના અને પ્રેરણાનું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે એક તરફ વ્યક્તિગત આકાંક્ષાઓ અને સફળતાઓ અને બીજી તરફ રાષ્ટ્રીય આકાંક્ષાઓ અને સફળતા વચ્ચે કોઈ ફરક નથી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આપણી પ્રગતિ રાષ્ટ્રની પ્રગતિમાં સમાયેલી છે. “રાષ્ટ્ર આપણાથી અસ્તિત્વ ધરાવે છે, અને આપણે રાષ્ટ્ર દ્વારા અસ્તિત્વમાં છીએ. નવા ભારતના નિર્માણમાં આ અનુભૂતિ આપણા ભારતીયોની સૌથી મોટી તાકાત બની રહી છે. આજે દેશ જે કંઈ કરી રહ્યો છે તેમાં 'સબકા પ્રયાસ'નો સમાવેશ થાય છે”, એમ તેમણે કહ્યું. તેમણે ઉમેર્યું હતું કે ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ’ દેશનું માર્ગદર્શક સૂત્ર બની રહ્યું છે.

નવીન અને પ્રગતિશીલ નવી વિચારસરણી અને નવા ભારતના નવા અભિગમ પર ટિપ્પણી કરતાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે “આજે આપણે એવી વ્યવસ્થા બનાવી રહ્યા છીએ જેમાં ભેદભાવ માટે કોઈ સ્થાન નથી, આપણે એવા સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ જે સમાનતાના અને સામાજિક ન્યાય પાયા પર મજબૂત રીતે ઊભું હોય."

પ્રધાનમંત્રીએ ભારતીય પૂજાની પરંપરા અને મહિલાઓના મહત્વ પર ટિપ્પણી કરી. તેમણે કહ્યું, “જ્યારે વિશ્વ ઊંડા અંધકારમાં હતું અને સ્ત્રીઓ વિશે જૂની વિચારસરણીમાં ફસાઈ ગયું હતું, ત્યારે ભારત સ્ત્રીઓને માતૃ શક્તિ અને દેવી તરીકે પૂજતું હતું. અમારી પાસે ગાર્ગી, મૈત્રેયી, અનુસૂયા, અરુંધતી અને મદાલસા જેવી મહિલા વિદ્વાનો સમાજને જ્ઞાન આપતી હતી.” તેમણે ભારતીય ઈતિહાસના વિવિધ યુગોમાં નોંધપાત્ર મહિલાઓના યોગદાનની નોંધ લીધી. મુશ્કેલીગ્રસ્ત મધ્યયુગીન સમયમાં પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે, આ દેશમાં પન્ના દાઈ અને મીરાબાઈ જેવી મહાન મહિલાઓ હતી. અને સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન પણ અનેક મહિલાઓએ બલિદાન આપ્યા છે. કિત્તુરની રાણી ચેન્નમ્મા, માતંગિની હાઝરા, રાણી લક્ષ્મીબાઈ, વીરાંગના ઝલકારી બાઈથી લઈને સામાજિક ક્ષેત્રમાં અહલ્યાબાઈ હોલકર અને સાવિત્રીબાઈ ફુલેએ ભારતની ઓળખ જાળવી રાખી હતી. પ્રધાનમંત્રીએ સશસ્ત્ર દળોમાં મહિલાઓનો પ્રવેશ, વધુ પ્રસૂતિ રજાઓ, વધુ મતદાનના સ્વરૂપમાં સારી રાજકીય ભાગીદારી અને મંત્રી પરિષદમાં પ્રતિનિધિત્વ જેવા વિકાસને મહિલાઓમાં નવા આત્મવિશ્વાસની નિશાની તરીકે સૂચિબદ્ધ કર્યા હતા. તેમણે સંતોષ વ્યક્ત કર્યો કે આ ચળવળ સમાજની આગેવાની હેઠળ છે અને દેશમાં લિંગ ગુણોત્તરમાં સુધારો થયો છે.

પ્રધાનમંત્રીએ દરેકને આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા, આપણા મૂલ્યોને જીવંત રાખવા અને આપણી આધ્યાત્મિકતા અને આપણી વિવિધતાને જાળવી રાખવા અને પ્રોત્સાહન આપવા વિનંતી કરી. તે જ સમયે, તેમણે ટેક્નોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ અને આરોગ્યની સિસ્ટમોને સતત આધુનિક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે “અમૃત કાલનો સમય ઊંઘમાં સપના જોવાનો નથી, પરંતુ જાગતા તમારા સંકલ્પોને પૂરો કરવાનો છે. આવનારા 25 વર્ષ અત્યંત પરિશ્રમ, ત્યાગ અને ‘તપસ્યા’નો સમયગાળો છે. સેંકડો વર્ષની ગુલામીમાં આપણા સમાજે જે ગુમાવ્યું છે તે પાછું મેળવવા માટે આ 25 વર્ષનો સમયગાળો છે.”

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે એ સ્વીકારવું જરૂરી છે કે આઝાદી પછીના 75 વર્ષમાં ફરજોની અવગણના અને તેમને સર્વોપરી ન રાખવાની દુષ્ટતા રાષ્ટ્રીય જીવનમાં પ્રવેશી ચૂકી છે. તેમણે નોંધ્યું હતું કે આ સમયગાળા દરમિયાન, આપણે ફક્ત અધિકારો વિશે વાત કરવામાં અને લડવામાં સમય પસાર કર્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અધિકારોની વાત, અમુક અંશે, અમુક સંજોગોમાં સાચી હોઈ શકે છે, પરંતુ પોતાની ફરજોને સંપૂર્ણપણે ભૂલી જવાથી ભારતને નબળા રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. પ્રધાનમંત્રીએ દરેકને વિનંતી કરી હતી કે "દેશના દરેક નાગરિકના હૃદયમાં એક દીવો પ્રગટાવો - કર્તવ્યનો દીવો. આપણે સૌ સાથે મળીને દેશને કર્તવ્યના માર્ગે આગળ લઈ જઈશું, તો સમાજમાં પ્રવર્તતી બુરાઈઓ પણ દૂર થશે અને દેશ નવી ઉંચાઈએ પહોંચશે.

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતની છબીને ખરડાવવાની વૃત્તિ બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. “આ માત્ર રાજકારણ છે એમ કહીને આપણે તેનાથી દૂર ન જઈ શકીએ. આ રાજકારણ નથી, આ આપણા દેશનો પ્રશ્ન છે. આજે, જ્યારે આપણે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે એ પણ આપણી જવાબદારી છે કે વિશ્વ ભારતને યોગ્ય રીતે ઓળખે”, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ નિષ્કર્ષમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે હાજરી ધરાવતી સંસ્થાઓએ અન્ય દેશોના લોકો સુધી ભારતનું સાચું ચિત્ર પહોંચાડવું જોઈએ અને ભારત વિશે ફેલાવવામાં આવતી અફવાઓ વિશે સત્ય જણાવવું જોઈએ. તેમણે બ્રહ્મા કુમારી જેવી સંસ્થાઓને પણ અપીલ કરી કે તેઓ લોકોને ભારત આવવા અને દેશ વિશે જાણવા માટે પ્રોત્સાહિત કરે.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Explained: The role of India’s free trade agreements in boosting MSME exports

Media Coverage

Explained: The role of India’s free trade agreements in boosting MSME exports
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister praises phenomenal performance of Tajinder Pal Singh Toor
October 01, 2023
શેર
 
Comments
Tajinder clinches Gold in Men's Shot Put

The Prime Minister, Shri Narendra Modi congratulated Tajinder Pal Singh Toor for clinching Gold in Men's Shot Put at Asian Games in Hangzhou.

In a X post, PM said;

“The phenomenal @Tajinder_Singh3 at his best.

Congratulations on a consecutive Gold Medal in the Shot Put event at the Asian Games. His performance is exceptional, leaving us all spellbound. All the best for the endeavours ahead.”