પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જેમાં તેમણે અવલોકન કર્યું કે જ્યારે નાગરિકો એકતા અને પરસ્પર સહયોગના તાંતણે બંધાયેલા હોય છે, ત્યારે રાષ્ટ્રની શક્તિ અનેક ગણી વધી જાય છે. શ્રી મોદીએ રેખાંકિત કર્યું કે ભારતના લોકોના આ સામૂહિક સંકલ્પના કારણે જ દેશ પ્રગતિની નવી ઊંચાઈઓ સતત સર કરી રહ્યો છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"જ્યારે નાગરિકો એકતા અને પરસ્પર સહયોગમાં એક થાય છે, ત્યારે રાષ્ટ્રની શક્તિ અનેકગણી વધી જાય છે. ભારતીયોના આ સામૂહિક સંકલ્પને કારણે જ દેશ આજે પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે."
धूमायन्ते व्यपेतानि ज्वलन्ति सहितानि च।
धृतराष्ट्रोल्मुकानीव ज्ञातयो भरतर्षभ॥"
જેમ લાકડાના ટુકડાઓ જ્યારે અલગ હોય ત્યારે તેમની સંપૂર્ણ ઊર્જા પ્રગટ કરી શકતા નથી, પરંતુ જ્યારે તેમને એકસાથે લાવવામાં આવે છે ત્યારે તેઓ તેજસ્વી રીતે બળે છે અને પ્રકાશ તેમજ હૂંફ પેદા કરે છે, તેવી જ રીતે કોઈ પણ રાજ્યની પ્રગતિ, સમૃદ્ધિ અને શક્તિ તેના લોકોની એકતા, પરસ્પર સહયોગ અને સામૂહિક સંકલ્પ પર આધારિત છે.
जब नागरिक एकजुटता और आपसी सहयोग के सूत्र में बंधते हैं, तो राष्ट्र की शक्ति कई गुना बढ़ जाती है। भारतवासियों के इसी सामूहिक संकल्प से आज देश उन्नति की नित-नई ऊंचाइयों को छू रहा है।
— Narendra Modi (@narendramodi) June 3, 2026
धूमायन्ते व्यपेतानि ज्वलन्ति सहितानि च।
धृतराष्ट्रोल्मुकानीव ज्ञातयो भरतर्षभ॥ pic.twitter.com/ySNn4JgNHn


