રૂપે કાર્ડ મોરેશિયસમાં પણ લોન્ચ કરવામાં આવશે
તે લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરશે અને પ્રવાસનને સરળ બનાવશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી રાનિલ વિક્રમસિંઘે અને મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ જુગનાથ શ્રીલંકા અને મોરેશિયસમાં, 12 ફેબ્રુઆરી, 2024ના રોજ બપોરે 1 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) સેવાઓ અને મોરેશિયસમાં RuPay કાર્ડ સેવાઓની શરૂઆતના સાક્ષી બનશે.

ફિનટેક ઇનોવેશન અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારત અગ્રણી તરીકે ઉભરી આવ્યું છે. પ્રધાનમંત્રીએ ભાગીદાર દેશો સાથે આપણા વિકાસના અનુભવો અને નવીનતાઓ શેર કરવા પર મજબૂત ભાર મૂક્યો છે. શ્રીલંકા અને મોરેશિયસ સાથે ભારતના મજબૂત સાંસ્કૃતિક અને લોકો-થી-લોકોના જોડાણોને જોતાં, લોન્ચથી ઝડપી અને સીમલેસ ડિજિટલ ટ્રાન્ઝેક્શન અનુભવ દ્વારા લોકોના વિશાળ વર્ગને લાભ થશે અને દેશો વચ્ચે ડિજિટલ કનેક્ટિવિટી વધારશે.

આ લોન્ચથી શ્રીલંકા અને મોરેશિયસનો પ્રવાસ કરતા ભારતીય નાગરિકો તેમજ ભારતનો પ્રવાસ કરતા મોરેશિયસના નાગરિકો માટે UPI સેટલમેન્ટ સેવાઓ ઉપલબ્ધ થશે. મોરેશિયસમાં રુપે કાર્ડ સેવાઓનું વિસ્તરણ મોરિશિયસની બેંકોને મોરેશિયસમાં રુપે મિકેનિઝમ પર આધારિત કાર્ડ ઇશ્યૂ કરવામાં સક્ષમ બનાવશે અને ભારત અને મોરેશિયસ બંનેમાં સેટલમેન્ટ્સ માટે રુપે કાર્ડના ઉપયોગની સુવિધા આપશે.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi hails ‘important step towards a vibrant democracy’ after Cabinet nod for ‘One Nation One Election’

Media Coverage

PM Modi hails ‘important step towards a vibrant democracy’ after Cabinet nod for ‘One Nation One Election’
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 19 સપ્ટેમ્બર 2024
September 19, 2024

India Appreciates the Many Transformative Milestones Under PM Modi’s Visionary Leadership