પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓના સ્વરોજગાર માટેના પ્રયાસોની પ્રશંસા કરી છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન, શ્રી દેવેન્દ્ર ફડણવીસે એક ટ્વીટમાં માહિતી આપી હતી કે મુંબઈની 27000 મહિલાઓનું સશક્તિકરણ કરવામાં આવ્યું છે કારણ કે તેમને BMCની યોજના હેઠળ સ્વરોજગાર માટે વિવિધ સાધનો અને મશીનો જેમ કે સિલાઈ મશીન, ચક્કી, મસાલા બનાવવાનું મશીન વગેરેનું સોમૈયા મેદાન, ચુનાભટ્ટી, મુંબઈ ખાતે વિતરણ કરવામાં આવ્યું છે.
ડેપ્યુટી સીએમના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"મહિલા સશક્તિકરણને આગળ વધારવાનો પ્રશંસનીય પ્રયાસ."
Commendable effort to further women empowerment. https://t.co/Z9vKfQHPpn
— Narendra Modi (@narendramodi) May 16, 2023


