મહામહિમ પ્રધાનમંત્રી અને મારા મિત્ર નેતન્યાહુ, શ્રીમતી નેતન્યાહુ, બંને દેશોના પ્રતિનિધિઓ, મીડિયાના સાથીઓ,

નમસ્કાર!

"શલોમ"!

મારું અને ભારતીય પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ હું પ્રધાનમંત્રી નેતન્યાહુનો ફરી એકવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

નવ વર્ષ પહેલાં મને ઇઝરાયેલની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બનવાનું સૌભાગ્ય મળ્યું હતું. ફરી એકવાર ઇઝરાયેલની ઐતિહાસિક ભૂમિ પર કદમ રાખવા એ મારા માટે ગૌરવ અને ભાવુકતાની ક્ષણ છે.

 

ગઈકાલે મને ઇઝરાયેલની પાર્લામેન્ટને પણ સંબોધિત કરવાની તક મળી. ત્યાં મને સ્પીકર ઓફ ધ નેસેટ મેડલથી પણ સન્માનિત કરવામાં આવ્યો. હું આ સન્માન માટે નેસેટ, સ્પીકર મહોદય, મારા મિત્ર પ્રધાનમંત્રી નેતન્યાહુ, અને ઇઝરાયેલના લોકોનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું. અને આને હું 140 કરોડ ભારતવાસીઓ અને ભારત-ઇઝરાયેલ મિત્રતાને સમર્પિત કરું છું.

મિત્રો,

આપણા સંબંધો ઊંડા વિશ્વાસ, સહિયારા લોકશાહી મૂલ્યો અને માનવીય સંવેદનાઓના મજબૂત પાયા પર સ્થાપિત છે. આપણા સંબંધો સમયની દરેક કસોટી પર ખરા ઉતર્યા છે.

આજે અમે અમારી ટાઈમ ટેસ્ટેડ ભાગીદારીને "સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ" નો દરજ્જો આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણય બંને દેશોના લોકોની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે.

મિત્રો,

આજની બેઠકમાં અમે અમારા સહયોગને નવી દિશા અને ઝડપી ગતિ આપવા પર ચર્ચા કરી. અમારો આર્થિક સહયોગ ગ્રોથ, ઈનોવેશન અને શેર્ડ પ્રોસ્પરિટી નું એન્જિન બની રહ્યો છે.

પરસ્પર રોકાણને પ્રોત્સાહન આપવા માટે અમે ગયા વર્ષે દ્વિપક્ષીય રોકાણ કરાર કર્યો. અમે ટૂંક સમયમાં જ એક મ્યુચ્યુઅલી બેનિફિશયલી ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટને પણ અંતિમ રૂપ આપીશું.

ટેકનોલોજી અમારી ભાવિ ભાગીદારીનું કેન્દ્ર છે. આજે અમે ક્રિટિકલ એન્ડ ઈમર્જિંગ ટેકનોલોજીસ પાર્ટનરશિપ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. આનાથી એઆઈ, ક્વોન્ટમ અને ક્રિટિકલ મિનરલ્સ જેવા ક્ષેત્રોમાં સહયોગને નવી ગતિ મળશે.

મને આનંદ છે કે ઇઝરાયેલમાં યુપીઆઈ ના ઉપયોગ માટે સમજૂતી કરવામાં આવી છે. ડિજિટલ હેલ્થના ક્ષેત્રમાં પણ અમે અમારા અનુભવો શેર કરતા લોકોના જીવનમાં સુધારો લાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

સંરક્ષણના ક્ષેત્રમાં અમારો દાયકાઓ જૂનો વિશ્વસનીય સહયોગ રહ્યો છે. ગયા વર્ષે થયેલા MOU થી આમાં નવા આયામો ઉમેરાશે. અમે મળીને જોઈન્ટ ડેવલપમેન્ટ, જોઈન્ટ પ્રોડક્શન અને ટ્રાન્સફર ઓફ ટેકનોલોજીની દિશામાં આગળ વધીશું.

 

 

સાથે જ અમે સિવિલ ન્યુક્લિયર એનર્જી અને સ્પેસ જેવા ક્ષેત્રોમાં પણ સહયોગને આગળ વધારીશું.

મિત્રો,

બંને દેશો વચ્ચે કૃષિ સહયોગનો લાંબો અને સફળ ઇતિહાસ રહ્યો છે. આજે અમે આ સહયોગને ભવિષ્યલક્ષી દિશા આપવાનો સંકલ્પ લીધો છે.

ઇઝરાયેલના સહયોગથી ભારતમાં સ્થિત સેન્ટર્સ ઓફ એક્સલન્સ આજે અમારી મિત્રતાના ઉત્તમ ઉદાહરણો છે. તેમની સફળતા જોતા, અમે તેમની સંખ્યા 100 સુધી લઈ જવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.

આ દિશામાં એક ડગલું વધુ આગળ વધતા અમે વિલેજિસ ઓફ એક્સલન્સ બનાવવા પર કામ કરી રહ્યા છીએ. આનાથી ઇઝરાયેલી ટેકનોલોજી, ભારતના ગામે ગામ સુધી પહોંચશે, અને લાખો ખેડૂતોની આવક અને ઉત્પાદકતામાં ઘણો વધારો થશે.

અમે મળીને future-ready farming solutions પણ વિકસિત કરીશું. ભારતમાં "India-Israel Innovation Centre for Agriculture" ની સ્થાપના આ સહયોગ માટે મજબૂત પાયો પૂરો પાડશે.

મિત્રો,

આપણા લોકોથી લોકોનું જોડાણ આપણા સંબંધોનો એક મહત્વપૂર્ણ સ્તંભ છે. 2023માં થયેલા મેનપાવર મોબિલિટી અગ્રીમેન્ટના માધ્યમથી ભારતે ઇઝરાયેલના બાંધકામ અને કેર-ગિવર સેક્ટર્સમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ભારતીય કામદારોએ પોતાની મહેનત, પ્રતિબદ્ધતા અને કૌશલ્યથી વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે.

મને આનંદ છે કે આ સહયોગનો વિસ્તાર વેપાર અને સર્વિસ જેવા ક્ષેત્રોમાં પણ કરવામાં આવી રહ્યો છે. બંને દેશોના યુવાનો, સંશોધન અને નવચારને જોડવા એ અમારી મુખ્ય પ્રાથમિકતા રહી છે. આ દિશામાં આજે અમે ભારત-ઈઝરાયેલ એકેડેમિક ફોરમની સ્થાપના કરી રહ્યા છીએ.

મિત્રો,

આજે અમે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી. પ્રાદેશિક જોડાણને પ્રોત્સાહન આપતા, અમે ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોર "IMEC" અને India Israel UAE USA એટલે કે "I2U2" પર નવી ગતિએ આગળ વધીશું.

 

મિત્રો,

ભારત અને ઇઝરાયેલ પૂરી રીતે સ્પષ્ટ છે કે-

આતંકવાદનું દુનિયામાં કોઈ સ્થાન નથી. કોઈપણ સ્વરૂપમાં, કોઈપણ અભિવ્યક્તિમાં, આતંકવાદને સ્વીકારી શકાય નહીં.

અમે ખભેથી ખભો મિલાવીને આતંકવાદ અને તેમના સમર્થકોનો વિરોધ કરતા રહ્યા છીએ, અને આગળ પણ કરતા રહીશું.

પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા સાથે ભારતના સીધા સુરક્ષા હિતો જોડાયેલા છે. તેથી અમે શરૂઆતથી જ સંવાદ અને શાંતિપૂર્ણ ઉકેલનું સમર્થન કર્યું છે. આ જ ગ્લોબલ સાઉથ અને સમગ્ર માનવતાનો પોકાર છે.

ભારતની વિચારધારા સ્પષ્ટ છે:

"માનવતા ક્યારેય સંઘર્ષનો ભોગ બનવી જોઈએ નહીં." ગાઝા પીસ પ્લાનથી શાંતિનો એક રસ્તો બન્યો છે. ભારતે આ પ્રયાસોનું પૂર્ણ સમર્થન કર્યું છે. ભવિષ્યમાં પણ અમે તમામ દેશો સાથે સંવાદ અને સહયોગ જાળવી રાખીશું.

મહામહિમ, મારા પ્રિય મિત્ર,

તમારી આત્મીયતા અને ઉષ્માએ મારી મુલાકાતને યાદગાર બનાવી દીધી છે. હું ફરી એકવાર તમારી પાસેથી અને ઇઝરાયેલના લોકો પાસેથી જે પ્રેમ મળ્યો છે, જે સ્નેહ મળ્યો છે, જે સન્માન મળ્યું છે, તે માટે હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ.

"તોદા રબ્બા"

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Parliament on verge of history, says PM Modi, as it readies to take up women's bills

Media Coverage

Parliament on verge of history, says PM Modi, as it readies to take up women's bills
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to visit Karnataka on 15th April
April 14, 2026
PM to inaugurate Sri Guru Bhairavaikya Mandira at Sri Kshetra Adichunchanagiri in Mandya
Sri Guru Bhairavaikya Mandira is a memorial dedicated to Sri Sri Sri Dr. Balagangadharanatha Mahaswamiji, the 71st Pontiff of Sri Adichunchanagiri Mahasamsthana Math
PM to also jointly release the book titled “Saundarya Lahari and Shiva Mahimna Stotram” along with former Prime Minister Shri H. D. Deve Gowda ji

Prime Minister, Shri Narendra Modi will visit Karnataka on 15th April 2026. At around 11 AM, Prime Minister will inaugurate the Sri Guru Bhairavaikya Mandira at Sri Kshetra Adichunchanagiri in Mandya district. He will also address the gathering on the occasion.

During the visit, Prime Minister will also jointly release the book titled “Saundarya Lahari and Shiva Mahimna Stotram” along with former Prime Minister Shri H. D. Deve Gowda ji.

Sri Guru Bhairavaikya Mandira is a memorial dedicated to the revered seer, Sri Sri Sri Dr. Balagangadharanatha Mahaswamiji, the 71st Pontiff of Sri Adichunchanagiri Mahasamsthana Math. Constructed in the traditional Dravidian architectural style, the Mandira stands as a tribute to the life and legacy of the late seer. The Mandira is envisioned not only as a place of reverence but also as a source of inspiration for future generations.

Sri Sri Sri Dr. Balagangadharanatha Mahaswamiji was widely respected for his lifelong commitment to social service, having established numerous educational institutions and healthcare facilities. He firmly believed that service to society is the highest form of worship, and his teachings transcended barriers of caste, creed, and region, inspiring millions.