પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહાર કોકિલા શારદા સિંહાજીને તેમની પ્રથમ પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ કહ્યું, "તેમણે લોકગીતો દ્વારા બિહારની કલા અને સંસ્કૃતિને એક નવી ઓળખ આપી, જેના માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. મહાપર્વ છઠ સાથે સંકળાયેલા તેમના સુમધુર ગીતો હંમેશા લોકોના હૃદયમાં રહેશે."
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"બિહાર કોકિલા શારદા સિંહાજીને તેમની પ્રથમ પુણ્યતિથિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમણે લોકગીતો દ્વારા બિહારની કલા અને સંસ્કૃતિને એક નવી ઓળખ આપી, જેના માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. મહાપર્વ છઠ સાથે સંબંધિત તેમના સુમધુર ગીતો હંમેશા લોકોના મનમાં અંકિત રહેશે."
बिहार कोकिला शारदा सिन्हा जी की पहली पुण्यतिथि पर उन्हें भावभीनी श्रद्धांजलि। उन्होंने बिहार की कला-संस्कृति को लोकगीतों के माध्यम से एक नई पहचान दी, जिसके लिए उन्हें सदैव याद किया जाएगा। महापर्व छठ से जुड़े उनके सुमधुर गीत हमेशा जनमानस में रचे-बसे रहेंगे।
— Narendra Modi (@narendramodi) November 5, 2025


