પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હીરોઝ એકર સ્મારક ખાતે નામિબિયાના સ્થાપક પિતા અને પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. સેમ નુજોમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રીએ ડૉ. સેમ નુજોમાને એક સ્વપ્નદ્રષ્ટા નેતા તરીકે યાદ કર્યા હતા, જેમણે નામિબિયાની સ્વતંત્રતા માટેના સંઘર્ષમાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. સ્વતંત્ર નામિબિયાના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ડૉ. નુજોમાએ દેશના રાષ્ટ્ર નિર્માણમાં પ્રેરણાદાયી યોગદાન આપ્યું હતું. તેમનો વારસો વિશ્વભરના લોકોને પ્રેરણા આપે છે.

ડૉ. સેમ નુજોમા ભારતના મહાન મિત્ર હતા. 1986 માં નવી દિલ્હીમાં નામિબિયાના પ્રથમ રાજદ્વારી મિશન [તે સમયે SWAPO] ની સ્થાપના દરમિયાન તેમની હાજરી ભારતના લોકો દ્વારા હંમેશા પ્રેમથી યાદ કરવામાં આવશે.



