પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત માતાના બહાદુર સપૂત શ્યામજી કૃષ્ણ વર્માને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમના ક્રાંતિકારી વિચારોથી તેમણે સ્વતંત્રતા ચળવળમાં એક નવી ચેતના જગાવી. "તેમનું જીવન અને આદર્શો દેશની દરેક પેઢીને રાષ્ટ્રસેવા તરફ પ્રેરણા આપતા રહેશે," એમ શ્રી મોદીએ ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ભારત માતાના બહાદુર સપૂત શ્યામજી કૃષ્ણ વર્માને તેમની પુણ્યતિથિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમના ક્રાંતિકારી વિચારોથી તેમણે સ્વતંત્રતા ચળવળમાં એક નવી ચેતના જગાવી. તેમનું જીવન અને આદર્શો દેશની દરેક પેઢીને રાષ્ટ્રસેવા તરફ પ્રેરણા આપતા રહેશે."
भारत माता के वीर सपूत श्यामजी कृष्ण वर्मा को उनकी पुण्यतिथि पर सादर नमन। उन्होंने अपने क्रांतिकारी विचारों से आजादी के आंदोलन में नई चेतना जगाई थी। उनका जीवन और आदर्श देश की हर पीढ़ी को राष्ट्रसेवा के लिए प्रेरित करता रहेगा।
— Narendra Modi (@narendramodi) March 30, 2026


