પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રીએ તેમને ભારતના અંતરાત્માના સૌથી નિર્ભીક અવાજોમાંથી એક અને લોકશાહી અને સામાજિક ન્યાયના અથાક સમર્થક ગણાવ્યા.
પ્રધાનમંત્રીએ કહ્યું કે લોકનાયક જેપીએ સામાન્ય નાગરિકોને સશક્ત બનાવવા અને બંધારણીય મૂલ્યોને મજબૂત બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. સંપૂર્ણ ક્રાંતિ માટેના તેમના આહ્વાનથી સમાનતા, નૈતિકતા અને સુશાસન પર આધારિત રાષ્ટ્રનું નિર્માણ કરવાના હેતુથી એક સામાજિક ચળવળ પ્રજ્વલિત થઈ હતી.
તેમના કાયમી વારસાને યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે લોકનાયક જયપ્રકાશ નારાયણે અનેક જન આંદોલનોને પ્રેરણા આપી, ખાસ કરીને બિહાર અને ગુજરાતમાં, જેના કારણે સમગ્ર ભારતમાં સામાજિક-રાજકીય જાગૃતિ આવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ આંદોલનોએ કેન્દ્રમાં તત્કાલીન કોંગ્રેસ સરકારને હચમચાવી નાખી, જેણે ત્યારબાદ કટોકટી લાદી અને બંધારણને કચડી નાખ્યું હતું.
આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ આર્કાઇવ્સમાંથી એક દુર્લભ ઝલક શેર કરી - કટોકટી દરમિયાન લખાયેલા લોકનાયક જેપીના પુસ્તક "જેલ ડાયરી"ના થોડા પાના. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પુસ્તક જેપીના એકાંત કેદ દરમિયાનના દુઃખ અને લોકશાહીમાં તેમના અતૂટ વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. લોકનાયક જયપ્રકાશ નારાયણને ઉદ્ધૃત કરતાં, પ્રધાનમંત્રીએ તેમના માર્મિક શબ્દો પર ભાર મૂક્યો: "ભારતીય લોકશાહીના તાબૂતમાં ઠોકાયેલા દરેક ખીલા મારા હૃદયમાં ઠોકાયેલા ખીલા જેવા છે."
પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં કહ્યું;
“લોકનાયક જેપીની જન્મજયંતિ પર, ભારતના અંતરાત્માના સૌથી નિર્ભીક અવાજોમાંથી એક અને લોકશાહી તેમજ સામાજિક ન્યાયના અથાક સમર્થકને શ્રદ્ધાંજલિ.”
“લોકનાયક જેપીએ સામાન્ય નાગરિકોને સશક્ત બનાવવા અને બંધારણીય મૂલ્યોને મજબૂત બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. સંપૂર્ણ ક્રાંતિ માટેના તેમના આહ્વાનથી એક સામાજિક ચળવળ પ્રજ્વલિત થઈ જેણે સમાનતા, નૈતિકતા અને સુશાસન પર આધારિત રાષ્ટ્રની કલ્પના કરી હતી. તેમણે અસંખ્ય જન આંદોલનોને પ્રેરણા આપી, ખાસ કરીને બિહાર અને ગુજરાતમાં, જેના કારણે સમગ્ર ભારતમાં સામાજિક-રાજકીય જાગૃતિ આવી હતી. આ આંદોલનોએ કેન્દ્રમાં તત્કાલીન કોંગ્રેસ સરકારને હચમચાવી નાખી, જેણે ત્યારબાદ કટોકટી લાદી અને આપણા બંધારણને કચડી નાખ્યું હતું.”
On his birth anniversary, paying homage to Loknayak JP, one of India’s most fearless voices of conscience and a tireless champion for democracy and social justice. pic.twitter.com/iEhUNKScHU
— Narendra Modi (@narendramodi) October 11, 2025
લોકનાયક જેપીની જન્મજયંતિ પર, આર્કાઇવ્સમાંથી એક દુર્લભ ઝલક...
કટોકટી દરમિયાન લખાયેલા તેમના પુસ્તક "જેલ ડાયરી"ના કેટલાક પાના અહીં છે.
કટોકટી દરમિયાન, લોકનાયક જેપીએ ઘણા દિવસો એકાંત કેદમાં વિતાવ્યા હતા. તેમની "જેલ ડાયરી" તેમના દુઃખ અને લોકશાહીમાં અતૂટ વિશ્વાસ દર્શાવે છે.
તેમણે લખ્યું, "ભારતીય લોકશાહીના તાબૂતમાં ઠોકાયેલા દરેક ખીલા મારા હૃદયમાં ઠોકાયેલા ખીલા જેવા છે."
On Loknayak JP’s birth anniversary, a rare glimpse from the archives…
— Narendra Modi (@narendramodi) October 11, 2025
Here are pages from his book, Prison Diary, written during the Emergency.
During the Emergency, Loknayak JP spent several days in solitary confinement. His Prison Diary captures his anguish and unbroken… pic.twitter.com/Yhe8LhykFD


