પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના ગવર્નર-જનરલ, માનનીય શ્રીમતી સેમ મોસ્ટિન AC સાથે મુલાકાત કરી હતી.
બંને નેતાઓએ ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના વધતા અવકાશ અને વિવિધતા પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. તેમણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિસ્તરતી આર્થિક ભાગીદારીનું સ્વાગત કર્યું અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે વેપાર, રોકાણ, શિક્ષણ અને નવીનતાના ક્ષેત્રોમાં વધતા સંબંધો નવી તકો ઊભી કરશે અને બંને દેશોના લોકોને નોંધપાત્ર લાભો પહોંચાડશે. બંને નેતાઓએ બંને દેશો વચ્ચે વધતા રમતગમત સંબંધો પર પણ સંતોષ વ્યક્ત કર્યો અને ભારત દ્વારા આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ઓસ્ટ્રેલિયા દ્વારા આયોજિત 2032 ઓલિમ્પિકની તૈયારીઓમાં વધુ સહયોગ માટે હાકલ કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બંને દેશોના લોકો વચ્ચેના જીવંત સંબંધો જ તેનો મજબૂત પાયો છે.
પ્રધાનમંત્રીએ ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોને આગળ વધારવામાં ગવર્નર-જનરલ મોસ્ટિનના સતત સમર્થનની પ્રશંસા કરી હતી.
It was a delight to meet the Governor-General of Australia, Hon. Sam Mostyn, in Melbourne. We discussed the strong and enduring bonds between India and Australia, anchored in our shared values, vibrant people-to-people ties and expanding cooperation across diverse sectors. pic.twitter.com/gEPz3noqrB
— Narendra Modi (@narendramodi) July 9, 2026


