પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉન, ગુયાનામાં દ્વિતીય ભારત-કેરીકોમ સમિટ અંતર્ગત ત્રિનિદાદ અને ટોબેગો પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. કીથ રોઉલી સાથે મુલાકાત કરી હતી.

 

પ્રધાનમંત્રીએ ત્રિનિદાદ અને ટોબેગો દ્વારા ભારતના મુખ્ય UPI પ્લેટફોર્મને અપનાવવા બદલ પ્રધાનમંત્રી રોલીને અભિનંદન આપ્યા અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના ક્ષેત્રમાં વધુ સહયોગની ખાતરી આપી હતી. તેમણે આ વર્ષની શરૂઆતમાં ICC T20 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની સફળતાપૂર્વક સહ યજમાની કરવા બદલ પણ પ્રધાનમંત્રી રોલીની પ્રશંસા કરી હતી.

 

બેઠક દરમિયાન બંને નેતાઓએ સુરક્ષા, આરોગ્ય, પરિવહન, કૃષિ, ક્ષમતા નિર્માણ, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને લોકો વચ્ચેના સંબંધો સહિત દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ અંગે ચર્ચા કરી હતી. ચર્ચા-વિચારણા બાદ ફૂડ પ્રોસેસિંગ પરના MOUની આપ-લે કરવામાં આવી હતી.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Khichdi To Moringa Paratha: 7 Traditional Foods PM Modi Loves

Media Coverage

Khichdi To Moringa Paratha: 7 Traditional Foods PM Modi Loves
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 26 ઓગસ્ટ 2026
August 26, 2026

Accountability Meets Ambition: Record Low NPAs, Record Defence Output, Record Digital Adoption Under the Leadership of PM Modi