પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રિયો ડી જાનેરોમાં G20 સમિટ અંતર્ગત ​​નોર્વેના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી જોનાસ ગહર સ્ટોરે સાથે મુલાકાત કરી હતી.

બંને પ્રધાનમંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી હતી અને વિવિધ ક્ષેત્રોમાં સહકારને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. ભારત - યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિયેશન અને ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (ભારત-ઇએફટીએ-ટીઇપીએ) પર હસ્તાક્ષરને દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ જણાવતા બંને નેતાઓએ નોર્વે સહિત ઇએફટીએ દેશો સાથે ભારતમાં વધુમાં વધુ રોકાણ આકર્ષિત કરવા માટે તેના મહત્વની પુનઃ પુષ્ટિ કરી હતી.

 

દ્વિપક્ષીય ચર્ચાઓએ બ્લુ ઇકોનોમી, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, સોલાર અને વિન્ડ પ્રોજેક્ટ્સ, જીઓ-થર્મલ એનર્જી, ગ્રીન શિપિંગ, કાર્બન કેપ્ચર યુટિલાઇઝેશન એન્ડ સ્ટોરેજ (CCUS), ફિશરીઝ, સ્પેસ અને આર્ક્ટિક જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
The Great Pivot: How India Is Balancing The New Multipolar World

Media Coverage

The Great Pivot: How India Is Balancing The New Multipolar World
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 11 માર્ચ 2026
March 11, 2026

From Silent Medical Revolution to Global Manufacturing Hub: Salute to PM Modi's Relentless Push for a Stronger, Self-Reliant India