પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના એવિયનમાં G7 સમિટ અંતર્ગત યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી, હિઝ એક્સેલન્સી સર કીયર સ્ટાર્મર સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

બંને નેતાઓએ ગયા વર્ષે પ્રધાનમંત્રીઓની પરસ્પર મુલાકાતો પછી ભારત-યુકે (UK) સંબંધોમાં મજબૂત ગતિની સમીક્ષા કરી હતી, અને વિઝન 2035ના તમામ સ્તંભોમાં પ્રગતિને આવકારી હતી, જેમાં વેપાર અને આર્થિક વૃદ્ધિ, સંરક્ષણ અને સુરક્ષા, આબોહવા કાર્ય અને ગ્રીન એનર્જી, ટેકનોલોજી અને ઈનોવેશન, અને શિક્ષણ અને લોકો વચ્ચેના સંબંધોનો સમાવેશ થાય છે. નેતાઓએ વ્યાપક આર્થિક અને વેપાર કરારના વહેલા અમલીકરણની અપેક્ષા વ્યક્ત કરી હતી. તેઓએ મજબૂત શૈક્ષણિક ભાગીદારી પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જેમાં બેંગલુરુમાં તેનું કેમ્પસ સ્થાપવા માટે યુનિવર્સિટી ઓફ લિવરપૂલ સાથે અને મુંબઈમાં તેમના કેમ્પસ માટે યુનિવર્સિટી ઓફ યોર્ક અને યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલ સાથે તાજેતરમાં થયેલી પ્રગતિની નોંધ લીધી હતી.
પ્રધાનમંત્રી મોદીએ આ વર્ષની શરૂઆતમાં દિલ્હીમાં યોજાયેલી AI ઈમ્પેક્ટ સમિટમાં યુકે (UK) તરફથી મજબૂત પ્રતિનિધિત્વ બદલ પ્રધાનમંત્રી સ્ટાર્મરનો આભાર માન્યો હતો અને ટેકનોલોજી સિક્યુરિટી ઈનિશિએટિવ હેઠળ સતત પ્રગતિને આવકારી હતી, જેમાં તાજેતરમાં ભારત-યુકે ક્રિટિકલ મિનરલ્સ ગ્લોબલ સપ્લાય ચેન ઓબ્ઝર્વેટરીના પ્રારંભનો સમાવેશ થાય છે.

નેતાઓએ પશ્ચિમ એશિયા અને યુક્રેન સહિત પરસ્પર ચિંતાના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. તેઓએ ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે તેમની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
Had a wonderful meeting with PM Keir Starmer in Evian. The last year has been outstanding as far as India-UK relations are concerned. The trade deal has opened many avenues of economic cooperation. Today’s talks focused on how to add even more momentum to India-UK ties.… pic.twitter.com/dAazvLxBiX
— Narendra Modi (@narendramodi) June 16, 2026
We discussed ways to work closely in areas like innovation, AI, skill development, sports and more. We also discussed how to increase investment linkages for the benefit of the people of our nations.
— Narendra Modi (@narendramodi) June 16, 2026


