પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવાના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. "ગોવાની અનોખી સંસ્કૃતિ ભારતનું ગૌરવ છે. ગોવાના લોકોએ વિવિધ ક્ષેત્રોમાં મજબૂત છાપ છોડી છે. આ રાજ્ય હંમેશા વિશ્વભરના લોકોને આકર્ષિત કરતું રહ્યું છે", શ્રી મોદીએ જણાવ્યું હતું
પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું
"ગોવાના મારા બહેનો અને ભાઈઓને તેમના રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ. ગોવાની અનોખી સંસ્કૃતિ ભારતનું ગૌરવ છે. ગોવાના લોકોએ વિવિધ ક્ષેત્રોમાં મજબૂત છાપ છોડી છે. આ રાજ્ય હંમેશા વિશ્વભરના લોકોને આકર્ષિત કરતું રહ્યું છે. છેલ્લા દાયકામાં, ઘણું કામ કરવામાં આવ્યું છે જે ગોવાની પ્રગતિને આગળ ધપાવી રહ્યું છે. આવનારા સમયમાં રાજ્ય વિકાસની નવી ઊંચાઈઓ સર કરતું રહે."
Greetings to my sisters and brothers of Goa on the occasion of their Statehood Day. Goa's unique culture is India's pride. Goan people have made a strong mark in diverse sectors. This state has always been drawing people from all over the world. Over the last decade, a lot of…
— Narendra Modi (@narendramodi) May 30, 2025


