પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના સ્થાપના દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છાઓ પાઠવી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે મધ્યપ્રદેશ, જે તેના ભવ્ય ઇતિહાસ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે પ્રખ્યાત છે, આજે તેના લોકોની આકાંક્ષાઓને સર્વોપરી રાખીને દરેક ક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મધ્યપ્રદેશના લોકોની પ્રતિભા અને મહેનત વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં અમૂલ્ય ભૂમિકા ભજવશે.
પ્રધાનમંત્રીએ કહ્યું;
"મધ્યપ્રદેશના મારા પરિવારના તમામ સભ્યોને, જે તેના ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને સાચવે છે, રાજ્યના સ્થાપના દિવસ પર ખૂબ ખૂબ અભિનંદન. રાષ્ટ્રના હૃદયમાં વસેલું, આપણું રાજ્ય આજે દરેક ક્ષેત્રમાં પ્રગતિને વેગ આપી રહ્યું છે, લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરી રહ્યું છે. મને વિશ્વાસ છે કે અહીંના પ્રતિભાશાળી અને મહેનતુ લોકો વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં અમૂલ્ય ભૂમિકા ભજવશે."
गौरवशाली इतिहास और सांस्कृतिक धरोहर को संजोने वाले मध्य प्रदेश के अपने सभी परिवारजनों को राज्य के स्थापना दिवस की ढेरों शुभकामनाएं। देश के हृदय में बसा हमारा यह प्रदेश जन-जन की आकांक्षाओं को आगे रखकर आज हर क्षेत्र में प्रगति की नई रफ्तार भर रहा है। मुझे विश्वास है कि विकसित भारत…
— Narendra Modi (@narendramodi) November 1, 2025


