શેર
 
Comments
ભાવિ મહામારીનો સામનો કરવા માટે આપણા ગ્રહને સજ્જ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો
મહામારી દરમિયાન ડિજિટલ ટેકનોલોજીએ અમને તેનો સામનો કરવા, સંપર્ક બનાવવા, અનુકૂળતા સાધવા તથા ધીરજ ધરવામાં મદદ કરી
વિક્ષેપનો અર્થ નિરાશા નથી, આપણે રિપેર અને પ્રિપેર (સમારકામ અને તૈયારી)ના બે પાયા પર ધ્યાન કેન્દ્રિત કરવવું જોઇએ : પ્રધાનમંત્રી
આપણો ગ્રહ જે પડકારનો સામનો કરી રહ્યો છે તેમાંથી માનવ કેન્દ્રિત અભિગમ અને સામૂહિક ભાવનાથી જ બહાર આવી શકાય છે : પ્રધાનમંત્રી
આ મહામારી એ આપણી સ્થિતિસ્થાપકતાની જ કસોટી નથી પણ આપણી કલ્પનાશક્તિની પણ કસોટી છે. તે આપણા તમામ માટે વધુ વ્યાપક, દેખરેખ અને ટકાઉ ભવિષ્ય ઘડવાની તક સમાન છે : પ્રધાનમંત્રી
ભારત એ વિશ્વની સૌથી વિશાળ સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમનું નિવાસ છે, સંશોધકો અને રોકાણકારોની જરૂરિયાત ભારત પૂરી પાડે છે : પ્રધાનમંત્રી
પ્રતિભા, માર્કેટ, મૂડી, ઇકો સિસ્ટમ અને મુક્ત સંસ્કૃતિના પાયા પર રચાયેલા ભારતમાં રોકાણ કરવા માટે હું સમગ્ર વિશ્વને આમંત્રણ આપું છું : પ્રધાનમંત્રી
ફ્રાન્સ અને યુરોપ અમારા ચાવીરૂપ ભાગીદારી છે, અમારી ભાગીદારી માનવતાની સેવાના વ્યાપક હેતૂ માટે ફર

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક વીડિયો કોફરન્સ દ્વારા વિવાટેકની પાંચમી આવૃત્તિમાં અધ્યક્ષીય પ્રવચન આપ્યું હતું. 2016થી દર વર્ષે પેરિસમાં યોજાતી વિવાટેક યુરોપમાં સૌથી મોટી ડિજિટલ અને સ્ટાર્ટઅપ ઇવેન્ટ પૈકીની એક વિવાટેક 2021માં પ્રધાનમંત્રીને અતિથિ વિશેષ તરીકે અધ્યક્ષીય પ્રવચન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રવચન આપતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત અને ફ્રાન્સ વિવિધ મુદ્દાઓ પર અત્યંત ઘનિષ્ઠ રીતે કાર્ય કરી રહ્યા છે. આ મુદ્દાઓમાં ટેકનોલોજી અને ડિજિટલના મુદ્દાઓ સહકારના ક્ષેત્રે ઉભરી રહ્યા છે. વધુ વિકાસ માટે આ પ્રકારનો સહકાર જારી રહે તે સમયની જરૂરિયાત છે. તેનાથી માત્ર આપણા બે દેશોને જ નહીં પરંતુ વ્યાપક સ્તરે સમગ્ર વિશ્વને મદદ મળી રહેશે.  શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ફોસિસ ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટને ટેક સપોર્ટ કરી રહી છે અને આટોસ, કેપ્જેમિની અને ભારતની ટીસીએસ અને વિપ્રો જેવી કંપનીઓના આ જોડાણ બે દેશની આઇટી પ્રતિભા સમગ્ર વિશ્વની કંપનીઓ અને નાગરિકોને આપતી સેવાનું ઉદાહરણ છે.

 

પ્રધાનમંત્રીએ એ મુદ્દો ટાંક્યો હતો કે જ્યારે સંમેલન નિષ્ફળ જાય છે ત્યારે સંશોધન મદદ કરે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે મહામારી દરમિયાન ડિજિટલ ટેકનોલોજીએ અમને તેનો સામનો કરવા, સંપર્ક બનાવવા, અનુકૂળતા સાધવા તથા ધીરજ ધરવામાં મદદ કરી હતી. ભારતની વૈશ્વિક અને વિરલ બાયોમેટ્રિક ઓળખ સિસ્ટમ (આધાર) ગરીબોને સમયસર આર્થિક સહકાર પૂરો પાડવામાં મદદ કરી હતી. “અમે 80 કરોડ નાગરિકોને વિનામૂલ્યે અનાજ પૂરુ પાડી શક્યા હતા અને ઘણા ઘરોમાં રાંધણ ગેસ સબસિડી પૂરી પાડી શક્યા છીએ.  ભારતમાં અમે વિદ્યાર્થીઓને મદદરૂપ થાય તે માટે અત્યંત ઝડપથી બે જાહેર ડિજિટલ શૈક્ષણિક પ્રોગ્રામ સ્વયં અને દિક્ષા હાથ ધરી શક્યા છીએ.” તેમ પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી.

મહામારી સામેના પડકારનો સામનો કરવામાં સ્ટાર્ટ અપ ક્ષેત્રોની ભૂમિકાની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી. ખાનગી ક્ષેત્રોએ પીપીઇ કિટ, માસ્ક, ટેસ્ટિંગ કિટ વગેરેની અછત દૂર કરવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. ડોકટરોએ મોટા પાયે ટેલિ મેડિસિન પદ્ધતિ અપનાવી હતી જેથી કેટલાક કોવીડ અને કેટલાક બિન કોવીડ મુદ્દાઓનું વર્ચ્યુઅલી નિરાકરણ આવી શક્યું હતું. ભારતમાં બે વેક્સિન બનાવાઈ છે અને વધુ વેક્સિન વિકસાવાઈ છે અથના તો ટ્રાયલના તબક્કે છે. પ્રધાનમંત્રીએ સંકેત આપ્યો હતો કે સ્વદેશી આઇટી પ્લેટફોર્મ આરોગ્ય સેતૂ ચેપને શોધી કાઢવા સક્ષમ છે. કોવીન ડિજિટલ પ્લેટફોર્મ લાખો લોકોને વેક્સિન મળી રહે તે માટે અગાઉથી જ મદદરૂપ બની ગયું છે.

મહામારી સામેના પડકારનો સામનો કરવામાં સ્ટાર્ટ અપ ક્ષેત્રોની ભૂમિકાની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી. ખાનગી ક્ષેત્રોએ પીપીઇ કિટ, માસ્ક, ટેસ્ટિંગ કિટ વગેરેની અછત દૂર કરવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. ડોકટરોએ મોટા પાયે ટેલિ મેડિસિન પદ્ધતિ અપનાવી હતી જેથી કેટલાક કોવીડ અને કેટલાક બિન કોવીડ મુદ્દાઓનું વર્ચ્યુઅલી નિરાકરણ આવી શક્યું હતું. ભારતમાં બે વેક્સિન બનાવાઈ છે અને વધુ વેક્સિન વિકસાવાઈ છે અથના તો ટ્રાયલના તબક્કે છે. પ્રધાનમંત્રીએ સંકેત આપ્યો હતો કે સ્વદેશી આઇટી પ્લેટફોર્મ આરોગ્ય સેતૂ ચેપને શોધી કાઢવા સક્ષમ છે. કોવીન ડિજિટલ પ્લેટફોર્મ લાખો લોકોને વેક્સિન મળી રહે તે માટે અગાઉથી જ મદદરૂપ બની ગયું છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત એ વિશ્વની સૌથી વિશાળ સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમનું નિવાસ છે. તાજેતરના વર્ષોમાં કેટલાક  યુનિકોર્ન આવ્યા છે. સંશોધકો અને રોકાણકારોની જે જરૂરિયાત છે તે ભારતમાં ઉપલબ્ધ છે. ભારત સમગ્ર વિશ્વને પ્રતિભા, માર્કેટ, મૂડી, ઇકો સિસ્ટમ અને મુક્ત સંસ્કૃતિના પાયા પર રચાયેલા ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપે છે. પ્રધાનમંત્રીએ ભારતીય પ્રતિભા, મોબાઇલ ફોનના આગમન, 775 મિલિયન ઇન્ટરનેશનલ યુઝર્સ, વિશ્વમાં સૌથી વિશાળ અને સસ્તા ડેટા ઉપયોગ અને સોશિયલ મીડિયાના સર્વોચ્ચ ઉપયોગને કારણે ભારતમાં રોકાણને આમંત્રણ આપવાની દેશની તાકાત પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારતે કરેલી વિવિધ પહેલની પણ ગણતરી કરાવી હતી જેમાં અત્યાધુનિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્ર્કચર, 156 ગ્રામ પંચાયતને સાંકળતું 523000 કિલોમીટરમાં પથરાયેલું ફાઇબર ઓપ્ટિક નેટવર્ક,  સમગ્ર દેશમાં જાહેર વાઇ ફાઈ નેટવર્કનો સમાવેશ થાય છે. સંશોધનની સંસ્કૃતિને જે રીતે ભારતમાં વેગ અપાય છે તે અંગે પણ પ્રધાનમંત્રીએ વિસ્તારપૂર્વક જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ એવી પણ માહિતી આપી હતી કે ભારતમાં અટલ ઇનોવેશન મિશન હેઠળ સાડા સાત હજાર શાળાઓમાં ઇનોવેશન લેબની રચના કરવામાં આવી છે.

વિવિધ ક્ષેત્રોમાં છેલ્લા કેટલાક વર્ષમાં પડેલા વિક્ષેપ અંગે ચર્ચા કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિક્ષેપનો અર્થ નિરાશા નથી. તેને બદલે રિપેર અને પ્રિપેર (સમારકામ અને સજ્જતા)ને બે પાયાના સિદ્ધાંત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. “ ગયા વર્ષે આ જ સમયગાળામાં સમગ્ર વિશ્વ વેક્સિન શોધી રહ્યું હતું. આજે આપણી પાસે કેટલીક વેક્સિન છે. આ જ રીતે આપણે આરોગ્યના માળખાનું અને આપણા અર્થતંત્રનું સમારકામ કરતા રહેવું જોઇએ. અમે ભારતમાં ઘણા ક્ષેત્રમાં સુધારા અમલી બનાવ્યા છે જેમાં  માઇનિંગ, સ્પેસ, બેંકિગ, એટોમિક એનર્જી વગેરેનો સમાવેશ થાય છે. આ બાબત જ દર્શાવે છે કે ભારત એક એવો દેશ છે જે મહામારી જેવી સમસ્યાની વચ્ચે પણ સ્વિકાર્ય અને ચપળતાનો દેશ છે. “ તેમ શ્રી મોદીએ ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ આપણા ગ્રહને આગામી મહામારીથી બચાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. એ બાબતની ખાતરી કરવી જોઈએ કે અમે ટકાઉ જીવનશૈલી પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જેથી ઇકોલોજીકલ અધોગતિ અટકાવી શકાય. તેમણે વધુ રિસર્ચ અને નવીનતમ સંશોધનમાં સહકાર આગળ ધપાવવા પર ભાર  મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ મહામારીના આ પડકારમાંથી બહાર આવવા માટે માનવ કેન્દ્રિત અભિગમ અને સહિયારી ભાવના પર કામ કરવા માટે સ્ટાર્ટ અપ સમૂદાયને આહવાહન આપ્યું હતું. “સ્ટાર્ટ અપ ક્ષેત્રમાં યુવાનોનું પ્રભુત્વ છે. આ લોકો ભૂતકાળના બોજામાંથી મુક્ત છે. તેઓ વૈશ્વિક પરિવર્તનની શક્તિ માટે શ્રેષ્ઠ સ્થાને છે.  આપણા સ્ટાર્ટ અપે કેટલાક ક્ષેત્રોમાં કામગીરી કરવી જોઇએ જેમાં આરોગ્ય, રિસાઇક્લિંગના બગાડ સહિતની ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજી, કૃષિ, લર્નિંગના નવા ટુલ્સનો સમાવેશ થાય છે.” તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ફ્રાન્સ અને યુરોપ ભારતના ચાવીરૂપ ભાગીદાર છે. મે મહિનામાં પોર્ટોમાં ઇયુ આગેવાનોની શિખર મંત્રણામાં પ્રમુખ મેક્રોન સાથેના તેમના વાર્તાલાપને ટાંકીને પ્રધાનમત્રીએ જણાવ્યું હતું કે સ્ટાર્ટ અપથી કમ્પ્યુટિંગ સુધીની ડિજિટલ ભાગીદારી એક પ્રાથમિકતા તરીકે ઉભરી આવી છે. “ઇતિહાસે પુરવાર કરી દીધું છે કે નવી ટેકનોલોજી અર્થતંત્રને મજબૂત બનાવે છે અને રોજગારીની તકો તથા સમૃદ્ધિ લાવે છે. આ મહામારી એ આપણી સ્થિતિસ્થાપકતાની જ કસોટી નથી પણ આપણી કલ્પનાશકિતની પણ કસોટી છે. તે આપણા તમામ માટે વધુ વ્યાપક દેખરેખ, સંભાળ અને ટકાઉ ભવિષ્ય ઘડવાની તક સમાન છે.” તેમ કહીને પ્રધાનમંત્રીએ તેમનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
PM Modi's Surprise Visit to New Parliament Building, Interaction With Construction Workers

Media Coverage

PM Modi's Surprise Visit to New Parliament Building, Interaction With Construction Workers
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM expresses happiness on GeM crossing Gross Merchandise Value of ₹2 lakh crore in 2022–23
March 31, 2023
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has expressed happiness on GeM crossing Gross Merchandise Value of ₹2 lakh crore in 2022–23.

In response to a tweet by the Union Minister, Shri Piyush Goyal, the Prime Minister said;

"Excellent! @GeM_India has given us a glimpse of the energy and enterprise of the people of India. It has ensured prosperity and better markets for many citizens."