પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકની રસીઓને ડીસીજીઆઈની મંજૂરી મળવા બદલ અભિનંદન આપ્યાં છે અને આ મંજૂરી આ કોરોના સામેની લડાઈને મજબૂત કરવા નિર્ણાયક વળાંક સમાન બનશે એવું જણાવ્યું છે.

પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે,

 “કોરોના સામેની લડાઈને મજબૂત કરવા નિર્ણાયક વળાંક!

ડીસીજીઆઈએ

@SerumInstIndia and @BharatBiotechની રસીઓને મંજૂરી આપી છે

જેના પગલે સ્વસ્થ અને કોવિડમુક્ત દેશ તરફ અગ્રેસર થવાની પ્રક્રિયાને વેગ મળશે.

ભારતને અભિનંદન.

આપણા મહેનતુ વૈજ્ઞાનિકો અને ઇનોવેટર્સને અભિનંદન.”

“દરેક ભારતીયને ગર્વ થશે કે ભારતમાં બનેલી બે રસીઓને તાત્કાલિક ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે! આ આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે આપણા વૈજ્ઞાનિકોની ક્ષમતા પ્રદર્શિત કરે છે, જેના મૂળમાં કાળજી અને કરુણા છે.”

“આપણે અતિ પડકારજનક સ્થિતિસંજોગોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ડૉક્ટરો, મેડિકલ સ્ટાફ, વૈજ્ઞાનિકો, પોલીસ કર્મચારીઓ, સેનિટેશન કામદારો અને તમામ કોરોના વોરિયર્સનો આભાર માનીએ છીએ. આપણે અનેક લોકોનો જીવ બચાવવા બદલ તેમના આભારી રહીશું.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Indian Railways to roll out the first rake of 20 LHB coaches for Bangladesh Railway on August 12

Media Coverage

Indian Railways to roll out the first rake of 20 LHB coaches for Bangladesh Railway on August 12
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 ઓગસ્ટ 2026
August 12, 2026

India Rising on Every Front: Economic Strength, Global Recognition & Self-Reliance Under PM Modi’s Vision