પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહાર સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા તમામ સાથીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમને પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમને પૂર્ણ વિશ્વાસ છે કે રાજ્યના સર્વાંગી વિકાસ માટેની તેમની પ્રતિબદ્ધતા બિહારને સમૃદ્ધિની નવી ઊંચાઈઓ પર લઈ જશે. તેમણે એક સશક્ત બિહાર અને વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવા માટે સૌને સાથે મળીને કામ કરવા આહવાન પણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ પટનાની મુલાકાત દરમિયાન બિહારના લોકો તરફથી મળેલા સ્નેહ અને આશીર્વાદ બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો

તેમણે કહ્યું કે તેઓ પોતાના થયેલા ઉષ્માભર્યા સ્વાગતથી અભિભૂત છે અને લોકોના સમર્થન અને ઉત્સાહ બદલ તેમનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે લોકોમાં જોવા મળેલો અભૂતપૂર્વ ઉત્સાહ વિકાસ અને જનસેવા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા માટે મજબૂત જનસમર્થન દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“બિહારની એનડીએ (NDA) સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા તમામ સાથીઓને હાર્દિક અભિનંદન અને ઘણી બધી શુભેચ્છાઓ! મને પૂર્ણ વિશ્વાસ છે કે રાજ્યના સર્વાંગી વિકાસ માટે તમારી પ્રતિબદ્ધતા આપણા આ પ્રદેશને સમૃદ્ધિની નવી ઊંચાઈઓ પર લઈ જશે. આવો, આપણે સૌ મળીને એક સશક્ત બિહાર અને વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરીએ.”
बिहार की एनडीए सरकार में मंत्री के रूप में शपथ लेने वाले सभी साथियों को हार्दिक बधाई एवं ढेरों शुभकामनाएं! मुझे पूर्ण विश्वास है कि राज्य के चौतरफा विकास के लिए आपकी प्रतिबद्धता हमारे इस प्रदेश को समृद्धि की नई ऊंचाइयों पर ले जाएगी। आइए, हम सब मिलकर एक सशक्त बिहार और विकसित भारत… pic.twitter.com/Hzytz8v0gW
— Narendra Modi (@narendramodi) May 7, 2026
“पटना में बिहार के अपने परिवारजनों का स्नेह और आशीर्वाद पाकर अभिभूत हूं! इस स्वागत के लिए आप सभी का हृदय से आभार। आपके अभूतपूर्व उत्साह से साफ है कि विकास और जनसेवा के हमारे संकल्प को जनता-जनार्दन का भरपूर समर्थन मिल रहा है।”


पटना में बिहार के अपने परिवारजनों का स्नेह और आशीर्वाद पाकर अभिभूत हूं! इस स्वागत के लिए आप सभी का हृदय से आभार। आपके अभूतपूर्व उत्साह से साफ है कि विकास और जनसेवा के हमारे संकल्प को जनता-जनार्दन का भरपूर समर्थन मिल रहा है। pic.twitter.com/z209v7vws0
— Narendra Modi (@narendramodi) May 7, 2026


