પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇટાલીના તુરિનમાં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સ 2025માં ભારતીય ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરી છે. ભારતીય ટુકડીએ 33 મેડલ જીતીને દેશને વૈશ્વિક મંચ પર ગૌરવ અપાવ્યું છે.

શ્રી મોદી આજે સંસદમાં રમતવીરોને મળ્યા અને તેમના સમર્પણ અને સિદ્ધિઓ બદલ અભિનંદન આપ્યા.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“મને આપણા રમતવીરો પર ખૂબ ગર્વ છે જેમણે ઇટાલીના તુરિનમાં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં દેશનું ગૌરવ વધાર્યું છે! આપણી અદ્ભુત ટુકડીએ 33 મેડલ જીત્યા છે.

સંસદમાં ટુકડીને મળ્યો અને તેમની સિદ્ધિઓ બદલ અભિનંદન આપ્યા.

@SpecialOlympics”

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Goods exports rise 15%+, top $200 billion

Media Coverage

Goods exports rise 15%+, top $200 billion
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ શ્રી એ. બાલકૃષ્ણનજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
August 27, 2026

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવેકાનંદ કેન્દ્રના અખિલ ભારતીય પ્રમુખ તરીકે સેવા આપનાર શ્રી એ. બાલકૃષ્ણનજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ સમાજમાં શ્રી બાલકૃષ્ણનજીના નોંધપાત્ર યોગદાનને યાદ કરતાં નોંધ્યું હતું કે તેમણે તેમના જીવનના પાંચ દાયકાથી વધુ સમય સ્વામી વિવેકાનંદના આદર્શો અને રાષ્ટ્રની સેવા માટે સમર્પિત કર્યા હતા. શ્રી મોદીએ નોંધ્યું કે, "તેમને ઉત્તર-પૂર્વ સાથે વિશેષ ગાઢ સંબંધ હતો. તેમણે શૈક્ષણિક, સામાજિક અને રાષ્ટ્ર-નિર્માણની પ્રવૃત્તિઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી."

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

વિવેકાનંદ કેન્દ્રના અખિલ ભારતીય પ્રમુખ તરીકે સેવા આપનાર શ્રી એ. બાલકૃષ્ણનજીના નિધનથી ઊંડા દુઃખની લાગણી અનુભવું છું.

બાલકૃષ્ણનજીએ તેમના જીવનના પાંચ દાયકાથી વધુ સમય સ્વામી વિવેકાનંદના આદર્શો અને સમાજની સેવા માટે સમર્પિત કર્યા હતા. વિવેકાનંદ કેન્દ્રના પ્રારંભિક જીવનવ્રતીઓમાંના એક તરીકે, તેમણે દેશભરમાં અથાક કામ કર્યું. તેમને ઉત્તર-પૂર્વ સાથે વિશેષ ગાઢ સંબંધ હતો. તેમણે શૈક્ષણિક, સામાજિક અને રાષ્ટ્ર-નિર્માણની પ્રવૃત્તિઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

સમગ્ર વિવેકાનંદ કેન્દ્ર પરિવાર અને તેમના પ્રશંસકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. ઓમ શાંતિ.

@vkendra