પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના હાસનમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
પીએમઓ ઇન્ડિયા હેન્ડલ પરથી X પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે:
"કર્ણાટકના હાસનમાં થયેલ અકસ્માત હૃદયદ્રાવક છે. આ દુઃખની ઘડીમાં, મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું આશા રાખું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થાય.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: પ્રધાનમંત્રી @narendramodi"
The mishap in Hassan, Karnataka, is heart-rending. In this tragic hour, my thoughts are with the bereaved families. I hope those who have been injured recover at the earliest.
— PMO India (@PMOIndia) September 13, 2025
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured…


