પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડોડામાં થયેલી દુખદ દુર્ઘટનામાં સેનાના બહાદુર જવાનોની થયેલી જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ડોડામાં થયેલી દુર્ઘટનાથી ખૂબ જ વ્યથિત છે, જેમાં આપણે આપણા બહાદુર સેનાના જવાનોને ગુમાવ્યા છે. રાષ્ટ્ર માટે તેમની સેવા હંમેશા યાદ રાખવામાં આવશે.
શ્રી મોદીએ ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પણ પ્રાર્થના કરી હતી અને કહ્યું હતું કે અસરગ્રસ્તોને તમામ સંભવિત સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“ડોડામાં થયેલી દુર્ઘટનાથી ખૂબ જ વ્યથિત છું, જેમાં આપણે આપણા બહાદુર સેનાના જવાનોને ગુમાવ્યા છે. રાષ્ટ્ર માટે તેમની સેવા હંમેશા યાદ રાખવામાં આવશે. ઇજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય. અસરગ્રસ્તોને તમામ સંભવિત સહાય પૂરી પાડવામાં આવી રહી છે.”
Deeply anguished by the mishap in Doda, in which we have lost our brave army personnel. Their service to the nation will be remembered forever. May the injured recover at the earliest. All possible support is being provided to those affected.
— Narendra Modi (@narendramodi) January 22, 2026


