પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના ટેહરી ગઢવાલ જિલ્લામાં થયેલા અકસ્માતમાં જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ દુઃખદ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ PMNRF માંથી પ્રત્યેક મૃતકના વારસદારોને રૂ. 2 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સખાવતી સહાય જાહેર કરી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“ઉત્તરાખંડના ટેહરી ગઢવાલ જિલ્લામાં અકસ્માતને કારણે થયેલી જાનહાનિ દુઃખદ છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય તેવી કામના.
જેમણે જીવ ગુમાવ્યા છે તે પ્રત્યેકના વારસદારોને PMNRF માંથી રૂ. 2 લાખની સખાવતી સહાય આપવામાં આવશે. ઇજાગ્રસ્તોને રૂ. 50,000 આપવામાં આવશે: PM @narendramodi”
The loss of lives due to an accident in Tehri Garhwal district of Uttarakhand is saddening. I extend my condolences to those who have lost their loved ones in this mishap. May the injured recover at the earliest.
— PMO India (@PMOIndia) April 23, 2026
An ex gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next…


