પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં બનેલી દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો. આ દુ:ખદ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી દરેક મૃતકના પરિવારને રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં બનેલી દુર્ઘટનાથી થયેલા જાનહાનિથી ખૂબ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.
આ દુ:ખદ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેકના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: PM @narendramodi"
Deeply anguished by the loss of lives due to the mishap in Mirzapur, Uttar Pradesh. My heartfelt condolences to the bereaved families. Praying for the quick recovery of the injured.
— PMO India (@PMOIndia) April 23, 2026
An ex gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each of those who lost…


