પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક પ્રવાસી વાહન ખીણમાં પડતાં જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે ઘાયલોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે ઘાયલોના જલદી સાજા થવાની પણ શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"હિમાચલ પ્રદેશના કુલ્લુમાં એક પ્રવાસી વાહન ખીણમાં પડી જવાની ઘટના ખૂબ જ દુઃખદ છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે હું ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આ સાથે ઘાયલોને.તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે. હું તેમને ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવું છું: પીએમ"
हिमाचल प्रदेश के कुल्लू में टूरिस्ट वाहन के खाई में गिरने की घटना अत्यंत दुखदायी है। इस दुर्घटना में जिन्होंने अपनों को खो दिया है, उनके परिजनों के प्रति मैं गहरी संवेदना प्रकट करता हूं। इसके साथ ही घायलों की हरसंभव मदद की जा रही है। उनके शीघ्र स्वस्थ होने की कामना करता हूं: PM
— PMO India (@PMOIndia) September 26, 2022


