પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં થયેલા એક અકસ્માતમાં થયેલા મૃત્યુ અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રી શ્રીએ મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયા અને પ્રાઇમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડ (PMNRF)માંથી અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને રૂ. 50,000ની સહાય પણ જાહેર કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"યુપીના લખીમપુર ખેરીમાં થયેલા અકસ્માતથી વ્યથિત. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો ઝડપથી સાજા થાય. PMNRF તરફથી 2 લાખ રૂપિયા દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: પીએમ @narendramodi"
Distressed by the accident in Lakhimpur Kheri, UP. Condolences to the bereaved families. May the injured recover quickly. Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 28, 2022


