પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાની નિંદા કરી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"મારા મિત્ર, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરના હુમલાથી ખૂબ જ ચિંતિત છું. આ ઘટનાની સખત નિંદા કરું છું. રાજકારણ અને લોકશાહીમાં હિંસાનું કોઈ સ્થાન નથી. તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.

અમારી સંવેદનાઓ અને પ્રાર્થના મૃતકોના પરિવાર, ઘાયલ થયેલા લોકો અને અમેરિકન લોકો સાથે છે.

@realDonaldTrump."