પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે રાષ્ટ્રપતિ ભવન કલ્ચરલ સેન્ટર, નવી દિલ્હી ખાતે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ વર્ષની થીમ 'વિકસિત ભારત@2047 માટે સર્વસમાવેશક માનવ વિકાસ' હતી. આ બેઠકમાં 28 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા મુખ્યમંત્રીઓ, લેફ્ટનન્ટ ગવર્નર્સ (LG) અને વહીવટકર્તાઓ (એડમિનિસ્ટ્રેટર્સ) હાજર રહ્યા હતા. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં તમામ 28 રાજ્યોના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હોય તેવું આ પ્રથમ વખત બન્યું હતું.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે એવા સમયે જ્યારે ઘણી મોટી અર્થવ્યવસ્થાઓ અનિશ્ચિતતા અને આર્થિક પડકારોનો સામનો કરી રહી છે, ભારતની વિકાસગાથા વિશ્વને પ્રેરણા આપી રહી છે. તેમણે આત્મનિર્ભરતા પ્રત્યે દેશના સંકલ્પને વધુ મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓ, ખાસ કરીને અક્ષય ઊર્જા (રિન્યુએબલ એનર્જી) ક્ષેત્રે અપનાવવા અને તેનો અમલ કરવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
સહકારી સંઘવાદ (કોઓપરેટિવ ફેડરલિઝમ) ના મહત્વ પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યોએ વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મળીને કામ કરવું જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિકસિત ભારતનું વિઝન દરેક રાજ્ય, જિલ્લા, બ્લોક અને ગામનો સામૂહિક સંકલ્પ બનવું જોઈએ.
ભારતના વસ્તી વિષયક પ્રોફાઇલ (ડેમોગ્રાફિક પ્રોફાઇલ) ની મજબૂતાઈ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું કે દેશના યુવાનો તેની સૌથી મોટી સંપત્તિ છે, જેમાં લગભગ 70 કરોડ ભારતીયો 25 વર્ષથી ઓછી ઉંમરના છે. આને ડેમોગ્રાફિક ડિવિડન્ડ ગણાવીને, તેમણે રાજ્યોને શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણની પહેલો દ્વારા તેને ડેવલપમેન્ટ ડિવિડન્ડમાં બદલવા પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી, જે યુવાનોને ભવિષ્યની તકો અને પડકારો માટે સજ્જ કરે.
તાજેતરમાં કેટલાક દેશો સાથે ભારતના પૂર્ણ થયેલા વેપાર કરારોનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ રાજ્યોને યુવાનો અને MSMEs માટે તકો ઊભી કરવા અને આ કરારોથી ઉદ્ભવતા લાભોનો અસરકારક રીતે ઉપયોગ કરવા માટે હિતધારકોને સક્ષમ બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે રાજ્યોને ભાગીદાર દેશોમાંથી સક્રિયપણે રોકાણ આકર્ષવા પણ વિનંતી કરી હતી.
મહિલા નેતૃત્વ હેઠળના વિકાસ (વુમન-લેડ ડેવલપમેન્ટ) પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ રાજ્યોને લખપતિ દીદીઓની સંખ્યા 3 કરોડથી વધારીને 6 કરોડ કરવા માટે કામ કરવા આહવાન કર્યું હતું અને નારી શક્તિ માટે સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ રાજ્યોને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) પહેલ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેની આસપાસ નિકાસ-લક્ષી વ્યૂહરચના વિકસાવવા વિનંતી કરી હતી. તેમણે સંરક્ષણ ઉત્પાદન (ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ) ને એક એવા ઉભરતા ક્ષેત્ર તરીકે ઓળખાવ્યું જ્યાં ભારત એક વિશિષ્ટ ઓળખ સ્થાપિત કરી રહ્યું છે અને રાજ્યોને તેના વિકાસથી ઉદ્ભવતી તકોનો લાભ લેવા માટે નીતિઓ ઘડવા પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રધાનમંત્રીએ નશીલા પદાર્થોના દુરુપયોગ અને સાયબર ફ્રોડ જેવા ઉભરતા સામાજિક પડકારોને અટકાયતી પગલાં, જાગૃતિ અભિયાનો અને અસરકારક શાસન દ્વારા ઉકેલવા માટે સંકલિત પ્રયાસોની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો.
પ્રધાનમંત્રીએ અલ નીનો (El Niño) ની સ્થિતિથી ઉદ્ભવતી ચિંતાઓ તરફ પણ ધ્યાન દોર્યું હતું અને રાજ્યોને જળ સંરક્ષણને પ્રોત્સાહન આપવા તેમજ કુદરતી અને ઓર્ગેનિક ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી. તેમણે નોંધ્યું હતું કે વર્તમાન ખરીફ સીઝન દરમિયાન ખેડૂતો દ્વારા 11 લાખ ટન ઓર્ગેનિક ખાતરની ખરીદી ટકાઉ કૃષિમાં વધતા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.
પ્રધાનમંત્રીએ જિલ્લા સ્તરે, ખાસ કરીને આકાંક્ષી જિલ્લાના માપદંડો (એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પેરામીટર્સ) દ્વારા પ્રગતિનું મૂલ્યાંકન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ સૂચવ્યું કે સમાન તર્જ પર, સકારાત્મક પરિણામો લાવવા માટે કૃષિ ક્ષેત્રે 100 જિલ્લાઓની ઓળખ કરવી જોઈએ. તેમણે રાજ્યોને આ દિશામાં નેતૃત્વ લેવા વિનંતી કરી જેથી આકાંક્ષી અભિગમ દ્વારા મોટું પરિવર્તન લાવી શકાય.
પ્રધાનમંત્રીએ વિકસિત ભારત@2047 ના વિઝનને હાંસલ કરવા માટે એક મોનિટરિંગ ફ્રેમવર્ક અને લક્ષિત 100-દિવસ તેમજ પાંચ વર્ષના લક્ષ્યોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
રોકાણ આકર્ષવા માટે સુશાસન, પારદર્શિતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વ પર પ્રકાશ પાડતા, તેમણે રાજ્યોને બ્રાન્ડિંગ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ (વ્યાપાર કરવાની સરળતા) અને ડેટા સેન્ટર્સ તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં ઉભરતી તકો પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે AI ને એક તક તરીકે જોવી જોઈએ અને ભવિષ્યની અર્થવ્યવસ્થા માટે જરૂરી કૌશલ્યોથી લોકોને સજ્જ કરવા માટે વધુ પ્રયાસો કરવા આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રીઓ/લેફ્ટનન્ટ ગવર્નર્સ/વહીવટકર્તાઓએ પ્રધાનમંત્રી મોદીને તેમના કાર્યાલયમાં 12 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ વૈશ્વિક ભૌગોલિક-રાજકીય કટોકટીનો સામનો કરવા અને ઊર્જા જરૂરિયાતોના સંદર્ભમાં ભારતની સ્થિતિસ્થાપકતાને મજબૂત કરવા તેમજ તેના વિકાસના માર્ગને જાળવી રાખવા માટે કેન્દ્ર સાથે એકતા દર્શાવી હતી.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ ચર્ચાઓ રચનાત્મક હતી અને તે રાજ્યોની આકાંક્ષાઓ, આશાઓ, અનુભવો, શ્રેષ્ઠ પદ્ધતિઓ અને પડકારોને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રીએ બેઠકમાં ભાગ લેવા બદલ તમામ મુખ્યમંત્રીઓ, LG અને વહીવટકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પરસ્પર સહયોગ, ઇનોવેશન અને વિકાસ પ્રત્યેની વહેંચાયેલી પ્રતિબદ્ધતા દ્વારા ભારત 2047 સુધીમાં વિકસિત ભારત તરફની તેની સફરને વેગ આપી શકે છે.
Chaired the 11th NITI Aayog Governing Council meeting on the theme of ‘Inclusive Human Development for Viksit Bharat@2047.’
— Narendra Modi (@narendramodi) June 11, 2026
Talked about a wide range of issues, including emphasising on self-reliance, adopting global best practices and strengthening the journey of reforms.… pic.twitter.com/wKPzgVKuFs
Talked about how the Centre and states can focus on youth empowerment. There is great scope in areas such as education, skill development and capacity building.
— Narendra Modi (@narendramodi) June 11, 2026
Urged the states to take advantage of the various trade deals signed by India, particularly in MSME sector. These…
Called upon the states to work towards increasing the number of Lakhpati Didis from 3 crore to 6 crore, which will further strengthen our collective endeavour of women-led development.
— Narendra Modi (@narendramodi) June 11, 2026
Also urged the states to focus on ODOP initiatives, which provide opportunities to the local…
It is important that there be coordinated efforts to tackle social challenges such as drug abuse and cyber fraud that are negatively impacting numerous lives.
— Narendra Modi (@narendramodi) June 11, 2026
The states have a paramount role in realising the dream of a Viksit Bharat.
— Narendra Modi (@narendramodi) June 11, 2026
In this context, highlighted the need for a monitoring framework and the states to set targeted 100-day, five-year, ten-year goals that will help achieve the vision of Viksit Bharat.





