પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3-4 જુલાઈ 2025 દરમિયાન ત્રિનિદાદ અને ટોબેગો પ્રજાસત્તાક (T&T) ની રાજ્ય મુલાકાત માટે આજે પોર્ટ ઓફ સ્પેનમાં પહોંચ્યા. 1999 પછી કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા ત્રિનિદાદ અને ટોબેગોની આ પહેલી દ્વિપક્ષીય મુલાકાત છે. બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોના પ્રતિક તરીકે, પ્રધાનમંત્રીનું પોર્ટ ઓફ સ્પેન એરપોર્ટ પર આગમન સમયે ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી કમલા પ્રસાદ-બિસેસર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. તેમની સાથે મંત્રીમંડળના સભ્યો અને અન્ય ઘણા મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રીને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને ખાસ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

હોટલમાં આગમન સમયે, દેશના અનેક કેબિનેટ મંત્રીઓની હાજરીમાં ત્રિનિદાદ અને ટોબેગોમાં રહેતા ભારતીય સમુદાય દ્વારા પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.


Landed in Port of Spain, Trinidad & Tobago. I thank Prime Minister Kamla Persad-Bissessar, distinguished members of the Cabinet and MPs for the gesture of welcoming me at the airport. This visit will further cement bilateral ties between our nations. Looking forward to addressing… pic.twitter.com/lyxxnKKfsR
— Narendra Modi (@narendramodi) July 3, 2025


