પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર સિકંદરાબાદ સંસદીય મતવિસ્તારમાં આયોજિત “હેલ્ધી બેબી” શો અભિયાનની પ્રશંસા કરી છે. શ્રી મોદી ઉત્તર પૂર્વીય ક્ષેત્રના કેન્દ્રીય સંસ્કૃતિ, પર્યટન અને વિકાસમંત્રી જી કિશન રેડ્ડીના ટ્વીટ થ્રેડનો જવાબ આપી રહ્યા હતા જેમાં શ્રી રેડ્ડીએ માહિતી આપી હતી કે સિકંદરાબાદ સંસદીય મતવિસ્તારની દરેક વસાહત અને સોસાયટી દરેક બસ્તીમાં “હેથી બેબી શો” માટે નોંધણી ફોર્મના વિતરણ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તેમણે એવી પણ માહિતી આપી છે કે સ્વસ્થ બાળકો અને તેમના પરિવારોને પ્રમાણપત્રો અને ‘પોશણ કિટ્સ’ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કેન્દ્રીય મંત્રી દ્વારા ટ્વીટ થ્રેડોનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"આ એક નોંધપાત્ર પ્રયાસ છે, જેનાથી બાળકોને ઘણો ફાયદો થશે."
This is a noteworthy effort, which will greatly benefit children. https://t.co/qC1LUbArRc
— Narendra Modi (@narendramodi) February 24, 2023


