"આ ભારતની ક્ષણ છે"
"21મી સદીના આ દાયકામાં ભારત સમક્ષ જે સમયગાળો છે, તે અભૂતપૂર્વ છે"
"વર્ષ 2023ના પ્રથમ 75 દિવસની સફળતાઓ ઇન્ડિયા મૉમન્ટનું પ્રતિબિંબ છે"
"વિશ્વ ભારતીય સંસ્કૃતિ અને સૉફ્ટ પાવર માટે અભૂતપૂર્વ આકર્ષણ ધરાવે છે"
"જો દેશને આગળ વધવું હોય, તો તેનામાં હંમેશા ગતિશીલતા હોવી જોઈએ અને સાહસિક નિર્ણયો લેવાની શક્તિ હોવી જોઈએ"
"આજે દેશવાસીઓમાં એવો વિશ્વાસ જાગ્યો છે કે સરકાર તેમની કાળજી લે છે"
"અમે શાસનને માનવીય સ્પર્શ આપ્યો છે"
"ભારત આજે જે કંઈ પણ પ્રાપ્ત કરી રહ્યું છે, તે આપણી લોકશાહીની શક્તિ, આપણી સંસ્થાઓની શક્તિને કારણે છે"
"આપણે 'સબ કા પ્રયાસ'થી ભારતની પળને મજબૂત કરવી જોઈએ અને આઝાદી કા અમૃત મહોત્સવમાં વિકસિત ભારતની યાત્રાને સશક્ત બનાવવી જોઈએ”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં હૉટેલ તાજ પેલેસ ખાતે ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવને સંબોધન કર્યું હતું.

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ આ સંમેલન માટે પસંદ કરવામાં આવેલી થીમ 'ધ ઇન્ડિયા મૉમન્ટ' પર આનંદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, વિશ્વના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓ, વિશ્લેષકો અને ચિંતકો એ અવાજનો પડઘો પાડે છે કે, આ ખરેખર ભારતની ક્ષણ છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, ઇન્ડિયા ટુડે ગ્રૂપ પણ એવો જ આશાવાદ દર્શાવે છે, જે તેને વધુ વિશેષ બનાવે છે. પ્રધાનમંત્રીએ 20 મહિના અગાઉ લાલ કિલ્લા પરથી પોતાનાં સંબોધનને યાદ કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, "આ જ સમય છે અને આ યોગ્ય સમય છે." પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ભારતની ક્ષણ છે.

કોઈ પણ દેશની વિકાસયાત્રામાં આડે આવતા વિવિધ પડકારો અને તબક્કાઓનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 21મી સદીના આ દાયકાનો સમયગાળો ભારત માટે વિશેષ મહત્વ ધરાવે છે. ઘણા દાયકાઓ અગાઉ વિકસિત થયેલા દેશોના માર્ગમાં આડે આવેલા સંજોગોનાં તફાવત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, તેમની સફળતાનું કારણ એ હતું કે, તેઓ એવી દુનિયામાં પોતાની જાત સાથે સ્પર્ધા કરી રહ્યાં છે, જ્યાં વૈશ્વિક સ્પર્ધાનો અભાવ હતો. તેમણે ધ્યાન દોર્યું હતું કે, અત્યારે ભારત જે સંજોગોનો સામનો કરી રહ્યું છે, તે સંપૂર્ણપણે અલગ છે, જ્યાં વૈશ્વિક પડકારો વ્યાપક પ્રકૃતિના છે અને ઘણાં સ્વરૂપે આવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે સમગ્ર વિશ્વમાં જે 'ઇન્ડિયા મૉમન્ટ'ની ચર્ચા થઈ રહી છે, તે સામાન્ય નથી, ખાસ કરીને જ્યારે 100 વર્ષમાં એકાદ વાર આવતી સૌથી મોટી મહામારી બે દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સાથે સાથે વિશ્વમાં ત્રાટકે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "એક નવો ઇતિહાસ રચવામાં આવી રહ્યો છે અને આપણે બધાં સાથે મળીને તેના સાક્ષી બની રહ્યા છીએ." તેમણે કહ્યું હતું કે, દુનિયા ભારત પર પોતાનો વિશ્વાસ પ્રદર્શિત કરી રહી છે. વૈશ્વિક સ્તરે ભારતની સિદ્ધિઓની યાદી આપતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર છે, સ્માર્ટફોન ડેટા વપરાશમાં વિશ્વમાં પ્રથમ ક્રમ ધરાવે છે, વૈશ્વિક ફિનટેક એડોપ્શન રેટમાં ટોચનું સ્થાન ધરાવે છે, દુનિયામાં બીજા ક્રમનું સૌથી મોટું મોબાઇલ ઉત્પાદક છે અને અન્ય વિવિધ બાબતોની સાથે વિશ્વમાં ત્રીજા ક્રમની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે.

વર્ષ 2023ના પહેલા 75 દિવસમાં દેશની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, ભારતનું ઐતિહાસિક ગ્રીન બજેટ લૉન્ચ કરવામાં આવ્યું છે, કર્ણાટકના શિવમોગામાં એક નવાં એરપોર્ટનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું છે, મુંબઈ મેટ્રોના આગામી તબક્કાની શરૂઆત કરવામાં આવી છે, વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝે તેની સફર પૂર્ણ કરી છે, બેંગ્લોર-મૈસુર એક્સપ્રેસવેનું ઉદ્‌ઘાટન થયું છે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના એક ભાગનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું છે, મુંબઈથી વિશાખાપટ્ટનમ જતી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી, આઈઆઈટી દરવાર્ડ કૅમ્પસનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું અને દેશે આંદામાન અને નિકોબાર ટાપુઓના 21 ટાપુઓ 21 પરમવીર ચક્ર વિજેતાઓને સમર્પિત કર્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારતે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણ હાંસલ કર્યા બાદ ઇ-20 ઇંધણ લૉન્ચ કર્યું, તુમકુરુમાં એશિયાની સૌથી આધુનિક હૅલિકોપ્ટર ઉત્પાદન સુવિધાનું ઉદ્‌ઘાટન કર્યું અને એર ઇન્ડિયાએ અત્યાર સુધીનો સૌથી વધુ ઉડ્ડયન ઓર્ડર આપ્યો. છેલ્લા 75 દિવસમાં, પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, ભારતમાં ઇ-સંજીવની એપ મારફતે 10 કરોડ ટેલિકન્સલ્ટેશનનું સિમાચિહ્ન પ્રાપ્ત થયું, 8 કરોડ નવાં નળનાં પાણીનાં જોડાણો પૂરાં પાડવામાં આવ્યાં, રેલવે નેટવર્કનું 100 ટકા વિદ્યુતીકરણ હાંસલ થયું, 12 ચિત્તાનો નવો બેચ કુનો નેશનલ પાર્કમાં પહોંચી ગયો, ભારતની મહિલા અંડર-19 ટીમે U19 T20 વર્લ્ડ કપ જીત્યો, અને દેશને બે ઓસ્કર જીતવાનો આનંદ અનુભવાયો. તેમણે એવી માહિતી પણ આપી હતી કે, છેલ્લા 75 દિવસમાં જી-20ની 28 મહત્ત્વપૂર્ણ બેઠકો, ઊર્જા શિખર સંમેલન અને ગ્લોબલ મિલેટ્સ કૉન્ફરન્સ યોજાઈ તથા બેંગલુરુમાં એરો ઇન્ડિયા સમિટમાં 100થી વધારે દેશોએ ભાગ લીધો. તેમણે એવી માહિતી પણ આપી હતી કે, સિંગાપોર સાથે યુપીઆઈ જોડાણ થયું છે, ભારતે તુર્કીની મદદ માટે 'ઓપરેશન દોસ્ત' શરૂ કર્યું અને અગાઉ સાંજે ભારત-બાંગ્લાદેશ ગેસ પાઇપલાઇનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આ તમામ બાબતો ભારતની ક્ષણનું પ્રતિબિંબ છે."

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે એક તરફ ભારત માર્ગો, રેલવે, બંદર અને એરપોર્ટ્સ જેવી ભૌતિક માળખાગત સુવિધાઓનું નિર્માણ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ દુનિયામાં ભારતીય સંસ્કૃતિ અને સૉફ્ટ પાવર માટે અભૂતપૂર્વ આકર્ષણ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે યોગ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની ગયો છે. આજે આયુર્વેદ માટે ઉત્સાહ છે અને ભારતની ખાણી-પીણી વિશે ઉત્સાહ છે." તેમણે નોંધ્યું હતું કે, ભારતીય ફિલ્મો અને સંગીત તેમની નવી ઊર્જાથી લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ એ બાબતની પણ નોંધ લીધી હતી કે, ભારતની બાજરી – શ્રી અન્ન પણ સમગ્ર વિશ્વ સુધી પહોંચી રહી છે. પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, 'ગ્લોબલ ગુડ' પ્રત્યે ભારતના વિચારો અને સંભવિતતાને વિશ્વ માન્યતા આપી રહી છે, પછી તે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન હોય કે પછી આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું ગઠબંધન હોય. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "એટલે જ આજે દુનિયા કહે છે કે, આ ભારતની ક્ષણ છે." તેમણે કહ્યું હતું કે, આ તમામ બાબતો બહુગુણી અસર ધરાવે છે અને તેમણે જાણકારી આપી હતી કે, મોટા ભાગના દેશો પોતે જ ભારતની પ્રાચીન મૂર્તિઓને પરત કરી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ઇન્ડિયા મૉમન્ટની સૌથી ખાસ બાબત એ છે કે, વચન કામગીરી સાથે જોડાયેલું છે." સમાચારોને બનાવનારી અગાઉના જમાનાની હેડલાઇન્સની તુલના કરતાં પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, સામાન્ય રીતે વિવિધ ક્ષેત્રોમાં લાખો કરોડનાં કૌભાંડોનો પર્દાફાશ થાય અને જનતા વિરોધમાં રસ્તા પર ઊતરી આવે, પરંતુ આજની હેડલાઇન્સ, પ્રધાનમંત્રીએ ઉદ્‌ગાર કર્યો, ભ્રષ્ટાચારના કેસોમાં પગલાં લેવાને કારણે ભ્રષ્ટાચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા એવી હોય છે. હળવી નોંધ પર, પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે મીડિયાએ ભૂતકાળમાં કૌભાંડોને કવર કરીને ઘણી ટીઆરપી મેળવી છે અને એવું સૂચન પણ કર્યું હતું કે હવે તેમની પાસે ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહીના સમાચારોને કવર કરવાની અને તેમની ટીઆરપી વધારવાની તક છે.

પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, અગાઉ શહેરોમાં બૉમ્બ વિસ્ફોટો અને નક્સલવાદી ઘટનાઓની હેડલાઇન્સ બનતી હતી, જ્યારે અત્યારે શાંતિ અને સમૃદ્ધિના સમાચાર છે. તેમણે એમ પણ યાદ કર્યું હતું કે, અગાઉ પર્યાવરણનાં નામે મોટા માળખાગત પ્રોજેક્ટ્સ બંધ થવાના સમાચાર આવતા હતા, ત્યારે આજે નવા હાઇવે અને એક્સપ્રેસવેનાં નિર્માણની સાથે પર્યાવરણ સાથે સંબંધિત સકારાત્મક સમાચાર છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, દુ:ખદ ટ્રેન અકસ્માતોના સમાચારો જે અગાઉ સામાન્ય હતા તે હવે સમાચાર બને છે કે આધુનિક ટ્રેનોની રજૂઆતને કારણે ઘટી ગયા છે. તેમણે એર ઇન્ડિયાના કૌભાંડો અને ગરીબીની વાતોને પણ સ્પર્શી હતી જ્યારે આજે વિશ્વના સૌથી મોટા વિમાન સોદાના સમાચાર હેડલાઇન્સ બનાવે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "વચન અને કામગીરીનું આ જ પરિવર્તન ઇન્ડિયા મૉમન્ટ લાવ્યું છે."

પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, જ્યારે દેશ આત્મવિશ્વાસ અને દ્રઢ સંકલ્પથી ભરેલો છે અને વિદેશી દેશો પણ ભારત માટે આશાવાદી છે ત્યારે ભારતને અપમાનિત કરવા અને ભારતનું મનોબળ તોડવાની નિરાશાવાદી વાતો થઈ રહી છે.

ગુલામીના યુગને કારણે ભારતે લાંબા ગાળાની ગરીબી જોઈ છે એ બાબત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારતનો ગરીબ શક્ય તેટલી વહેલી તકે ગરીબીમાંથી બહાર નીકળવા ઇચ્છે છે. તે ઇચ્છે છે કે તેની આવનારી પેઢીઓનાં જીવનની સાથે સાથે તેનું જીવન પણ બદલાય." પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, તમામ સરકારોના પ્રયાસોનાં પરિણામો તેમની ક્ષમતા અને સમજણ પર આધારિત હતાં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર નવાં પરિણામો ઇચ્છે છે, એટલે ઝડપ અને વ્યાપમાં વધારો કર્યો છે. તેમણે વિક્રમી ગતિએ 11 કરોડથી વધારે શૌચાલયોનું નિર્માણ કરવાનાં, 48 કરોડ લોકોને બૅન્કિંગ વ્યવસ્થામાં સામેલ કરવા અને પાકાં મકાનો માટેનાં નાણાં એ લાભાર્થીઓનાં બૅન્ક ખાતામાં સીધાં મોકલવાનાં ઉદાહરણો ટાંક્યાં હતાં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઘર બનાવવાની સમગ્ર પ્રક્રિયા પર સતત નજર રાખવામાં આવે છે, અને મકાનને પણ જીઓ ટેગ કરવામાં આવે છે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, છેલ્લાં 9 વર્ષમાં 3 કરોડથી વધારે ઘરોનું નિર્માણ થયું છે અને ગરીબોને સુપરત કરવામાં આવ્યાં છે. તેમણે ઉજાગર કર્યું કે આ ઘરોમાં મહિલાઓના પણ માલિકીના અધિકારો છે અને કહ્યું હતું કે, જ્યારે ગરીબ મહિલાઓ પોતાને સશક્ત અનુભવે છે ત્યારે ભારતની એ ક્ષણ આવે જ છે.

સમગ્ર વિશ્વમાં મિલકતના હક્કોના પડકારોનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ વર્લ્ડ બૅન્કના એક અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે, વિશ્વની માત્ર 30 ટકા વસતિ પાસે કાયદેસર રીતે તેમની સંપત્તિના રજિસ્ટર્ડ ટાઇટલ છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે વૈશ્વિક વિકાસની સામે સંપત્તિના અધિકારોના અભાવને એક મોટો અવરોધ માનવામાં આવે છે અને અઢી વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલી ભારતની પીએમ-સ્વામિત્વ યોજના પર પ્રકાશ પાડ્યો હતો, જ્યાં ડ્રોન તકનીકની મદદથી લેન્ડ મૅપિંગ કરવામાં આવી રહ્યું છે. તેમણે માહિતી આપી હતી કે, અત્યાર સુધીમાં ભારતનાં બે લાખ ચોત્રીસ હજાર ગામડાંઓમાં ડ્રોન સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને એક કરોડ બાવીસ લાખ પ્રોપર્ટી કાર્ડ્સ પણ આપવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અત્યારે ભારતમાં આ પ્રકારની ઘણી મૂક ક્રાંતિઓ થઈ રહી છે અને તે ઇન્ડિયા મૉમન્ટનો પાયો બની રહી છે." તેમણે એવી પણ માહિતી આપી હતી કે, આશરે અઢી લાખ કરોડ રૂપિયા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાંથી ખેડૂતોનાં બૅન્ક ખાતાઓમાં સીધા મોકલવામાં આવ્યાં છે, જેનો લાભ ભારતના 11 કરોડ નાના ખેડૂતોને મળ્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "નીતિગત નિર્ણયોમાં સ્થગિતતા અને યથાસ્થિતિ એ કોઈ પણ દેશની પ્રગતિમાં મોટો અવરોધ છે." તેમણે જૂની વિચારસરણી અને અભિગમ અને અમુક પરિવારોની મર્યાદાઓને કારણે ભારતમાં લાંબા સમય સુધી સ્થગિત રહેવા પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે, જો દેશને આગળ વધવું હોય તો તેમાં હંમેશાં ગતિશીલતા અને સાહસિક નિર્ણય લેવાની શક્તિ હોવી જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જો દેશે પ્રગતિ કરવી હોય તો તેમાં નવીનતાને સ્વીકારવાની ક્ષમતા હોવી જોઈએ અને પ્રાયોગિક માનસિકતા હોવી જોઈએ, તેને તેના દેશવાસીઓની ક્ષમતાઓ અને પ્રતિભામાં વિશ્વાસ હોવો જોઈએ અને આ બધાથી ઉપર, લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં લોકોના આશીર્વાદ અને ભાગીદારી હોવી જોઈએ. તેમણે નોંધ્યું હતું કે, માત્ર સરકાર અને સત્તાનાં માધ્યમથી સમસ્યાઓનું સમાધાન શોધવાથી બહુ મર્યાદિત પરિણામો મળે છે, પણ જ્યારે 130 કરોડ દેશવાસીઓની તાકાત એકઠી કરવામાં આવે છે, જ્યારે દરેકનાં પ્રયાસો શરૂ થાય, ત્યારે કોઈ પણ સમસ્યા દેશની સામે ઊભી નહીં થઈ શકે. તેમણે દેશની જનતાની સરકારમાં વિશ્વાસનાં મહત્વ પર ભાર મૂક્યો હતો અને સંતોષ વ્યક્ત કર્યો હતો કે, આજે નાગરિકોમાં એવો વિશ્વાસ જાગ્યો છે કે, સરકાર તેમની ચિંતા કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "સુશાસનમાં માનવીય સ્પર્શ અને સંવેદનશીલતા છે. અમે શાસનને માનવીય સ્પર્શ આપ્યો છે, અને ત્યારે જ કોઈ પણ વ્યક્તિ આટલી મોટી અસર જોઈ શકે છે. તેમણે વાઇબ્રન્ટ વિલેજ યોજનાનું ઉદાહરણ આપ્યું હતું, જે દેશનાં પ્રથમ ગામ હોવાનો આત્મવિશ્વાસ જગાવે છે અને આ ક્ષેત્રમાં વિકાસને પ્રાધાન્ય આપે છે. તેમણે નોંધ્યું હતું કે, કેન્દ્ર સરકારના મંત્રીઓ નિયમિતપણે પૂર્વોત્તરની મુલાકાત લે છે અને શાસનને માનવીય સ્પર્શ સાથે જોડે છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, તેઓ 50 વખત ઉત્તરપૂર્વની મુલાકાત લઈ ચૂક્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ સંવેદનશીલતાએ ન માત્ર પૂર્વોત્તરનું અંતર ઘટાડ્યું છે, પરંતુ ત્યાં શાંતિ સ્થાપિત કરવામાં પણ ઘણી મદદ કરી છે.

યુક્રેન કટોકટી દરમિયાન સરકારની કાર્યશૈલી પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારે આશરે 14,000 પરિવારો સાથે જોડાણ કર્યું અને દરેક ઘરમાં સરકારનાં પ્રતિનિધિને મોકલ્યા. તેમણે કહ્યું હતું કે, "અમે મુશ્કેલ સમયમાં તેમને ખાતરી આપી કે, સરકાર તેમની સાથે છે." તેમણે કહ્યું હતું કે, "ઇન્ડિયા મૉમન્ટને માનવીય સંવેદનાઓથી ભરેલાં આ પ્રકારનાં શાસનમાંથી ઊર્જા મળે છે." તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, જો આ માનવીય સ્પર્શ શાસનકાળમાંથી ગાયબ હોત તો દેશ કોરોના સામેની આટલી મોટી લડાઈ જીતી શક્યો ન હોત.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "અત્યારે ભારત જે કંઈ પણ હાંસલ કરી રહ્યું છે, તે આપણી લોકશાહીની શક્તિ, આપણી સંસ્થાઓની શક્તિને આભારી છે." તેમણે કહ્યું હતું કે, ભારતની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર નિર્ણાયક નિર્ણયો લે છે, એ દુનિયા જોઈ રહી છે. તેમણે માહિતી આપી હતી કે, ભારતે છેલ્લાં થોડાં વર્ષોમાં ઘણી નવી સંસ્થાઓનું સર્જન કર્યું છે તથા તેમણે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન અને આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગઠબંધનનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે નીતિ આયોગ ભવિષ્યનો રોડમેપ નક્કી કરવામાં મોટી ભૂમિકા ભજવે છે, નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ દેશમાં કોર્પોરેટ ગવર્નન્સને મજબૂત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ભારતમાં આધુનિક કરવેરા વ્યવસ્થા ઊભી કરવામાં જીએસટી કાઉન્સિલની ભૂમિકા વિશે પણ વાત કરી હતી. તેમણે એમ પણ નોંધ્યું હતું કે કોરોના વચ્ચે દેશમાં ઘણી ચૂંટણીઓ સફળતાપૂર્વક યોજાઇ હતી. વૈશ્વિક સંકટ વચ્ચે આજે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે, બૅન્કિંગ વ્યવસ્થા મજબૂત છે. આ આપણી સંસ્થાઓની તાકાત છે." તેમણે માહિતી આપી કે સરકારે અત્યાર સુધીમાં કોરોના રસીના 220 કરોડ ડૉઝ આપ્યા છે. "મને લાગે છે કે આનાં કારણે આપણી લોકશાહી અને આપણી લોકશાહી સંસ્થાઓ પર સૌથી વધુ હુમલો થઈ રહ્યો છે. પરંતુ મને ખાતરી છે કે, આ હુમલાઓ વચ્ચે પણ ભારત ઝડપથી તેના લક્ષ્યાંકો તરફ આગળ વધશે અને તેના લક્ષ્યાંકો હાંસલ કરશે," એમ તેમણે ઉમેર્યું હતું.

સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ વૈશ્વિક સ્તરે ભારતીય મીડિયાની ભૂમિકાને વિસ્તૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, "આપણે 'સબ કા પ્રયાસ' સાથે ઇન્ડિયા મૉમન્ટને મજબૂત બનાવવી પડશે અને આઝાદી કા અમૃત મહોત્સવમાં વિકસિત ભારતની યાત્રાને સશક્ત બનાવવી પડશે."

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India stands tall in shaky world economy as Fitch lifts FY26 growth view to 7.5%

Media Coverage

India stands tall in shaky world economy as Fitch lifts FY26 growth view to 7.5%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Barak Valley will become a major logistics and trade hub for the North East: PM Modi in Silchar, Assam
March 14, 2026
Today, North-East India is the center of India’s Act East Policy; It is becoming a bridge that connects India with South-East Asia: PM
The farmers of Barak Valley and tea garden workers have made a significant contribution to Assam’s development; the Government is continuously working for farmers’ welfare: PM
We consider border villages as the nation’s first villages; the next phase of the Vibrant Village Programme was launched from Cachar district to boost development in several Barak Valley villages as well: PM

भारत माता की जय।

भारत माता की जय।

भारत माता की जय।

प्रानोप्रिय बोराक उपत्यकार, सम्मानित नागरिकवृंद, आपनादेर शोबाई के आमार प्रोणाम जानाई।

राज्य के लोकप्रिय मुख्यमंत्री हिमंता बिस्वा सरमा जी, केंद्रीय मंत्रिमंडल में मेरे साथी सर्बानंद सोनोवाल जी, उपस्थित राज्य सरकार के मंत्रीगण, जनप्रतिनिधिगण और मेरे प्यारे भाईयों और बहनों।

संस्कृति, साहस और जीवंतता से भरपूर बराक वैली के आप सभी परिवारजनों के बीच आना बहुत विशेष अनुभव रहता है। सिलचर को तो बराक घाटी का गेटवे कहा जाता है। ये वो जगह है जहां इतिहास, भाषा, संस्कृति और उद्यम ने मिलकर अपनी एक विशेष पहचान बनाई है। यहां बांग्ला बोली जाती है, असमिया की गूँज सुनाई देती है और अन्य जनजातीय परंपराएं भी फुलती-फलती हैं। यहां इतनी विविधता को अपनी ताकत बनाकर आप सभी भाईचारे के साथ, सद्भाव के साथ, इस पूरे क्षेत्र का विकास कर रहे हैं। ये बराक वैली का बहुत बड़ा सामर्थ्य है

साथियों,

बराक नदी के उपजाऊ मैंदानों ने, यहां के चाय बागानों ने, यहां के किसानों को, यहां के ट्रेड रूट्स को, एजुकेशन सेंटर्स को हमेशा प्रोत्साहित किया है। ये क्षेत्र असम ही नहीं, पूरे नॉर्थ ईस्ट और पश्चिम बंगाल को भी कनेक्ट करता है। बराक घाटी के इसी महत्व को 21वीं सदी में और अधिक सशक्त करने के लिए मैं आज आपके बीच आया हूं, आपके आशीर्वाद लेने आया हूं। थोड़ी देर पहले यहां बराक वैली की कनेक्टिविटी से जुड़े, नॉर्थ ईस्ट की कनेक्टिविटी से जुड़े, हजारों करोड़ रूपये के प्रोजेक्ट्स का शिलान्यास और लोकार्पण हुआ है। रोड़ हो, रेल हो, एग्रीकल्चर कॉलेज हो, ऐसे हर प्रोजेक्ट्स से बराक वैली नॉर्थ ईस्ट का एक बड़ा लॉजिस्टिक और ट्रेड हब बनने जा रहा है। इससे यहां के नौजवानों के लिए रोजगार के, स्वरोजगार के अनगिनत, अनगिनत अवसर बनने जा रहे हैं। मैं आप सभी को इन सभी विकास परियोजाओं के लिए बहुत-बहुत बधाई देता हूं।

साथियों,

आजादी के अनेक दशकों तक कांग्रेस की सरकारों ने नॉर्थ ईस्ट को दिल्ली से और दिल से, दोनों से ही दूर रखा। कांग्रेस ने नॉर्थ ईस्ट को एक प्रकार से भुला दिया था। लेकिन बीजेपी की डबल इंजन सरकार ने नॉर्थ ईस्ट को ऐसे कनेक्ट किया है कि आज हर तरफ इसकी चर्चा है। आज नॉर्थ ईस्ट भारत की एक्ट ईस्ट पॉलिसी का केंद्र है, दक्षिण पूर्व एशिया के साथ भारत को जोड़ने वाला सेतु बन रहा है।

लेकिन साथियों,

जैसे कांग्रेस ने नॉर्थ ईस्ट को अपने हाल पर छोड़ दिया था, ठीक वैसे ही बराक वैली को भी बेहाल करने में कांग्रेस की बहुत बड़ी भूमिका रही है। जब देश आज़ाद हुआ, तो कांग्रेस ने ऐसी बाउंड्री खींचने दी, जिससे बराक घाटी का समंदर से संपर्क ही कट गया। जो बराक वैली कभी ट्रेड रूट के रूप में, एक औद्योगिक केंद्र के रूप में जानी जाती थी, उस बराक वैली से उसकी ताकत ही छीन ली गई। आज़ादी के बाद भी दशकों तक कांग्रेस की सरकारें रहीं, लेकिन बराक घाटी के विकास के लिए कुछ खास नहीं हुआ।

साथियों,

बीजेपी की डबल इंजन सरकार, इस स्थिति को बदल रही है। हम बराक घाटी को फिर से व्यापार कारोबार का बड़ा हब बनाने के लिए निरंतर काम कर रहे हैं। आज इस दिशा में एक बहुत बड़ा और अत्यंत महत्वपूर्ण कदम उठाया जा रहा है। आज करीब 24 हजार करोड़ रुपए के शिलांग-सिलचर हाई-स्पीड कॉरिडोर का भूमि पूजन हुआ है, 24 हजार करोड़ रुपए, कितने? कितने? 24 हजार करोड़ रुपए। कितने? कितने? कितने? ये जरा कांग्रेस वालों को पूछना, जरा कागज पेन देना और उनको कहना कि जरा कागज पर 24 हजार करोड़ लिखो तो, कितने, कितने जीरो लगते हैं, आएगा नहीं उनको। ये कांग्रेस वालों के दिमाग का ताला जहां बंद हो जाता है ना, वहां हमारा काम शुरू हो जाता है। यह नॉर्थ-ईस्ट का पहला Access Controlled High-Speed Corridor होगा।

साथियों,

ये सिर्फ एक हाईवे प्रोजेक्ट नहीं है, ये नॉर्थ ईस्ट के लोगों के दशकों पुराने इंतजार का अंत हो रहा है। इस कॉरिडोर से सिलचर, मिजोरम, मणिपुर और त्रिपुरा, ये सब राज्य कनेक्ट होने वाले हैं। इन तीनों राज्यों से आगे बांग्लादेश और म्यांमार हैं और फिर आगे दक्षिण-पूर्व एशिया का विशाल बाजार है। यानी बराक घाटी, एक बहुत उज्जवल भविष्य की तरफ जुड़ने का आज शिलान्यास कर रही है। इसका फायदा असम सहित पूरे नॉर्थ ईस्ट के किसानों को होगा, यहां के नौजवानों को होगा। इतनी अच्छी कनेक्टिविटी वाले ये सारा क्षेत्र बनने से, इस पूरे क्षेत्र में इंडस्ट्री को बल मिलेगा, टूरिज्म को फायदा होगा और सबसे बड़ी बात, हिन्दुस्तान का कोना-कोना आसानी से आप लोगों से जुड़ जाने वाला है।

साथियों,

आप सभी यहां सिलचर में ट्रैफिक को लेकर भी काफी परेशान रहे हैं। अब सिलचर फ्लाईओवर से ये समस्या भी कम हो जाएगी। सिल्चर मेडिकल कॉलेज, NIT सिल्चर और असम यूनिवर्सिटी में पढ़ाई कर रहे युवा साथियों के लिए, ये बहुत अच्छी सुविधा हो गई है। इससे आने-जाने में उनका बहुत ही कीमती समय बचने वाला है।

साथियों,

डबल इंजन की बीजेपी सरकार, असम की रेल कनेक्टिविटी पर भी बहुत अधिक काम कर रही है। खासतौर पर रेलवे का बिजलीकरण हमारी बहुत बड़ी प्राथमिकता रहा है। अब असम का ढाई हजार किलोमीटर से अधिक का रेल नेटवर्क, अब इलेक्ट्रिफाई हो चुका है। अब यहां भी तेज़ गति से ट्रेनें चल पाएंगी, इससे बराक वैली के स्वच्छ वातावरण को भी फायदा मिलेगा।

साथियों,

बराक वैली के किसानों और यहां के चाय-बागानों में काम करने वाले श्रमिकों का असम के विकास में बहुत बड़ा योगदान है। डबल इंजन सरकार किसानों के कल्याण के लिए निरंतर कदम उठा रही है। कल ही, गुवाहाटी से मैंने पीएम किसान सम्मान निधि की अगली किश्त जारी की है। अब तक पीएम किसान सम्मान निधि का देश के किसानों को लाखों करोड़ रूपया, और अकेले हमारे असम के किसानों को 20 हजार करोड़ रुपए से ज्यादा पैसा असम के किसानों को मिल चुका है। अब आप सोचिये, हमने 10 साल में यहां के किसानों की जेब में, 20 हजार करोड़ रुपया उनकी जेब में दिया है। ये कांग्रेस वालों ने 10 साल राज किया, प्रधानमंत्री तो असम से चुनकर के गए थे, उसके बावजूद भी एक फूटी कौड़ी नहीं दी, एक फूटी कौड़ी किसानों को नहीं दी, हमने 20 हजार करोड़ रूपया दिया है। कल बराक वैली के हज़ारों किसानों के खाते में भी, ये आखिरी किस्त भी पहुंची है, ये वाली किस्त पहुंची है और फिर जब चुनाव के बाद आएगा समय, तब भी पहुंचेगी। ये पैसा खेती से जुड़ी छोटी-छोटी जरूरतों को पूरा करने में, मेरे गांव के छोटे-छोटे किसान भाई-बहनों को बहुत बड़ी मदद कर रहा है।

साथियों,

बराक वैली अब अपनी फसलों के लिए ही नहीं, बल्कि कृषि से जुड़ी पढ़ाई और रिसर्च के लिए भी जानी जाएगी। पत्थरकांडी में बराक घाटी के पहले एग्रीकल्चर कॉलेज का निर्माण कार्य आज से शुरु हो रहा है। इससे किसानों को तो फायदा होगा ही, यहां के नौजवानों को कृषि स्टार्टअप्स के लिए सहयोग, समर्थन और प्रोत्साहन मिलेगा।

साथियों,

भाजपा का मंत्र है- जो विकास की दौड़ में पीछे रह गया, उसे प्राथमिकता देना। कांग्रेस की सरकारें बॉर्डर एरिया को, देश के अंतिम गांव मानती थीं। हम बॉर्डर के गांवों को देश के पहले गांव मानते हैं। और इसलिए, बॉर्डर एरिया के विकास के लिए, कछार जिले से ही वाइब्रेंट विलेज प्रोग्राम का अगला चरण शुरु किया था। इससे बराक वैली के अनेक गांवों में भी सुधार होना तय हो गया है।

साथियों,

यहां बड़ी संख्या में चाय-बागानों में कार्य करने वाले साथी भी हैं। असम सरकार ने, चाय-बगानों से जुड़े हजारों परिवारों को, उनकी जमीन का अधिकार देने का ऐतिहासिक काम किया है, वो इन परिवारों के भविष्य को बदलने की एक बड़ी शुरुआत है। जमीन के पट्टे मिलने से, इन परिवारों को सुरक्षा मिली है, उन्हें सम्मान का जीवन मिलना सुनिश्चित हुआ है।

साथियों,

आप जरा वहां से दूर रहिए, अब जगह नहीं है, आगे नहीं आ सकते हैं। देखिए वहां से जरा दूर रखिये उनको, अब आगे नहीं आ सकते भईया, अरे हमारे असम के भाई-बहन तो बड़े समझदार हैं। आपका से प्यार, आपका आशीर्वाद, ये इतनी बड़ी ताकत है, कृपा करके आप।

साथियों,

मैं हेमंता जी की सरकार को बधाई देता हूं, चाय-बागानों में करीब 200 सालों से सेवा दे रही अनेक पीढ़ियों के संघर्ष को आपने आज सम्मान दिया है। देखिए मेरी इस बात पर बादल भी गरजने लग गए। मुझे खुशी है कि जिनको पहले की सरकारों ने अपने हाल पर छोड़ दिया था, उनकी सुध बीजेपी सरकार ने ली है।

साथियों,

ये सिर्फ भूमि पर कानूनी अधिकार का ही मामला नहीं है। इससे ये लाखों परिवार, केंद्र और राज्य सरकार की अनेक कल्याणकारी योजनाओं से भी तेज़ी से जुड़ेंगे। पक्के घर की योजना हो, बिजली, पानी और गैस की योजनाएं हों, इन सब स्कीम्स का पूरा फायदा अब इन परिवारों को मिलना संभव होगा।

साथियों,

बीते सालों में बीजेपी सरकार ने चाय-बागानों में अनेक स्कूल खोले हैं, बच्चों को स्कॉलरशिप्स दिए हैं। सरकारी नौकरियों के लिए भी रास्ते खोले गए हैं। ऐसे प्रयासों से चाय-बागानों के युवाओं के लिए सुनहरे भविष्य के द्वार खुल रहे हैं।

साथियों,

बीजेपी की डबल इंजन सरकार के लिए शिक्षा, कौशल विकास और स्वास्थ्य सुविधाएं बहुत बड़ी प्राथमिकताएं रही हैं। असम ने तो शिक्षा और स्वास्थ्य को लेकर कांग्रेस की उपेक्षा को बहुत लंबे समय तक भुगता है। आज असम शिक्षा और स्वास्थ्य का बहुत बड़ा हब बनकर सामने आ रहा है। इसका बहुत अधिक फायदा बराक वैली को मिला है। आज यहां शिक्षा और स्वास्थ्य से जुड़े अनेक बड़े संस्थान बन चुके हैं।

साथियों,

कांग्रेस ने असम के युवाओं को सिर्फ हिंसा और आतंकवाद के कुचक्र में ही उलझाए रखा था। कांग्रेस ने असम को फूट डालो और राज करो की नीति की प्रयोगशाला बनाया। आज असम के युवाओं के सामने अवसरों का खुला आसमान है। आज असम भारत के सेमीकंडक्टर सेक्टर का अहम हिस्सा बन रहा है। यहां नेक्स्ट जेनरेशन टेक्नॉलॉजी से जुड़ा इकोसिस्टम और टैलेंट तैयार हो रहा है। यहां IIT और IIM जैसे संस्थान बन रहे हैं। मेडिकल कॉलेज, एम्स और कैंसर अस्पतालों का सशक्त नेटवर्क बन रहा है। शांति और प्रगति का ये नया दौर, अनेक बलिदानों और अनेक प्रयासों से आया है। अब ऐसी हर ताकत को मुंहतोड़ जवाब देना है, जो असम को पुराने दौर में धकेलने की कोशिश करती है।

साथियों,

आज मैं सिलचर से असम को सावधान-सतर्क भी करना चाहता हूं। आपने कांग्रेस को असम से बाहर किया। आज देश का हर राज्य कांग्रेस को सबक सिखा रहा है। कांग्रेस एक के बाद एक चुनाव हार रही है। अब निकट भविष्य में, कांग्रेस खुद के पराजय के इतिहास की सेंचूरी मारने वाला है। हार की हताशा से भरी कांग्रेस ने देश के खिलाफ ही मोर्चा खोल दिया है। कांग्रेस के नेता देश को बदनाम करने में जुट गए हैं, आपने देखा है, दिल्ली में इतनी बड़ी AI समिट हुई। आज पूरी दुनिया जब आर्टिफिशियल इंटेलिजेंस, AI को लेकर बहुत ही उत्सुक है। दिल्ली में सफलतापूर्वक विश्व की एक नई आशा पैदा करने वाला AI समिट हुआ। दुनियाभर के नेता, दुनियाभर की टेक्नॉलॉजी कंपनियां, टेक्नॉलॉजी के बड़े-बड़े लीडर दिल्ली आए थे। कांग्रेस ने इस समिट को बदनाम करने के लिए कपड़ा फाड़ प्रदर्शन किया। अब कांग्रेस के पास खुद के कपड़े फाड़ने के सिवा कुछ नहीं बचा है। पूरे देश ने कांग्रेस के इस भौंडे और भद्दे प्रदर्शन की आलोचना की। लेकिन दिल्ली में जो कांग्रेस का शाही परिवार है, वो इस कांड को भी अपना मेडल बता रहा है, देश को बदनाम करने वालों की वाहवाही कर रहा है। ऐसी कांग्रेस, जो देश की विरोधी हो, वो किसी राज्य का भला नहीं कर सकती, वो असम के युवाओं का कभी भला नहीं सोच सकती।

साथियों,

आजकल दुनिया में चारों तरफ और हमारे तो अड़ोस पड़ोस में ही युद्ध के हालात और आप सब भलिभांति युद्ध कि क्या भयानकता है, वो रोजमर्रा देख रहे हो। युद्ध से जो स्थितियां बनी हैं, हमारी सरकार उनसे निपटने के लिए, हमारे देश के नागरिकों को कम से कम मुसीबत आए इसलिए हो सके उतने सारे प्रयास कर रही है। हमारा प्रयास है कि देश के नागरिकों पर युद्ध का कम से कम प्रभाव पड़े। इस समय कांग्रेस से उम्मीद थी कि वो एक जिम्मेदार राजनीतिक दल की भूमिका निभाए, लेकिन कांग्रेस देश हित के इस महत्वपूर्ण काम में भी फिर एक बार फेल हो गई। कांग्रेस पूरी कोशिश कर रही है कि देश में पैनिक क्रिएट हो, देश मुश्किल में फंस जाए। और उसके बाद कांग्रेस भर-भर कर मोदी को गाली दे।

साथियों,

कांग्रेस के लिए और कांग्रेस असम के लिए, देश के लिए कांग्रेस का कोई विजन ही नहीं है, इसलिए, इन्होंने अफवाहों को, झूठ-प्रपंच को ही, और जैसे झूठे रील बनाने की इंडस्ट्री खोलकर रखी है, उसी को हथियार बना दिया है। दुनिया में जो ताकतें भारत के तेज़ विकास को नहीं पचा पा रहीं हैं, जिन विदेशी ताकतों को देश की प्रगति रास नहीं आ रही, कांग्रेस देश का दुर्भाग्य देखिए, कांग्रेस उनके हाथ की कठपुतली बनती जा रही है। इसलिए, असम के हर नागरिक को, हर नौजवान को कांग्रेस से सावधान रहना है।

साथियों,

असम हो, बराक वैली हो, अब ये विकास के पथ पर बढ़ चुका है। बराक वैली, अपनी भाषा, अपने साहित्य, अपनी संस्कृति के लिए जानी जाती है। वो दिन दूर नहीं, जब बराक वैली को विकास के नए सेंटर के रूप में पहचान मिलेगी।

साथियों,

आप इतनी बड़ी तादाद में हमें आशीर्वाद देने आए हैं। जो राजनीति के भविष्य की रेखाएं अंकित करने वाले लोग हैं, वो भांति-भांति की जो संभावनाएं तलाशते रहते हैं, वे आज बराक वैली का ये दृश्य, कल बोड़ो समुदाय का वो दृश्य, टी गार्डन वालों के समूह का दृश्य, ये साफ-साफ बता रहा है कि, इस चुनाव का नतीजा भी क्या होने वाला है। और आप इतनी बड़ी तादाद में आशीर्वाद देने के लिए आए हैं, मैं आपका हृदय से आभारत व्यक्त करता हूं और आप सभी को फिर से विकास परियोजनाओं की बहुत-बहुत बधाई देता हूं। मेरे साथ बोलिये-

भारत माता की जय!

वंदे मातरम्!

वंदे मातरम्!

वंदे मातरम्!

वंदे मातरम्!

वंदे मातरम्!

वंदे मातरम्!

वंदे मातरम्!

वंदे मातरम्!

वंदे मातरम्!

वंदे मातरम्!

वंदे मातरम्!