Once the people of India decide to do something, nothing is impossible: PM Modi
Banks were nationalised but that did not give the poor access to these banks. We changed that through Jan Dhan Yojana: PM
All round and inclusive development is essential. Even in the states with strong development indicators there would be areas which would need greater push for development: PM
Serving in less developed districts may not be glamorous but it will give an important platform to make a positive difference: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં નીતિ આયોગ દ્વારા આયોજિત પરિષદમાં વિકાસનાં માર્ગે અગ્રેસર જિલ્લાઓનાં કલેક્ટરો અને પ્રભારી અધિકારીઓ સાથે ચર્ચાવિચારણા કરી હતી.

આ કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વર્ષ 2022 સુધીમાં ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાનાં વિઝન (ભારતની કાયાપલટ કરવાનાં સ્વપ્ન)ને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે વિકાસનાં ચોક્કસ માપદંડોમાં પાછળ રહી ગયેલા દેશનાં વિવિધ રાજ્યોનાં 115 જિલ્લાઓની ઝડપથી કાયાપલટ કરવા માટે મુખ્ય નીતિગત પહેલો હાથ ધરી છે.

આ કાર્યક્રમમાં પોષણ, શિક્ષણ, મૂળભૂત માળખાગત સુવિધા, કૃષિ અને જળ સંસાધનો, નક્સલવાદને નાબૂદ કરવા તથા નાણાકીય સર્વસમાવેશકતા અને કૌશલ્ય વિકાસનાં વિષયો પર અધિકારીઓનાં છ સમૂહોએ પ્રેઝન્ટેશન કર્યું હતું.

આ પરિષદમાં ઘણાં કેન્દ્રિય મંત્રીઓ અને કેન્દ્ર સરકારનાં વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયાં હતાં. પરિષદને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં યોજાયેલો આ પ્રથમ સત્તાવાર કાર્યક્રમ છે અને એટલે આ વિશેષ મહત્ત્વ ધરાવે છે.

તેમણે કહ્યું હતું કે, તુલનાત્મક રીતે કેટલાંક પછાથ વિસ્તારોનાં લોકોને અન્યાય થાય છે. તેમણે આ સંદર્ભમાં ઉમેર્યું હતું કે, ડો. આંબેડકરનાં સ્વપ્નને ધ્યાનમાં રાખીને 115 પછાત જિલ્લાઓને વિકસાવવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનયી છે કે, ડો. આંબેડકરે વંચિતોનાં ઉત્થાન માટે કામ કર્યું હતું.

જન ધન યોજના, શૌચાલયનોનાં નિર્માણ અને ગ્રામીણ વીજળીકરણનાં ઉદાહરણો ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જો આપણે દ્રઢ નિશ્ચિય રાખીએ, તો આપણાં દેશમાં કશું અશક્ય નથી. તેમણે જમીન પરીક્ષણ જેવી સંપૂર્ણ નવી પહેલોમાં હાંસલ થયેલી સફળતાનાં ઉદાહરણો પણ ટાંક્યાં હતાં.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે ભારતમાં અમર્યાદિત સંભવિતતા, પુષ્કળ શક્યતાઓ અને અનેક તકો રહેલી છે. આ સંદર્ભમાં તેમણે વેપારવાણિજ્ય કરવા માટે ઊભી કરવામાં આવેલી સરળતાઓ અને વિવિધ નીતિનિયમોમાં સુધારાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ સફળતાનો શ્રેય ભારત સરકારનાં અધિકારીઓ અને ટીમ ઇન્ડિયાને આપ્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાંથી ગ્રામીણ વિસ્તારો સુધી સમાધાનો લાવવાનાં પ્રયાસોનાં ઇચ્છિત પરિણામો મળ્યાં નથી. એટલે મૂળભૂત સ્તરે કાર્યરત લોકો સમાધાન લાવવા પ્રદાન કરે એવો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં તેમણે આજનાં પ્રેઝન્ટેશનમાં જોવા મળેલી સ્પષ્ટ વિચારસરણી અને દ્રઢ વિશ્વાસની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પ્રાદેશિક અસંતુલનથી અનિશ્ચિતતા વધે છે અને આપણે અનિશ્ચિતતાને વધવા ન દેવી જોઈએ. એટલે પછાત જિલ્લાઓનો વિકાસ આવશ્યક છે. તેમણે જણાવ્યું હતું કે, આ પછાત વિસ્તારોનાં લોકોની નકારાત્મક માનસિકતા બદલવા સફળતાની ગાથાઓ આવશ્યક અને ઉદાહરણરૂપ છે. તેમણે સમજાવ્યું હતું કે, નિરાશાવાદી માનસિકતા બદલવા માટેની દિશામાં પ્રથમ પગલું આશાવાદનો સંચાર છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિકાસનાં જન આંદોલન માટે મુખ્ય ટીમમાં વિચારોનું સમન્વય જરૂરી છે. તેમણે આ સંદર્ભમાં સૂચન કર્યું હતું કે, જિલ્લા સ્તરે મનોમંથન થવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, લોકોને સાંકળવા વ્યવસ્થિત ગોઠવણની જરૂર છે. તેમણે આ માટે સ્વચ્છ ભારત અભિયાનનું ઉદાહરણ ટાંક્યું હતું. તેમણે વિકાસલક્ષી લક્ષ્યાંકો હાંસલ કરવા સકારાત્મક ઉદાહરણો પ્રસ્થાપિત કરવાનું અને આશાવાદનો સંચાર કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણે વિકાસનાં માર્ગે અગ્રેસર મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓનાં લોકોની આશા-આકાંક્ષાઓને ઓળખવી જોઈએ અને તેને પૂર્ણ કરવા એક વ્યવસ્થિત માધ્યમ ઊભું કરવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, સરકારી યોજનાઓની સાથે જનભાગીદારી લોકોની આશા-આકાંક્ષા પૂર્ણ કરવા તરફ દોરી જવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, આ 115 વિકાસ ઝંખતા જિલ્લાઓનાં કલેક્ટરો પાસે સંપૂર્ણ સંતોષકારક કામગીરી કરવાની તક છે અને આ માટે તેઓ વિકાસલક્ષી લક્ષ્યાંકો સાકાર કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, પડકારો જીવનમાં સફળતા મેળવવાનો માર્ગ પ્રશસ્ત કરે છે અને આ કલેક્ટરો પાસે પડકારો ઝીલવાની તથા સફળતા મેળવવાની સારી તક છે. તેમણે 14 એપ્રિલનાં રોજ બાબાસાહેબ આંબેડકરની જન્મશતાબ્દી સુધીમાં અનુભવજન્ય પરિણામો હાંસલ કરવાનાં પ્રયાસો માટે સંકલન અને સમન્વય સ્થાપિત કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ એપ્રિલ મહિનામાં આ પ્રકારે સારૂ કાર્ય કરી રહેલા એક જિલ્લાની મુલાકાત લેવા ઇચ્છે છે. તેમણે કહ્યું હતું કે, આ 115 જિલ્લાઓ નવા ભારતનાં વિકાસ માટે પાયો બની શકે છે.

Click here to read full text speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India-New Zealand FTA in line with vision of Viksit Bharat 2047: India Inc

Media Coverage

India-New Zealand FTA in line with vision of Viksit Bharat 2047: India Inc
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Neeraj Chopra meets the Prime Minister
December 23, 2025

Neeraj Chopra and his wife, Himani Mor met the Prime Minister, Shri Narendra Modi at 7, Lok Kalyan Marg, New Delhi, today. "We had a great interaction on various issues including sports of course!", Shri Modi stated.

The Prime Minister posted on X:

"Met Neeraj Chopra and his wife, Himani Mor at 7, Lok Kalyan Marg earlier today. We had a great interaction on various issues including sports of course!"

@Neeraj_chopra1