પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના લોકપ્રિય નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી રામવિલાસ પાસવાનને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:
"બિહારના લોકપ્રિય નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી, સામાજિક ન્યાયના પ્રતીક અને જાહેર સેવા માટે સમર્પિત રામવિલાસ પાસવાનજીને તેમની પુણ્યતિથિ પર મારી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમણે હંમેશા સમાજના વંચિત અને શોષિત સમુદાયોના કલ્યાણ માટે કામ કર્યું. રાજકારણ તેમજ રાષ્ટ્ર નિર્માણમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે."
सामाजिक न्याय के प्रतीक और जनसेवा के प्रति समर्पित बिहार के लोकप्रिय नेता और पूर्व केंद्रीय मंत्री रामविलास पासवान जी को उनकी पुण्यतिथि पर मेरी भावभीनी श्रद्धांजलि। उन्होंने हमेशा समाज के वंचित और शोषित समुदायों के कल्याण के लिए कार्य किया। राजनीति के साथ-साथ राष्ट्र निर्माण के…
— Narendra Modi (@narendramodi) October 8, 2025


