મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજય મંત્રીમંડળમાં આજે નવનિયુકત થયેલા ચાર રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓને વિષયોની ફાળવણી માટે રાજ્યપાલશ્રી ડો. કમલાજીને ભલામણ કરી છે.
રાજ્યકક્ષાના નવનિયુકત ચાર મંત્રીશ્રીઓને કરવામાં આવેલી વિષયોની ફાળવણી આ પ્રમાણે છે.
| મંત્રીશ્રીનું નામ | ફાળવાયેલ વિષયો |
| શ્રી કનુભાઇ મેપાભાઇ ભાલાળા | કૃષિ, જળસંપત્તિ(કલ્પસર પ્રભાગ સિવાય) |
| શ્રીમતી વસુબેન નરેન્દ્રભાઇ ત્રિવેદી | ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ |
| શ્રી પ્રદિપસિંહ ભગવતસિંહ જાડેજા | કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો |
| શ્રી પ્રફુલ્લ ખોડભાઇ પટેલ | પોલીસ આવાસો, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી, આબકારી, ગૃહ |


